ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
 • search

Pics : અહાનાને વિદાય કરતાં રડી પડ્યાં હી મૅન, સન્ની-બૉબી ગેરહાજર!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 4 ફેબ્રુઆરી : બૉલીવુડના હી મૅન ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીની નાની દીકરી અહાના દેઓલ ગઈકાલે બિઝનેસમૅન વૈભવ વોહરા સાથે પરિણય સૂત્રમાં બંધાઈ ગયાં. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી લગ્નની વિવિધ રશ્મો ગઈકાલે પૂર્ણ થઈ ગઈ. મહેંદી સેરેમની પછી સંગીત સેરેમની યોજાઈ અને પછી લગ્ન થયાં અને અહાનાને વિદાય કરવાનો સમય પણ આવી ગયો. લાડકી અહાનાને વિદાય કરતી વેળાએ હી મૅન ધર્મેન્દ્રની આંખો છળકાઈ આવી, તો ડ્રીમ ગર્લ હેમા પણ રડી પડ્યાં.

  અહાના-વૈભવનું ભવ્ય વેડિંગ રિસેપ્શન પણ યોજાયું. આઈટીસી મરાઠા હોટેલમાં યોજાયેલ વેડિંગ રિસેપ્શનમાં બૉલીવુડની લગભગ તમામ જાણીતી હસ્તીઓએ હાજરી આપી. અહાના-વૈભવને આશીર્વાદ આપવા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતાં. અહીં એ યાદ અપાવવાની જરૂર નથી કે હેમા માલિની ભાજપના નેતા છે અને ધર્મેન્દ્ર પણ ભાજપના સાંસદ રહી ચુક્યાં છે. તો બાબા રામદેવ અને અમર સિંહ જેવી હસ્તીઓએ પણ હાજરી આપી અહાના-વૈભવને આશીર્વાદ આપ્યા હતાં.

  જોકે દેઓલ પરિવારમાંથી સન્ની દેઓલ અને બૉબી દેઓલ બંને મિસિંગ જણાતા હતાં. તેમની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી. બંને ભાઇઓ અગાઉ એશા દેઓલના લગ્ન પ્રસંગે પણ ગેરહાજર રહ્યા હતાં. એની પાછળનું કારણ એમ બતાવાય છે કે બંને ભાઇઓ ગ્લૅમર જગતથી લગભગ દૂર જ રહેતા હોય છે અને બૉલીવુડની મોટાભાગની પાર્ટીઓમાં હાજર રહેતા નથી.

  જોકે હાજર રહેલી હસ્તીઓમાં આખો બચ્ચન પરિવાર એટલે કે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનો સમાવેશ થતો હતો, તો કિંગ ખાન શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે અને સોનાક્ષી સિન્હાએ પણ વેડિંગ રિસેપ્શનમાં હાજરી પુરાવી હતી.

  ચાલો તસવીરોમાં જોઇએ અહાના-વૈભવનું વેડિંગ રિસેપ્શન :

  અંજૂ મહેન્દ્રુ

  અંજૂ મહેન્દ્રુ

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં અંજૂ મહેન્દ્રુ હાજર રહ્યા હતાં.

  અનુપમ

  અનુપમ

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં અનુપમ ખેરે હાજરી આપી હતી.

  બચ્ચન પરિવાર

  બચ્ચન પરિવાર

  દેઓલ અને બચ્ચન પરિવાર વચ્ચેની મૈત્રી આજે પણ શોલેના જય-વીરૂ જેમ અકબંધ છે. એટલે જ તો આખો બચ્ચન પરિવાર અહાનાને આશીર્વાદ આપવા પહોંચ્યા હતાં.

  ભરત-એશા

  ભરત-એશા

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં અહાનાના બહેન-બનેવી ભરત તખ્તાણી તથા એશા દેઓલે પણ હાજરી આપી હતી. રિસેપ્શન પહેલા જ એશાના હાથે ફ્રેક્ચર થઈ ગયું અને તેઓ પાટો ચઢાવીને આવ્યા હતાં.

  દીપિકા પાદુકોણે

  દીપિકા પાદુકોણે

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં દીપિકા પાદુકોણે સુંદર સાડીમાં નજરે પડ્યા હતાં.

  ધર્મેન્દ્ર-હેમા

  ધર્મેન્દ્ર-હેમા

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં પિતા ધર્મેન્દ્ર અને માતા હેમા માલિની ખુશખુશાલ નજરે પડતા હતાં.

  મહેમાનો સાથે હેમા-ધર્મેન્દ્ર

  મહેમાનો સાથે હેમા-ધર્મેન્દ્ર

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં મહેમાનો સાથે હેમા-ધર્મેન્દ્ર.

  લાગણીશીલ હેમા

  લાગણીશીલ હેમા

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં હેમા માલિની કેટલીક ક્ષણો માટે લાગણીશીલ બની ગયા હોય તેવું આ તસવીર પરથી સ્પષ્ટ દેખાય છે.

  જાવેદ-શબાનાનું સાંત્વન

  જાવેદ-શબાનાનું સાંત્વન

  દીકરીની વિદાય પહેલા કદાચ હેમા માલિનીને શબાના આઝમી સાંત્વન આપતા હોય તેવું લાગે છે. સાથે જાવેદ અખ્તર પણ હતાં.

  વીર પણ હાજર

  વીર પણ હાજર

  ટૂટે સે ભી ના ટૂટે યે ધરમ વીર કી જોડી... હા જી, ધર્મેન્દ્રના ખાસ મિત્ર જિતેન્દ્રે પણ અહાનાને આશીર્વાદ આપવા હાજરી આપી હતી.

  જુહી-જય

  જુહી-જય

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં પતિ જય મહેતા સાથે જુહી ચાવલા પણ હાજર રહ્યા હતાં.

  મનીષ મલ્હોત્રા

  મનીષ મલ્હોત્રા

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં સ્ટાયલિસ્ટ મનીષ મલ્હોત્રાએ હાજરી આપી હતી.

  રમેશ સિપ્પી

  રમેશ સિપ્પી

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં રમેશ સિપ્પીએ પણ હાજરી આપી હતી.

  રણવીર સિંહ

  રણવીર સિંહ

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં રણવીર સિંહ.

  રેખાનું ગ્લૅમર

  રેખાનું ગ્લૅમર

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં રેખાના ગ્લૅમરનો તડકો લાગ્યો હતો.

  સંજય ખાન

  સંજય ખાન

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં સંજય ખાન તથા અન્ય.

  શાહરુખ ખાન

  શાહરુખ ખાન

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં ઘોડી સાથે ચાલીને શાહરુખ ખાન પણ પહોંચ્યા હતાં. શાહરુખ તાજેતરમાં જ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત બની ગયા હતાં.

  સોનાક્ષી સિન્હા

  સોનાક્ષી સિન્હા

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં માતા પૂનમ સાથે હાજર રહેલાં સોનાક્ષી સિન્હા.

  તરુણ કુમાર

  તરુણ કુમાર

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં તરુણ કુમાર.

  વૈભવ-અહાના

  વૈભવ-અહાના

  વેડિંગ રિસેપ્શનમાં વૈભવ વોરા અને અહાના દેઓલ.

  રેખાના આશીર્વાદ

  રેખાના આશીર્વાદ

  વૈભવ-અહાના સાથે રેખા.

  ભરત-એશા

  ભરત-એશા

  આ અગાઉ શનિવારની રાત્રે અહાના-વૈભવની સંગીત સેરેમની યોજાઈ કે જેમાં ભરત તખ્તાણી અને એશા દેઓલે હાજરી આપી હતી.

  સન્ની-બૉબી મિસિંગ

  સન્ની-બૉબી મિસિંગ

  મહેંદી સેરેમની, સંગીત સેરેમની અને વેડિંગ રિસેપ્શન જેવા તમામ પ્રસંગોએ સન્ની દેઓલ અને બૉબી દેઓલની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી.

  ધર્મેન્દ્ર

  ધર્મેન્દ્ર

  સંગીત સેરેમનીમાં ધર્મેન્દ્ર.

  પિતા સાથે અહાના

  પિતા સાથે અહાના

  સંગીત સેરેમની દરમિયાન પિતા ધર્મેન્દ્ર સાથે અહાના અને વૈભવ.

  સોનમ કપૂર

  સોનમ કપૂર

  અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં સોનમ કપૂરે પણ હાજરી આપી હતી.

  મોદીએ આપ્યાં આશીર્વાદ

  મોદીએ આપ્યાં આશીર્વાદ

  અહાના-વૈભવને આશીર્વાદ આપવા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતાં. અહીં એ યાદ અપાવવાની જરૂર નથી કે હેમા માલિની ભાજપના નેતા છે અને ધર્મેન્દ્ર પણ ભાજપના સાંસદ રહી ચુક્યાં છે.

  અહાના-વૈભવ

  અહાના-વૈભવ

  અહાના-વૈભવના લગ્ન પ્રસંગે હાજર માતા-પિતા અને સંબંધીઓ.

  અહાના-વૈભવ

  અહાના-વૈભવ

  અહાના-વૈભવના લગ્ન પ્રસંગે હાજર માતા-પિતા અને સંબંધીઓ.

  રામદેવ-અમર સિંહ

  રામદેવ-અમર સિંહ

  અહાના અને વૈભવને આશીર્વાદ આપવા માટે અમર સિંહ અને બાબા રામદેવ પણ પહોંચ્યા હતાં.

  English summary
  Hema Malini and Dharmendra's daughter Ahana Deol got married with businessman Vaibhav Vohra on 2nd February, 2014. Sonakshi Sinha, Shahrukh Khan, Bachchan family, Ranveer Singh and others present at Ahana Deol and Vaibhav Vohra's wedding reception held at Mumbai.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more