For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pics : દિલ્હી ગૅંગ રેપના રાક્ષસો માટે ફાંસી માંગતું બૉલીવુડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી/મુંબઈ, 19 ડિસેમ્બર : સડકથી માંડી સંસદ સુધી ગૅંગ રેપ વિરુદ્ધ ઊભા થયેલ લોકોના હોબાળા બાદ પોલીસ જાગી છે અને ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, તો બીજી બાજુ મંગળવારે મોડી રાત્રે યુપીએ સુપ્રીમો સોનિયા ગાંધી બળાત્કાર પીડિત યુવતીને સફદરગંજ હૉસ્પિટલે મળવા પહોંચ્યા અને તબીબો પાસેથી યુવતીની સ્થિતિ જાણી.

આ અગાઉ પણ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે બળાત્કારીઓ માટે એટલી સખત સજા થવી જોઇે કે કોઈ પણ આવા ગુના અંગે વિચારી પણ ન શકે. દિલ્હીની 23 વર્ષની મેડિકલ સ્ટુડન્ટ સાથે જે થયું છે, તે ખૂબ જ શરમજનક છે. યુવતીનું જીવન બર્બાદ કરનાર શૈતાનોને કોઈ પણ કિંમતે સખતમાં સખત સજા મળવી જોઇએ.

ગૅંગ રેપના આ બનાવ અંગે આખો દેશ થૂ-થૂ કરી રહ્યો છે. આ પ્રકારના બનાવથી દેશ કે દિલ્હી જ નહીં, પણ આખુંને આખું બૉલીવુડ પણ દુઃખી અને ચિંતિત તથા ક્રોધિત છે. બૉલીવુડના દિગ્ગજોએ ટ્વિટર પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

આવો આપને તસવીરો વડે બતાવીએ કે બૉલીવુડે કયા શબ્દોમાં વ્યક્ત કર્યો પોતાનો રોષ.

બૉલીવુડમાં ગુસ્સો

બૉલીવુડમાં ગુસ્સો

દબંગ સલમાન ખાને જણાવ્યું કે આવા શૈતાનોને સજા-એ-મોત કરવી જોઇએ. મોત સિવાય આવા લોકો માટે બીજો કોઈ વિકલ્પ નથી.

બૉલીવુડમાં ગુસ્સો

બૉલીવુડમાં ગુસ્સો

કરીના કપૂરે જણાવ્યું કે સામાન્ય રીતે આવી અશ્લીલ હરકતો બાદ વહિવટી તંત્ર જાગે છે. આખવે આવા બનાવો રોકવા વહિવટી તંત્ર કેમ ચિંતિત થતું નથી.

બૉલીવુડમાં ગુસ્સો

બૉલીવુડમાં ગુસ્સો

જુહી ચાવલાએ ટ્વિટ પર લખ્યું છે કે ગૅંગ રેપનો આ બનાવ હૃદયદ્રાવક, શરમજનક અને દુઃખદ છે. નરાધમોને તરત ફાંસી થવી જોઇએ.

બૉલીવુડમાં ગુસ્સો

બૉલીવુડમાં ગુસ્સો

ફરહાન અખ્તરે ટ્વિટ કર્યું છે કે માણસાઈ મરી પરવારી છે. દિલ્હી અસલામત થઈ ગઈ છે.

બૉલીવુડમાં ગુસ્સો

બૉલીવુડમાં ગુસ્સો

પ્રીતિ ઝિંટાએ જણાવ્યું છે કે બળાત્કારીઓને તત્કાળ નપુંસક બનાવી દેવા જોઇએ.

બૉલીવુડમાં ગુસ્સો

બૉલીવુડમાં ગુસ્સો

અમિતાભ બચ્ચને ટ્વિટ પર લખ્યું છે કે દિલ્હીમાં થયેલ આ ભયાનક બનાવ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. આ રાક્ષસી કૃત્ય છે. આવા રાક્ષસોને સખતમાં સખત સજા મળવી જોઇએ.

English summary
"Bollywood demands strict punishment in Delhi gangrape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X