For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : દિલ્હી ગૅંગ રેપ સામે બૉલીવુડ લાલધુમ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 ડિસેમ્બર : બૉલીવુડ સેલિબ્રિટીઓ કાયમ કોઈ પણ સામાજિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં સૌથી આગળ રહે છે. ટ્વિટરથી લઈ ફેસબુક સુધી મોટી-મોટી સેલિબ્રિટીઓ હાલ જે મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે, તે છે દિલ્હીમાં પરમ દિવસે રાત્રે બસમાં એક મેડિકલ વિદ્યાર્થિની સાથે થયેલ સામૂહિક બળાત્કાર. આ સમાચાર અંગે દિલ્હીમાં સંસદમાં જયા બચ્ચન ઉપ સભાપતિ સામે રોષે ભરાઈ ગયાં, તો બૉલીવુડની અન્ય હસ્તીઓ પણ લાલુધમ છે.

બૉલીવુડ અભિનેત્રી રહી ચુકેલ જયા બચ્ચન જ્યારે સંસદમાં આ મુદ્દે બોલી રહ્યા હતાં, ત્યારે ઉપ સભાપતિએ આ કેસ અંગે પોતાની વાત જલ્દી ખતમ કરવા જણાવ્યું. તેથી જયા રોષે ભરાયા અને જણાવ્યું કે આજે આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. તે અગાઉ કેમ ન થઈ? કોઈ પણ મુદ્દા ઉપર નોટિસ પાઠવીને જ ચર્ચા થઈ શકે? શું બળાત્કાર નોટિસ આપીને થાય છે?

બીજી બાજુ પૂનમ પાન્ડેએ જણાવ્યું કે સ્ત્રીઓ એટલા માટે રેપનો ભોગ નથી બનતી કે તેના માટે તેઓ જવાબદાર છે, પણ રેપ એટલા માટે થાય છે, કારણ કે લોકો તેમની ઉપર રેપ કરે છે.

દરમિયાન બૉલીવુડના ટૉમ બૉય કહેવાતાં અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ લખ્યું - આવા લોકોને પકડીને નપુસંક બનાવી દેવા જોઇએ. દિલ્હીના આ બનાવ બાદ આખું દિલ્હી શહેર ભયભીત છે. એટલું જ નહીં, આવા બનાવોથી દેશના બાકીના ભાગોમાં પણ સ્ત્રીઓ ભયભીત છે. આ મુદ્દે અભિનેત્રીઓ જ નહીં, પણ અભિનેતાઓ પણ પોતાનો રોષ પ્રકટ કરી રહ્યાં છે.

આવો તસવીરો વડે બતાવીએ કે કોણે-શું કહ્યું?

બૉલીવુડ લાલધુમ

બૉલીવુડ લાલધુમ

પૂનમ પાન્ડેએ જણાવ્યું - હવે શું આપણે સ્ત્રીઓએ એક સ્વતંત્ર એજંટની જેમ ટ્રીટ કરી શકીએ કે જે પોતાની સાથે થતા બનાવો માટે પોતે જવાબદાર છે? બિલ્કુલ, પરંતુ જવાબદાર હોવાનો રેપ સાથે કોઈ લિંક નથી. છોકરીઓ સાથે એટલા માટે રેપ નથી થતો કે તેમણે ડ્રિંક કર્યું હોય યા ડ્રગ્સ લીધું હોય. તેમની સાથે રેપ એટલે નથી થતો કે તેઓ કૅરફુલ નથી, પણ રેપ એટલા માટે થાય છે કારણ કે કોઈ તેમની ઉપર રેપ કરે છે.

બૉલીવુડ લાલધુમ

બૉલીવુડ લાલધુમ

રવીના ટંડને જણાવ્યું - આ કેસ તેવા તમા લોકો માટે ખૂબ જ શરમજનક છે કે જેઓ ગર્લચાઇલ્ડના ઉત્થાન માટે કામ કરે છે. હવે તેઓ કોઈ પણ માતા-પિતાને તેમની દીકરીની સલામતી માટે કઈ રીતે મનાવશે? આ વાતમાં કોઈ શંકા નથી કે આખરે એક નિમ્ન વર્ગના લોકો છોકરીઓ કેમ નથી ઇચ્છતા? આખરે તેઓ તેમની સલામતી કઈ રીતે કરશે? જ્યારે આપણી સરકાર અને કાનૂન જ રેપિસ્ટોને સરળતાપૂર્વક છોડી મુકતાં હોય? અને ક્યારેક-ક્યારેક તેમને રાજકીય પક્ષો દ્વારા ટિકિટ પણ આપી દેવાય છે. રેપિસ્ટો અને મર્ડરરોને ફાંસીની સજા મળવી જોઇએ.

બૉલીવુડ લાલધુમ

બૉલીવુડ લાલધુમ

પ્રીતિ ઝિંટાએ જણાવ્યું - આ ખૂબ જ શરમજનક છે. દિલ્હી શહેર મહિલાઓ માટે કેટલું અસલામત છે. કાં તો રેપિસ્ટો માટે એક મોટી સજા થવી જોઇએ, કાં તો પછી તેમને નપુંસક બનાવી દેવા જોઇએ.

બૉલીવુડ લાલધુમ

બૉલીવુડ લાલધુમ

ફરહાન અખ્તરે જણાવ્યું - મને લાગે છે કે એક સારી અને મોટી સજા જ એકમાત્ર ઉપાય છે. આ અપરાધીઓ કોઈ સજાથી નથી બીતાં, કારણ કે આ સજા ખૂબ હળવી છે અને ખૂબ મોડી મળે છે.

બૉલીવુડ લાલધુમ

બૉલીવુડ લાલધુમ

શર્લિન ચોપરાએ જણાવ્યું - એક જોરદાર તાળી શીલા દીક્ષિત માટે કે જેમણે ગૅંગ રેપ વિરુદ્ધ એક સખત પગલું ભર્યું છે. તેમણે જણાવ્યું છે કે અમે બસનું લાઇસેંસ રદ્દ કરી નાંખ્યું છે.

બૉલીવુડ લાલધુમ

બૉલીવુડ લાલધુમ

જ્હૉન અબ્રાહમે જણાવ્યું - આ પ્રકારના અપરાધીઓ માટે કાનૂન અને સજાનો એક નવો સેટ બનાવવો જોઇએ. રેપ કરનારાઓને જાહેરમાં દંડા ફટકારવા જોઇએ.

English summary
Jaya Bachchan to Poonam Pandey are showing their anger on Delhi Gang rape case through social Media. Other bollywood Celebrities like John Abraham, Preity Zinta, Farhaan Akhtar said that these kind of criminals should get big punishments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X