બોલીવૂડ સ્ટાર્સની દિવાળી, પરિવાર સાથે સેલ્ફી!

Written By:
Subscribe to Oneindia News

દિવાળી સમગ્ર પરિવાર સાથે મળીને તેની ઉજવણી કરવાનો તહેવાર છે. સામાન્ય લોકોથી માંડીને બોલીવૂડના સ્ટાર પણ પોતાના પરિવાર સાથે મળીને ઉજવણી કરે છે. દિવાળીનો અર્થ જ મનમાં રહેલી કડવાશ દુર કરી સાથે મળીને આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરવાનો. આપણા સ્ટાર્સ પણ તેમના અંદાજમાં દિવાળીની ઉજવણી કરતા નજરે પડ્યા હતા. કેટલાક સ્ટાર્સ પોતાના પરિવાર સાથે તો કેટલાક પાર્ટીના મૂડમાં જોવા મળ્યા હતા.

આમિર ખાનની પાર્ટી

આમિર ખાનની પાર્ટી

દર વર્ષની જેમ આ વર્ષે પણ આમિર ખાને દિવાળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને કરણ જોહર ઉપરાંત ઘણા સ્ટાર્સ જોડાયા હતા. આ પાર્ટી એટલે પણ ખાસ કહી શકાય કારણ કે આમિરની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર હમણાં જ રીલિઝ થઇ છે અને તેને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે.

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર

બોલીવૂડમાં તહેવારની ઉજવણી અને તેમાં પણ દિવાળી પાર્ટીની વાત હોય તો પહેલું નામ યાદ આવે બચ્ચન પરિવારનું. આ વખતે અમિતાભે પહેલેથી જ જાહેરાત કરી હતી કે એ દિવાળી પાર્ટી નહીં રાખે તેથી બચ્ચન પરિવારે દિવાળીની ઉજવણી પરિવાર સાથે જ કરી હતી. જેમાં તેમણે દિવાળીની પૂજા કર્યા બાદ આ ફોટો શેર કર્યો હતો. આરાધ્યા ક્રિમ રંગના ગાઉનમાં ખૂબ જ ક્યુટ લાગી રહી છે. તો પિંક કૂર્તોમાં અમિતાભ અને રોયલ બ્લુમાં અભિષેક પણ જોરદાર લાગી રહ્યા છે.

અજય દેવગણ પરિવાર સાથે

અજય દેવગણ પરિવાર સાથે

અજય દેવગણે આ ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે. જેમા કાજોલ અજય તેમની પુત્રી ન્યાસા અને પુત્ર યુગ દેખાઇ રહ્યા છે. આ ઉપરાંત કાજોલ અને અજયનો સિંગલ ફોટો પણ ખુબ સુંદર લાગી રહ્યો છે. બોલીવૂડના સ્ટાર કપલ તરીકે પણ કાજોલ અને અજય હંમેશા લોકોની પસંદ રહ્યાં છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ આ દિવાળી પોતાના પરિવાર સાથે સેલિબ્રેટ કરી હતી. આ ફોટોમાં અનુષ્કા, તેનો માતા-પિતા અને ભાઈ જોવા મળે છે. અનુષ્કાએ રોયલ બ્લુ રંગનો ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુએ પણ પોતાના ઘરે દિવાળીની પુજા કરી હતી. એ બાદ તેમણે પોતાના આ ફોટો શેર કર્યા હતા. જેમાં બિપાશા અને કરણ સાથે ખૂબ સુંદર લાગી રહ્યા છે. તેઓ એકતા કપૂરની પ્રિ- દિવાળી પાર્ટીમાં પણ જોવા મળ્યા હતા.

શાહિદ, મીરા અને મીશા

શાહિદ, મીરા અને મીશા

શાહિદ કપૂર અને મીરાએ પણ પોતાના નાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ તસવીરમાં શાહિદ અને મીરા એકદમ સ્ટાઇલિશ લાગી રહ્યાં છે. આ ઉપરાંત શાહિદે પોતાની ક્યુટ પુત્રી મીશાનો ફોટો પણ શેર કર્યો હતો. હાલ તો શાહિત તેની આવનારી ફિલ્મ 'પદ્માવતી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

બોલીવૂડ કપલની વાત થતી હોય ત્યારે સૌથી પહેલા સૈફ અલી ખાન અને કરીના કપૂર સૌથી પહેલા યાદ આવે. આ કપલે પણ દિવાળીની ધમાકેદાર ઉજવણી કરી હતી. સૈફ અને કરીના તથા સોહા અને કૃણાલનો આ ફોટો અકદમ પરફેક્ટ ફેમેલી ફોટો કહી શકાય તેવો છે. આ ઉપરાંત સૈફ અલી ખાન અને કરીનાનો સિંગલ ફોટોમાં પણ તેઓ પરફેક્ટ કપલ લાગી રહ્યાં છે.

English summary
Bollywood stars Diwali celebration see pics. Read more here

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.