ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં ચમક્યાં બૉલીવુડ સ્ટાર્સ
મુંબઈ, 16 જાન્યુઆરી : તાજેતરમાં યોજાયેલ ફિલ્મફૅર ઍવૉર્ડ્સની નૉમિનેશન પાર્ટી દરમિયાન બૉલીવુડ સ્ટાર્સનો જમાવડો થયો. દીપિકા પાદુકોણેથી લઈ અનુષ્કા શર્મા અને કરણ જૌહરથી લઈ પ્રિયંકા ચોપરા સુધીની તમામ મોટી સેલિબ્રિટીઓ આ પાર્ટીમાં નજરે પડ્યાં. ઇવેન્ટ અંગે પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કર્યું - ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટી દરમિયાન અમે ખૂબ મજા માણી. સુપર ડુપર એલિજંટ અફૅર. સૉરી, મારે જલ્દી જવુ પડ્યું, પરંતુ ખૂબ સારૂ લાગ્યું હતું.
અહીં ફિલ્મફૅર ઍવૉર્ડ્સના નૉમિનેશન્સ નીચે મુજબ છે.
બેસ્ટ ફિલ્મ - બર્ફી, ઇંગ્લિશ વિંગ્લિશ, ગૅંગ્સ ઑફ વાસેપુર, કહાની અને વિકી ડોનર.
બેસ્ટ એક્ટર ઇન મેલ રોલ (મેલ) - હૃતિક રોશન (અગ્નિપથ), ઇરફાન ખાન (પાન સિંહ તોમર), મનોજ બાજપાઈ (ગૅંગ્સ ઑફ વાસેપુર), રણબીર કપૂર (બર્ફી), સલમાન ખાન (દબંગ 2) અને શાહરુખ ખાન (જબ તક હૈ જાન).
બેસ્ટ એક્ટર ઇન મેન રોલ (ફીમેલ) - દીપિકા પાદુકોણે (કૉકટેલ), કરીના કપૂર (હીરોઇન), પરિણીતી ચોપરા (ઇશકઝાદે), પ્રિયંકા ચોપરા (બર્ફી), શ્રીદેવી (ઇંગ્લિશ વિંગ્લિશ) અને વિદ્યા બાલન (કહાની).
બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિવ રોલ (મેલ) - અક્ષય કુમાર (ઓહ માય ગૉડ), અનુ કપૂર (વિકી ડોનર), ઇમરાન હાશમી (શંઘાઈ), નવાઝુદ્દીન સિદ્દીકી (તલાશ) અને ઋષિ કપૂર (અગ્નિપથ).
બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિવ રોલ (ફીમેલ) - અનુષ્કા શર્મા (જબ તક હૈ જાન), હુમા કુરૈશી (ગૅંગ્સ ઑફ વાસેપુર), ઇલિયાના ડી ક્રૂઝ (બર્ફી), રાણી મુખર્જી (તલાશ) અને રીચા ચડ્ઢા (ગૅંગ્સ ઑફ વાસેપુર).
પાર્ટી દરમિયાન બૉલીવુડના અનેક સ્ટાર્સ હાજર હતાં. જેમના નામો નૉમિનેશનમાં હતાં, તેઓ તો હાજર રહ્યાં જ, પરંતુ જેમના નામો નહોતાં, તેઓ પણ હાજર હતાં. કરણ જૌહર, આલિયા ભટ્ટ, હુમા કુરૈશી, અલી ઝફર જેવા તમામ લોકો હાજર હતાં. બર્ફીને સૌથી વધુ 9 કૅટેગરીઓમાં નૉમિનેટ કરાઈ. તે પછી ગૅંગ્સ ઑફ વાસેપુરને 6 કૅટેગરીમાં નૉમિનેટ કરાઈ.

ચમક્યાં બૉલીવુડ સ્ટાર્સ
ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટી દરમિયાન પ્રિયંકા ચોપરા સફેદ રંગના સુંદર ગાઉનમાં દેખાયાં. પ્રિયંકાના વાળની સ્ટાઇલ પણ સુંદર છે. તેઓ આ સ્ટાઇલમાં બિલ્કુલ ડૉલ જેવા દેખાયાં. પ્રિયંકા ચોપરા માટે 2012 બહેતરીન હતું. તેમની ફિલ્મ બર્ફીને અનેક ઍવૉર્ડ્સ મળ્યાં. તે ઑસ્કાર માટે પણ મોકલવામાં આવી હતી.

ચમક્યાં બૉલીવુડ સ્ટાર્સ
અનુષ્કા શર્મા સુંદર સફેદ ટૉપ તથા જિંસમાં દેખાયાં. તેમની હૅર સ્ટાઇલ પણ સુંદર હતી. ગત વર્ષે અનુષ્કાએ પહેલી વાર યશ ચોપરાના દિગ્દર્શન હેઠળ કામ કર્યું. જબ તક હૈ જાન ફિલ્મે સારો બિઝનેસ કર્યો.

ચમક્યાં બૉલીવુડ સ્ટાર્સ
અદિતી રાવ હૈદરી આ વર્ષે મહેશ ભટ્ટની મર્ડર 3 ફિલ્મમાં દેખાશે. પાર્ટીમાં તેઓ ડાર્ક પિંક કલરની બૅકલેસ ડ્રેસમાં દેખાયાં.

ચમક્યાં બૉલીવુડ સ્ટાર્સ
વિકી ડોનર સાથે એન્ટ્રી કરનાર આયુષ્માન ખુરાના બ્લૅક સૂટમાં ખૂબ હૉટ અને હૅન્ડમ દેખાયાં. તેમની ફિલ્મ ઑસ્કાર નૉમિનેશન માટે વિચારાઈ.

ચમક્યાં બૉલીવુડ સ્ટાર્સ
બ્લૅક સૂટમાં કરણ જૌહર સ્માર્ટ દેખાતા હતાં. ગત વર્ષે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ આપનાર કરણે બૉલીવુડને આલિયા ભટ્ટ તરીકે નવી અભિનેત્રી આપી.

ચમક્યાં બૉલીવુડ સ્ટાર્સ
બ્લૅક ટ્રાઉઝર તથા વ્હાઇટ ટૉપમાં દીપિકા પાદુકોણે સૌનું ધ્યાન ખેંચ્યું. ગત વર્ષે તેમની કૉકટેલ ફિલ્મ સફળ રહી.

ચમક્યાં બૉલીવુડ સ્ટાર્સ
વર્ષ 2012 ઇમરાન ખાન માટે કંઈ ખાસ ન રહ્યું. 2013ની શરુઆતમાં રિલીઝ થયેલ મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મ પણ ફ્લૉપ જ રહી છે. ઇમરાનની સાથે-સાથે તેમના મામા આમિર ખાન પણ આ વર્ષે કોઈ પણ કૅટેગરીમાં નૉમિનેટ ન થયાં. જોકે આમિરની ફિલ્મ તલાશને બેસ્ટ ફિલ્મ માટે નૉમિનેટ કરાઈ, પરંતુ આમિરને કોઈ નૉમિનેશન ન મળ્યું.

ચમક્યાં બૉલીવુડ સ્ટાર્સ
હુમા કુરૈશીએ 2012માં ખૂબ પ્રસિદ્ધિ મેળવી. ગૅંગ્સ ઑફ વાસેપુર સૌથી હિટ ફિલ્મોમાં રહી. હુમાને બેસ્ટ સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે નૉમિનેટ કરાઈ. બ્લૅક કલરની ડ્રેસમાં તેઓ સુંદર દેખાતા હતાં.

ચમક્યાં બૉલીવુડ સ્ટાર્સ
અલી ઝફર પણ સૌના આકર્ષણના કેન્દ્ર રહ્યાં. જોકે તેમને કોઈ પણ કૅટેગરીમાં નૉમિનેટ કરાયા નથી.












Click it and Unblock the Notifications
