• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉલિવુડની ISI સાથે લિંક? 'પાકિસ્તાની એજન્ટ' સાથે શાહરુખ સહિત ઘણા સ્ટાર્સના ફોટા વાયરલ

|
Google Oneindia Gujarati News

ભાજપ નેતા બૈજયંત પાંડાએ બૉલિવુડની ઘણી હસ્તીઓ પર સંગીન આરોપ લગાવ્યા છે. કહેવાઈ રહ્યુ છે કે બૉલિવુડનો પાકિસ્તાન અને ISI સાથે સંબંધ છે. સોશિયલ મીડિયા પર અમુક ટૉપ ફિલ્મ સ્ટાર્સના એવા લોકો સાથે ફોટા વાયરલ થઈ રહ્યા છે જે કાશ્મીરમાં અલગાવવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. આ સ્ટાર્સમાં શાહરુખ ખાન, અનિલ કપૂરથી લઈને રણવીર સિંહ પણ શામેલ છે. આ વિવાદની શરૂઆત અલ ઈસ્કંદર નામના યુઝર દ્વારા કરવામાં આવેલા અમુક ટ્વિટથી થઈ. તેણે પોતાના એક ટ્વિટમાં લખ્યુ, 'કાશ્મીરી યુવાનોને પત્થર અનને હથિયાર ઉઠાવવા માટે ભડકાવનાર ટોની અશાઈ ખુદ કેલિફૉર્નિયામાં પોતાના ઘરમાં બેઠા છે. તેમનો દીકરી બિલાલ અશાઈ હાલમાં જ લૉસ એન્જેલસમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી ચૂક્યો છે.'

સોશિયલ મીડિયા પર ખળભળાટ

સોશિયલ મીડિયા પર ખળભળાટ

આ સાથે જ આગલા ટ્વિટમા તેણે ટોની અશાઈના બૉલિવુડ સ્ટાર્સ સાથે ફોટા શેર કર્યા. જેમાં શાહરુખ ખાન, કરણ જોહર, સોહેલ ખાન, રવીના ટંડન, રણવીર સિંહ જેવા ફિલ્મી સ્ટાર્સ ટોની સાથે દેખાઈ રહ્યા છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.

શાહરુખ ખાન સાથે વ્યાપારી સંબંધ

શાહરુખ ખાન સાથે વ્યાપારી સંબંધ

સમાચારની માનીએ તો ટોની અશાઈ સાથે શાહરુખ ખાન અને ગૌરી ખાનના વ્યાપારી સંબંધો છે. ટોની અશાઈએ શાહરુખ ખાનની દૂબઈની બિલ્ડિંગ અને લૉસ એન્જલસના અપાર્ટમેન્ટની ડિઝાઈન તૈયાર કરી હતી.

ટોની અશાઈ

ટોની અશાઈ

અમેરિકામાં રહેતા આર્કિટેક્ટ ટોની અશાઈ કાશ્મીર પર ભડકાઉ નિવેદન આપતા રહ્યા છે. આ પહેલા સરકારે પાકિસ્તાની ઈવેન્ટ મેનેજર રેહાન સિદ્દીકીને બ્લેકલિસ્ટ કર્યા. અમેરિકામાં રહેતા રેહાન ભારત વિરોધી દૂષ્પ્રચારમાં શામેલ હતા.

પાકિસ્તાન સાથે સંબંધ

પાકિસ્તાન સાથે સંબંધ

કાશ્મીરી એક્ટિવિસ્ટનો દાવો છે કે ટોની અશાઈનો અમેરિકામાં અભ્યાસનો પૂરો ખર્ચ જેકેએલએફે ઉઠાવ્યો હતો. તેણે ઈટલીમાં જેકેએલએફની એક મીટિંગ પણ કરી હતી. ઈસ્કંદરનો આરોપ છે કે જેકેએલએફે અશાઈને બિઝનેસ ચલાવવા માટ પણ પૈસા આપ્યા છે. ઈસ્કંદરનો આરોપ છે કે અશાઈ પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈના પેરોલ પર છે.

અનિલ કપૂર-કરણ જોહરના ફોટા પણ વાયરલ

અનિલ કપૂર-કરણ જોહરના ફોટા પણ વાયરલ

એક્ટિવિસ્ટના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર અનિલ કપૂર, કરણ જોહર, સોનમ કપૂર જેવા બીજા બૉલિવુડ સ્ટાર્સના બ્રિટનમાં રહેતા ભારત વિરોધી એક્ટિવિસ્ટ અનિલ મસર્રત સાથે ફોટા પણ શેર થવા લાગ્યા.

ટોની અશાઈનુ રિએક્શન

ટોની અશાઈનુ રિએક્શન

ટોની અશાઈએ પ્રતિક્રિયા આપીને કહ્યુ કે, 'આ પાયાવિહોણા અને નિરાધાર આરોપ છે કે હું ISIનો એજન્ટ છુ. હા, એ સાચુ છે કે હું ઈમરાન ખાનને છેલ્લા 20 વર્ષથી જાણુ છે. તે પ્રધાનમંત્રી બનતા પહેલાથી જ મારા મિત્ર છે. હું દુબઈમાં વ્યાપારી સંબંધો માટે શાહરુખ ખાનને પણ જાણુ છુ પરંતુ અમે ક્યારેય કોઈ રાજકીય વિચારો શેર નથી કર્યા.'

શાહરુખથી મોટો દેશભક્ત કોઈ નથી જોયો

શાહરુખથી મોટો દેશભક્ત કોઈ નથી જોયો

ટોનીએ પોતાના ટ્વિટ્સમાં લખ્યુ - હું એ પણ કહેવા ઈચ્છુ છુ કે શાહરુખથી મોટો દેશભક્ત ભારતીય મે હજુ સુધી નથી જોયો. એ સાચુ છે કે હું કાશ્મીરી છુ અને મોદી સરકારના પાંચ ઓગસ્ટ(આર્ટિકલ 370 હટાવવા સાથે સંંબંધિત)ના ગેરકાયદેસર એક્શનનો વિરોધ કરુ છુ પરંતુ હું ક્યારેય સંઘર્ષ માટે હથિયાર ઉઠાવવાનુ સમર્થન નથી કર્યુ. વાસ્તવિકતા આનાથી એકદમ ઉલટી છે. ભારતીય મીડિયાના એક ભાગે મારા ચરિત્ર હનનનો પ્રયાસ કર્યો છે. હું જલ્દી કોર્ટમાં મારો પક્ષ સાબિત કરીશ.

બૉલિવુડ સ્ટાર્સની મુશ્કેલી

બૉલિવુડ સ્ટાર્સની મુશ્કેલી

આ ફોટાના કારણે બૉલિવુડ સ્ટાર્સ પર એક વાર ફરીથી આંગળી ઉઠી રહી છે. જો કે વન ઈન્ડિયા આ ફોટાની પુષ્ટિ કરતા નથી.

રાજસ્થાન રાજકીય સંકટઃ 19 ધારાસભ્યોની અયોગ્યતા પર કોર્ટનો આજે ચુકાદો</a><a href=" title="રાજસ્થાન રાજકીય સંકટઃ 19 ધારાસભ્યોની અયોગ્યતા પર કોર્ટનો આજે ચુકાદો" />રાજસ્થાન રાજકીય સંકટઃ 19 ધારાસભ્યોની અયોગ્યતા પર કોર્ટનો આજે ચુકાદો

English summary
Bollywood stars Shahrukh Khan, Karan Johar to Sohail Khan, pictures with ‘Pakistani agents’ go viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X