બૉલિવુડને વધુ એક ઝટકો, અભિનેત્રી સુરેખા સીકરીનુ હ્રદય રોગના હુમલાના લીધે 75 વર્ષની વયે નિધન

અભિનેત્રી સુરેખા સીકરીનુ હ્રદય રોગનો હુમલો આવવાના કારણે નિધન થઈ ગયુ છે.

મુંબઈઃ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન બાદ બૉલિવુડને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અભિનેત્રી સુરેખા સીકરીનુ હ્રદય રોગનો હુમલો આવવાના કારણે નિધન થઈ ગયુ છે. 75 વર્ષીય સુરેખા સીકરીને ફિલ્મ તમસ, મમ્મો અને બધાઈ હો માટે ત્રણ વાર નેશનલ અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલા 2020માં સુરેખા સીકરીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારબાદથી જ તેઓ આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. સુરેખા સીકરીના નિધન પર ટેલીવિઝન અને ફિલ્મ જગતની ઘણી મોટી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.

surekha sikri

સુરેખા સીકરી છેલ્લી વાર ઓટીટી પર ગયા વર્ષે રિલીઝ થયેલી ઝોયા અખ્તરની એંથોલૉજી ફિલ્મ 'ઘોસ્ટ સ્ટોરીઝ'માં જોવા મળ્યા હતા. 1978માં રિલીઝ થયેલી ફિલ્મ કિસ્સા કુર્સી કાથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર સુરેખા સીકરીએ ઘણી હિંદી અને મલયાલમ ફિલ્મોમાં સપોર્ટીંગ ભૂમિકા નિભાવી. આ ઉપરાંત તેમણે ઘણી ટીવી સીરિયલો પણ કરી. જો કે સુરેખા સીકરીને અસલી ઓળખ મળી ટીવી સીરિયલ 'બાલિકા વધુ'માં 'દાદીસા' એટલે કે કલ્યાણી દેવીની ભૂમિકાથી. તેમની આ ભૂમિકાને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ બીજી વાર હતુ જ્યારે તેમને સ્ટ્રોક આવ્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ તેમને મેનેજરે જણાવ્યુ કે, 'આજે સવારે હ્રદયરોગનો હુમલો આવવાતી સુરેખા સીકરીનુ નિધન થઈ ગયુ. સ્ટ્રોક બાદથી જ તેમની તબિયત ખરાબ હતી અને પરિવારના લોકો તેમની સારસંભાળ લઈ રહ્યા હતા. તેમના પરિવારના લોકોએ હાલમાં કહ્યુ છે કે આ દુઃખદ સમયમાં તેઓ પ્રાઈવસી ઈચ્છે છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X