For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદીત નિવેદન બદલ બોમ્બે હાઇકોર્ટે સંજય રાઉતને લગાવી ફટકાર, કંગનાને પણ આપી સલાહ

બોમ્બે હાઇકોર્ટે કંગના રનોતના એક કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં BMCની કાર્યવાહીને ખોટી ગણાવી હતી, અને વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કંગનાને તેના નિવેદનોમાં સંયમ રાખવાનું પણ કહ્

|
Google Oneindia Gujarati News

બોમ્બે હાઇકોર્ટે કંગના રનોતના એક કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં BMCની કાર્યવાહીને ખોટી ગણાવી હતી, અને વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કંગનાને તેના નિવેદનોમાં સંયમ રાખવાનું પણ કહ્યું હતું. આ પછી કોર્ટે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને પણ નિવદનો બદલ ઠપકો આપ્યો હતો.

કંગનાએ પીઓકે સાથે કરી હતી તુલના

કંગનાએ પીઓકે સાથે કરી હતી તુલના

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગના મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન, BMC એ ગેરકાયદે બાંધકામોનું કારણ આપીને મુંબઈમાં કંગનાની ઓફિસનો અમુક ભાગ તોડી નાખ્યો હતો. જેના પર કંગનાએ મુંબઈની તુલના પીઓકે સાથે કરી હતી. આ પછી સંજય રાઉતે કંગના પર પણ હુમલો કર્યો હતો. તેમના માટે કેટલીક અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો. જોકે, બાદમાં તેણે આ મામલે પોતાની ભૂલ સ્વીકારી હતી.

કોર્ટે શું કહ્યુ

કોર્ટે શું કહ્યુ

શુક્રવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે રાઉતના નિવેદનમાં લાગી રહ્યું છેકે તેઓ સાંસદની જેમ વર્તી રહ્યાં નહીં. તેમના વિવાદિત નિવેદન પછી તેમણે જે ખુલાસો આપ્યો તે પણ માન્ય નથી. તે જ સમયે, હાઈ કોર્ટે કંગના રનોતને કહ્યું હતું કે તેઓએ પણ સરકારને સલાહ આપતી વખતે સંયમ બતાવવો જોઈએ. વળી, કોર્ટ તેમણે કરેલી ટિપ્પણીથી સહમત નથી. કોર્ટે કંગનાને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપવાની ચેતવણી આપી છે. જોકે કંગનાએ બીએમસી વિરુદ્ધ આ અરજી કરી હતી, પરંતુ સુનાવણી બાદ સંજય રાઉતને તેના પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

બાહુબળનો ઉપયોગ કરવાની મંજુરી નહી

બાહુબળનો ઉપયોગ કરવાની મંજુરી નહી

સુનાવણી બાદ કોર્ટે કહ્યું કે બીએમસી દ્વારા કંગનાની ઓફિસમાં કરવામાં આવેલી કાર્યવાહી એ સંપૂર્ણ બદલાની ભાવનાથી કરાયેલ કાર્ય હતું. જેનો હેતુ અભિનેત્રીને નુકસાન પહોંચાડવાનો હતો. આવા કેસમાં અદાલતે આ ભાગ તોડી પાડવાનો આદેશ રદ કર્યો છે. હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, તેઓ વહીવટને કોઈ પણ નાગરિક સામે બાહુ બળનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે. કોર્ટના આદેશ બાદ હવે બીએમસી કંગનાને નુકસાનની ભરપાઇ કરવી પડશે.

આ પણ વાંચો: સામનાને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ બીજેપીને આપી ચેતવણી, કહ્યું- હું શાંત અને સંયમી છુ, નપુંસક નહી

English summary
Bombay High Court slams Sanjay Raut over controversial statement, advises Kangana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X