For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BOX OFFICE: ભારતમાં રિતિક-ટાઇગરની વોર 300 કરોડ પાર થઇ ગઈ

રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વૉર બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ્સની ટોચની સૂચિમાં શામેલ થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વૉર બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ્સની ટોચની સૂચિમાં શામેલ થઇ ચુકી છે. તેની ત્રીજી સપ્તાહમાં કમાણી સાથે, વૉર એ 300 કરોડ ક્લબમાં એન્ટ્રી લઇ લીધી છે. તમને જણાવી દઈએ કે, આ રીતિક અને ટાઇગરની પહેલી 300 કરોડી ફિલ્મ છે. તે બોક્સ ઓફિસ પર વર્ષ 2019 ની સૌથી મોટી ફિલ્મ પણ બની ગઈ છે. આ ફિલ્મે વિદેશમાં પણ લગભગ 100 કરોડની કમાણી કરી છે. એમાં કોઈ શંકા નથી કે રિતિક-ટાઇગરની આ એક્શન ફિલ્મ હિટ થઇ ચુકી છે.

આ યશરાજ બેનર ફિલ્મ, ભારતના બે મોટા એક્શન સ્ટાર્સ સાથે, બોલીવુડની સૌથી મોટી એક્શન ફિલ્મ હોવાનું કહેવાય છે. 53.35 કરોડની ધમાકેદાર ઓપનિંગ સાથે આ બોલિવૂડની સૌથી મોટી ઓપનર ફિલ્મ પણ સાબિત થઈ છે. ફિલ્મની કમાણી ક્યાં અટકે છે તે જોવું રસપ્રદ રહેશે. અહીં જાણો ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી મૂવીઝ વિશે.

બાહુબલી 2 (હિન્દી)

બાહુબલી 2 (હિન્દી)

ફિલ્મ બાહુબલી 2 (હિન્દી) એ 511.30 કરોડનું કલેક્શન કર્યું હતું.

દંગલ

દંગલ

આમિર ખાનની આ ફિલ્મે ભારતમાં 387.39 કરોડનો બિઝનેસ કર્યો હતો.

સંજુ

સંજુ

રણબીર કપૂર સ્ટારર આ સંજય દત્તની બાયોપિક ફિલ્મએ 341.22 કરોડનું કલેક્શન કર્યું હતું.

પીકે

પીકે

આમિર ખાન અને અનુષ્કા શર્માની આ ફિલ્મે 339.50 કરોડની કમાણી કરી હતી.

ટાઇગર જિંદા હૈ

ટાઇગર જિંદા હૈ

સલમાન ખાન- કેટરિના કૈફની આ બ્લોકબસ્ટર ફિલ્મે 339.16 કરોડનો બિઝનેસ કર્યો હતો.

બજરંગી ભાઈજાન

બજરંગી ભાઈજાન

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનએ 320.34 કરોડનું કલેક્શન કર્યું હતું.

આ પણ જુઓ: ભણશાળીએ આલિયા સાથે લૉક કરી આગામી ફિલ્મ, 'ગંગૂબાઈ કાઠિયાવાડી', જાણો એ કોણ છે

English summary
BOX OFFICE: Hrithik-Tiger war crosses 300 Crore in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X