એટલી બકવાસ છે હમશકલ્સ? કરીનાએ પણ નથી જોઈ!!

મુંબઈ, 27 જૂન : સાજિદ ખાનની બહુચર્ચિત અને બહુપ્રચારિત ફિલ્મ હમશકલ્સ ગત સપ્તાહે રિલીઝ થઈ હતી અને રિલીઝ પહેલા ફિલ્મને જે ઝડપે હાઇપ અપાઈ હતી, તે જ ઝડપે રિલીઝ થતા જ ફિલ્મ નીચે ઉતરી ગઈ. મોટાભાગના ક્રિટિક્સે ફિલ્મને બોરિંગ અને બકવાસ ગણાવી છે.

અગાઉ હિમ્મતવાલા ફિલ્મની નિષ્ફળતા બાદ સાજિદ ખાનની હમશકલ્સ ફિલ્મ પ્રત્યે લોકોને ઘણી આશાઓ હતી. ફિલ્મમાં એક નહીં, પણ ત્રણ-ત્રણ હીરો હતાં અને તે પણ ત્રણ-ત્રણ રોલમાં, તો બીજી બાજુ ત્રણ હીરોઇનો પણ હતી. આમ સરવાળે આ ફિલ્મમાં 12 પાત્રો હતાં. આમ છતાં હમશકલ્સ ફિલ્મ લોકોની અપેક્ષાએ ઉણી ઉતરી હોય, તેવું લાગે છે. મોટાભાગના ક્રિટિક્સે ફિલ્મની ટીકા કરી છે અને કેટલાક ક્રિટિક્સે તો ઝીરો રેટિંગ સુદ્ધા આપ્યાં છે.

સૈફ અલી ખાન નિર્મિત અને અભિનીત હમશકલ્સ ફિલ્મમાં રીતેશ દેશમુખ તથા રામ કપૂર અને એશા ગુપ્તા, તમન્ના ભાટિયા તેમજ બિપાશા બાસુ જેવા કલાકારો હતાં. હમશકલ્સ ફિલ્મના ખરાબ રેટિંગ બાદ ફિલ્મની કમાણી ઉપર ખતરો તોળાઈ રહ્યો છે, તો વધુ એક ચોંકાવનારા સમાચાર એવા આવ્યાં છે કે સૈફ અલી ખાનના પત્ની અને બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂરે પણ આ ફિલ્મ અત્યાર સુધી જોઈ નથી.

સાંભળીને આશ્ચર્ય થયું ને? ચાલો સ્લાઇડર સાથે આપને બતાવીએ કે કરીનાએ કેમ નથી જોઈ પોતાના પતિની ફિલ્મ :

નથી જોઈ હમશકલ્સ

નથી જોઈ હમશકલ્સ

અભિનેત્રી કરીના કપૂર કહે છે કે તેઓ પોતાના અભિનેતા-નિર્માતા પતિ સૈફ અલી ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ હમશકલ્સ જોઈ નથી શક્યાં.

સિંઘમ રિટર્ન્સમાં વ્યસ્ત

સિંઘમ રિટર્ન્સમાં વ્યસ્ત

કરીના કપૂર કહે છે કે તેઓ હાલ રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિંઘમ રિટર્ન્સના શૂટિંગમાં વ્યસ્ત છે.

ટ્રેલર જોઈ ખૂબ હસી

ટ્રેલર જોઈ ખૂબ હસી

કહે છે કે કરીના કપૂર હમશકલ્સના ટ્રેલરમાં સૈફને સેક્સી વુમન તરીકે જોઈ પેટ પકડીને હસ્યા હતાં.

હું હિન્દી ફિલ્મો નથી જોતી

હું હિન્દી ફિલ્મો નથી જોતી

એક ઇંટરવ્યૂમાં કરીનાને પૂછવામાં આવ્યું કે તેમણે પોતાના પતિની હમશકલ્સ જોઈ લીધી? કરીનાએ જવાબ આપ્યો - હું પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી અને હું હિન્દી ફિલ્મો વધારે નથી જોતી.

બે જ ફિલ્મો જોઇશ

બે જ ફિલ્મો જોઇશ

કરીનાએ હસતા જણાવ્યું - હું આ વર્ષે માત્ર બે ફિલ્મો સિંઘમ રિટર્ન્સ અને પીકે જ જોઇશ, કારણ કે બંને ફિલ્મો મારા મનપસંદ દિગ્દર્શકો બનાવી રહ્યાં છે.

રોહિત-રાજકુમાર

રોહિત-રાજકુમાર

સિંઘમ રિટર્ન્સ રોહિત શેટ્ટી બનાવી રહ્યાં છે, તો પીકે રાજકુમાર હીરાણી બનાવી રહ્યાં છે અને આ બંને દિગ્દર્શકો કરીનાના મનપસંદ દિગ્દર્શકો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X