For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં ફેરફારને મંજૂરી, હવે થિયેટરમાં ભૂલથી પણ ના કરતા આ કામ

મોદી સરકાર તરફથી બોલિવુડને મોટા રાહત મળી છે. ફિલ્મોની પાયરસી રોકવા માટે કેબિનેટે સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં ફેરફારને મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર તરફથી બોલિવુડને મોટા રાહત મળી છે. ફિલ્મોની પાયરસી રોકવા માટે કેબિનેટે સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં ફેરફારને મંજૂરી આપી દીધી છે. આ ફેરફાર બાદ હવે થિયેટરોમાં ફિલ્મોને રેકોર્ડ કરવા અને ઈન્ટરનેટ પર નાખવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે સાથે આ એક્ટમાં સજાની પણ જોગવાઈ છે. જે હેઠળ આરોપીને ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે.

6 એએમાં એક નવી કલમ જોડવામાં આવશે

6 એએમાં એક નવી કલમ જોડવામાં આવશે

કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં ફેરફારને મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યુ કે આ ફેરફાર કરાયેલ એક્ટના 6 એએમાં એક નવી કલમ જોડવામાં આવશે. ત્યારબાદ કોઈ પણ ફિલ્મને પ્રોડ્યુસર કે કંપનીની અનુમતિ વિના રેકોર્ડ કરવુ કાયદાકીય રીતે ગુનો ગણાશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવુડ જો કોઈ વસ્તુથી પરેશાન થયો હોય તો તે ફિલ્મોની પાયરસીથી. આની અસર બોક્સ ઓફિસ પર પણ પડે છે.

અનિલ કપૂરે ટ્વીટ કરી પીએમ મોદીનો માન્યો આભાર

સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં ફેરફાર બાદ કેબિનેટમાંથી મંજૂરી બાદ અભિનેતા અનિલ કપૂરે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. અનિલ કપૂરે ટ્વીટ કરીને કહ્યુ કે પ્રસ્તાવિત સંશોધનોથી ઉદ્યોગના રાજસ્વમાં વૃદ્ધિ થશે, રોજગાર વધશે, ભારતની રાષ્ટ્રીય એલપી નીતિના મહત્વપૂર્ણ ઉદ્દેશોને પૂરા કરવામાં આવશે અને ઑનલાઈન પાઈરસી અને ઉલ્લંઘન કરનારી વસ્તુઓથી પણ રાહત મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળનો આભાર.

પ્રોડ્યુસર્સ ગિલ્ડે પણ કર્યુ સ્વાગત

આ ઉપરાંત સરકારના આ પગલાને પ્રોડ્યુસર્સ ગિલ્ડે પણ સ્વાગત કર્યુ. પ્રોડ્યુસર ગિલ્ડે નિવેદન જારી કરીને કહ્યુ કે એસોસિએશન ખુલ્લા મનથી ભારત સરકારના આ પગલાંનુ સ્વાગત કરે છે. એસોસિએશને કહ્યુ કે સરકારનું આ પગલુ પીએમ મોદીના એ વચનને પૂરુ કરે છે જે તેમણે 19 જાન્યુઆરી 2019ના રોજ સિનેમા મ્યુઝિયમના ઉદઘાટનના અવસર પર કહ્યુ હતુ.

આ પણ વાંચોઃ સોનુ નિગમની થઈ ગઈ એવી હાલત, આપણને સૌને પણ આમ ન કરવા ચેતવ્યાઆ પણ વાંચોઃ સોનુ નિગમની થઈ ગઈ એવી હાલત, આપણને સૌને પણ આમ ન કરવા ચેતવ્યા

English summary
Cabinet approves Cinematograph Act amendments Bill, 2019, Bollywood Anil Kapoor thanks PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X