For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૅંસર એટલે કૅંસલ નહીં, છે તેનો ઇલાજ છે જ : મનીષા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 ઑક્ટોબર : કૅંસર સામે ઝઝૂમતાં લાખો લોકો માટે મંગળવારે સાંજે બૉલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલા દ્વારા કરાયેલ એક પ્રવચન સંજીવની બની ગયું. મનીષાએ બળપૂર્વક જણાવ્યું - જો અમે કરી શકતા હોઇએ, તો આપ પણ કરી શકો છો.

manisha-koirala

કૅંસર જેવી પ્રાણઘાતક બીમારી ઉપર વિજય મેળવનાર આ અબિનેત્રીએ તેવી ધારણાને અસ્વીકાર કરી નાંખ્યું કે કૅંસરનો કોઈ ઇલાજ નથી. મનીષાએ કૅંસરની સારવારની દર્દનાક પ્રક્રિયા તેમજ પોતાની પીડાદાયક ક્ષણો અંગે વાત કરી. તેમણે કૅંસર પ્રત્યે લોકોને જાગૃત કરવાનો નિર્ણય કર્યો છે.

મનીષા કોઈરાલા અહીં એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાયેલ પ્રતિજ્ઞા, કૅંસર મિથ્સ એન્ડ રિયલિટી કાર્યક્રમ પ્રસંગે પોતાના અનુભવો શૅર કરી રહ્યા હતાં. કૅંસર પીડિત શબ્દને નાપસંદ કરનાર મનીષા કોઈરાલાને આ શબ્દ નિરીહ લાગે છે. તેઓ પોતાની જાતને કૅંસર યોદ્ધા ગણાવે છે. તેમણે જણાવ્યું - અહીં કૅંસરનો મતલબ મોત થાય છે. નહીં, એવું બિલ્કુલ નથી. હું એવા તમામ લોકોને જાણુ છું કે જેમને કૅંસર થયું, તેનું નિદાન થયું અને હાલમાં તેઓ સાજા છે. આવો આપણે દરેક પ્રકારના પડકારો સામે યુદ્ધ કરીએ. તેમણે સ્વસ્થ જીવન જીવવા તેમજ જૈવિક ભોજન લેવા ઉપર બળ આપ્યું.

English summary
In a joint effort to raise awareness about cancer, Bollywood actress Manisha Koirala and Indian cricketer Yuvraj Singh Tuesday evening pepped up millions of people affected with the ailment, asserting ‘If we can, you can’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X