અભિનેત્રી સોનાક્ષી સિન્હા સહીત 5 લોકો પર કેસ નોંધાયો
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા સહીત 5 લોકો પર 37 લાખ રૂપિયાની દગાખોરીનો કેસ નોંધવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા સહીત 5 લોકો પર 37 લાખ રૂપિયાની દગાખોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે દિલ્હીમાં થયેલા એક કાર્યક્રમમાં એડવાન્સ પેમેન્ટ લીધા પછી પણ સોનાક્ષી સિન્હા નહિ આવી. તેનાથી નારાજ આયોજક પ્રમોદ શર્માએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પરંતુ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી. તેનાથી દુઃખી થઈને પ્રમોદે 13 ફેબ્રુઆરીએ ઝેર પી લીધું.

સંયોગ સારો રહ્યો કે સમય પર ઉપચાર થવાને કારણે પ્રમોદનો જીવ બચી ગયો. મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલે સોનાક્ષી સિન્હા સહીત ફૂલ ઓન કંપનીના અભિષેક સિન્હા, ધુમીકા ઠક્કર, એડગર સ્કરીયા અને માલવિકા પંજાબીને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મામલાની જાંચ પુરી થયા પછી સોનાક્ષી સિન્હા સહીત અન્ય આરોપીઓ સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફરિયાદકર્તાએ પોલીસ પર દબાણ લાવવા માટે ઝેર પીવાની પગલું ભર્યું હતું.
પ્રમોદે આરોપ લગાવ્યો છે કે સોનાક્ષીએ કાર્યક્રમના દિવસે 30 સપ્ટેમ્બર 2018 દરમિયાન સવારે 10 વાગ્યાની ફ્લાઇટ કેન્સલ કરાવીને સવા ત્રણ વાગ્યાની ફ્લાઈટ બુક કરાવવા માટે કહ્યું. સોનાક્ષીના મેનેજરના કહેવા પર ફરી 64 હજાર રૂપિયાની બે ટિકિટ બુક કરાવવામાં આવી. બધું જ નક્કી થવા છતાં પણ સોનાક્ષી કાર્યક્રમમાં નહીં આવી. જેને કારણે કાર્યક્રમમાં હાજર ભીડે હંગામો કરી દીધો. ગુસ્સે થયેલા લોકોએ તોડફોડ કરી. સોનાક્ષીના નહીં આવવાને કારણે કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો, જેને કારણે આયોજન સાથે જોડાયેલો બધો જ ખર્ચો તેને પોતાના ખિસ્સાથી આપવો પડ્યો.












Click it and Unblock the Notifications
