For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ સુસાઈડ કેસમાં કરણ જોહર, સલમાન સહિત 8 સામે કેસ નોંધાયો

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ મામલે આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ મામલે આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ બિહારના મુઝફ્ફરપુરમાં વકીલ સુધીર કુમાર ઓઝાએ નોંધાવ્યો છે. જે લોકો સામે કેસ કરવામાં આવ્યો છે તેમાં ફિલ્મકાર કરણ જોહર, સંજય લીલા ભણશાળી, સલમાન ખાન અને એકતા કપૂરના નામ પણ શામેલ છે. આ બધા સામે આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

'સાત ફિલ્મોમાંથી હટાવવામાં આવ્યો'

'સાત ફિલ્મોમાંથી હટાવવામાં આવ્યો'

વકીલ સુધીર કુમાર ઓઝાનુ કહેવુ છે કે, 'ફરિયાદમાં મે એ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતને સાત ફિલ્મોમાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની અમુક ફિલ્મો રિલીઝ પણ કરવામાં આવી નહિ. જેનાથી એવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ, જેણે તેમને આ પગલુ લેવા માટે મજબૂર કરી દીધા.' તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે જે રીતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટ પર ગળે ફાંસો ખાઈને જીવ આપી દીધો ત્યારબાદ આખો દેશ તેમના આ પગલાંથી સ્તબ્ધ છે અને કોઈને પણ સુશાંતના મોત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.

પિતા અને બહેનોએ આપ્યુ આ નિવેદન

સુશાંતના પિતા કે કે સિંહ અને બંને બહેનોએ પોલિસમાં પોતાનુ નિવેદન નોંધાવ્યુ છે. તેમના પિતાએ પોલિસને જણાવ્યુ કે મારો દીકરો હંમેશા દુઃખી અનુભવ કરતો હતો પરંતુ મને ખબર નહોતી કે તે ડિપ્રેશનમાં છે. મુંબઈ પોલિસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે પરિવારે અમને એ અંગેની માહિતી આપી છે કે તેમને એ વાતની ખબર નહોતી તે છેવટે સુશાંત કેમ ડિપ્રેશનમાં હતા, એટલુ જ નહિ પરિવારે એ વાતનો પણ ઈનકાર કર્યો કે તેમને આ ઘટના પાછળ કોઈના ઉપર શંકા છે. પોલિસે સુશાંતના ક્રિએટીવ મેનેજર સિદ્ધાર્થની પણ આ બાબતે પૂછપરછ કરી છે.

ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હતા સુશાંત

ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હતા સુશાંત

પહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે સુશાંતે ગળે ફાંસો ખાઈને જીવ દઈ દીધો છે પરંતુ મીડિયો રિપોર્ટ કહે છે કે તે પ્રોફેશનલ દુશ્મનીના કારણે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા. ગૃહમંત્રીના આ ટ્વિટ બાદ પોલિસનુ કહેવુ છે કે તે સુશાંતા દોસ્ત મહેશ શેટ્ટી સાથે ફરીથી એક વાર વાત કરી શકે છે જેથી આ વાતની માહિતી મળી શકે કે શું સુશાંત ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ દુશ્મનીના કારણે ડિપ્રેશનના શિકાર હતા. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે સુશાંત લગભગ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા પરંતુ ડિપ્રેશનમાં રહેવાનુ કારણ શું હતુ તે વિશે હજુ કંઈ ખબર પડી શકી નથી. સુશાંત પાસે કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી.

સોશિયલ મીડિયા પર આ લોકોનો થઈ રહ્યો છે વિરોધ

સોશિયલ મીડિયા પર આ લોકોનો થઈ રહ્યો છે વિરોધ

સુશાંતના નિધનના સમાચારથી સૌ કોઈ શોકમાં છે. સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો તેમના આ પગલાં પાછળ નેપોટિઝમને ગણાવી રહ્યા છે અને કરણ જોહર જેવા ફિલ્મકારોનો વિરોધ કરી રહ્યા છે. સુશાંતની સુસાઈડ નોટ વિશે બિહારમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકોએ આ દરમિયાન ઘણા ફિલ્મકારો અને અભિનેતાઓના પૂતળા બાળ્યા. સોશિયલ મીડિયા પર પણ લોકો જોરદાર ભડાશ કાઢી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબાણના સમાચારો પર કંગના રનોત, રવીના ટંડન અને રણવીર શૌરીએ પણ પ્રતિક્રિયા આપી છે.

Pics: એકતા કપૂરે સુશાંત સિંહ માટે રાખી પ્રાર્થનાસભા, અંકિતા લોખંડે પણ પહોંચીPics: એકતા કપૂરે સુશાંત સિંહ માટે રાખી પ્રાર્થનાસભા, અંકિતા લોખંડે પણ પહોંચી

English summary
Case filed against 8 people including karan johar in connection with sushant singh suicide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X