સેલિનાના ઘરે સુખ અને દુઃખ આવ્યા એક સાથે

Written By:
Subscribe to Oneindia News

એક્ટ્રેસ સેલિના જેટલીએ આ વખતે પણ બે બાળકોને જન્મ આપ્યો છે, પરંતુ આ ખુશી સાથે તેના જીનવમાં એક દુઃખ પણ આવ્યું છે. 10 સપ્ટેમ્બરે સેલિનાના ઘરે ફરી બે બાળકોનો જન્મ થયો હતો. તેણે તેમનું નામ આર્થર જેટલી હાગ અને શમશેર જેટલી હાગ રાખ્યું હતું, પરંતુ શમશેર જેટલી હાગનુ મૃત્યુ થયું છે. આ કારણથી ઘરમાં બાળકના જન્મની ખુશી અને એક બાળકના મોતનુ દુઃખ બંન્ને સાથે આવ્યા છે.

સોશ્યલ મીડિયા પર કરી જાણ

સોશ્યલ મીડિયા પર કરી જાણ

સેલિના જેટલીએ તેના ઓફિશિયલ પેજ પર આ વાતની જાણ કરતા જણાવ્યું હતું કે, આજે દશેરાના દિવસે હું તમારી સાથે એક આનંદની અને એક દુઃખની વાત શેર કરવા જઈ રહી છું. 10 સપ્ટેમ્બરના રોજ અમારા ઘરે ફરી બે જુડવા બાળકોનો જન્મ થયો હતો. પરંતુ શમશેરનું હૃદય જન્મથી જ નાજુક હતું. તેના હૃદયની સમસ્યા એટલી ગંભીર હતી કે તેને બચાવવુ ખૂબ જ કઠણ થઈ ગયુ હતું. હવે તે આ દુનિયામાં નથી રહ્યો પરંતુ તેનો બીજો અંશ આર્થર અમારી સાથે છે.

સેલિનાના પિતાની મૃત્યુ

સેલિનાના પિતાની મૃત્યુ

બે મહિના પહેલા જ સેલિના જેટલીના પિતાની મોત થઈ હતી અને ત્યાર બાદ તેના એક બાળકના મૃત્યુએ તેના જીવનમાં દુઃખનો વધારો કર્યો છે. આ દુઃખને વ્યક્ત કરતા તેણે લખ્યું, આ સમય મારા માટે ઘણો કઠણ છે. પરંતુ ભગવાન એક રસ્તો બંધ કરે છે, તો બીજો ખોલી નાખે છે. અમારા માટે આ પ્રકાશ એટલે આર્થર જેટલી છે. જે અમારા માટે ભગવાનના આર્શીવાદ સમાન જ છે.

સેલિનાના આ પહેલા જુડવા બાળકો

સેલિનાના આ પહેલા જુડવા બાળકો

સેલિનાના આ પહેલા પણ જુડવા બાળકો છે. જેનું નામ વિટસન અને વિરાજ છે. સેલિના તેના અને બાળકોના ફોટો અનેક વખત સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે.

બીજી પ્રેગ્નેન્સીથી હતી ખુશ

બીજી પ્રેગ્નેન્સીથી હતી ખુશ

સેલિનાને જ્યારે જાણ થઈ કે તે બીજી વાર પ્રેગનેટ છે અને આ વખતે પણ જુડવા બાળકોને જન્મ આપવાની છે ત્યારે તે આવતથી ઘણી ખુશ હતી. તેણે પોતાના બેબી બંપ સાથે ઘણી તસવીરો શેર કરી હતી. બાથટબવાળી આ તસવીરને કારણે અનેક વિવાદો પણ સર્જાયા હતા.

English summary
Celina Jaitely welcomes second set of twins but lost one due to heart disease. Read more here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.