• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

છિછોરેને એક વર્ષ પૂરુ, ટીમે શેર કર્યા એવા ફોટા જે તમારુ દિલ તોડી દેશે

|

સુશાંત સિંહ રાજપૂતની છિછોરેને એક વર્ષ પૂરુ થઈ ચૂક્યુ છે. ફિલ્મના ડાયરેક્ટર નિતિશ તિવારી અને સુશાંત સિંહ રાજપૂતના કો-સ્ટાર્સે આ પ્રસંગે સુશાંતને યાદ કર્યા. વળી, ટીમે સુશાંતને એક ટ્રિબ્યુટ આપીને તેમના અમુક ફોટા શેર કર્યા. આ ફોટામાં એક હસતા સુશાંતને જોઈને કોઈનુ પણ દિલ તૂટી જશે. સુશાંતને દરેક જણ જાણતુ હતુ. જીવનને ભરપૂર રીતે માણી રહેલો એક વ્યક્તિ.

સૌથી અલગ અને સૌની મનપસંદ ફિલ્મ

સૌથી અલગ અને સૌની મનપસંદ ફિલ્મ

સુશાંત સિંહ રાજપૂત, સંભાવનાઓથી ભરેલા એક અભિનતા હતા. એ જ કારણ છે કે પોતાના નાના કરિયરમાં તેમણે એવી બુલંદી અને શોહરત જોઈ જે બહુ ઓછા લોકો જોઈ શકે છે. વળી, તેમણે પોતાના નાના કરિયરમાં એકથી એક શ્રેષ્ઠ ફિલ્મો આપી. છિછોરે, 2019ની સૌથી અલગ અને સૌની મનપસંદ ફિલ્મ બની. હસતા રમતા જિંદગીનો સાર બતાવતા છ દોસ્તોન કહાનીએ સૌનુ દિલ જીત્યુ હતુ. જુઓ ફિલ્મના અમુક યાદગાર ડાયલૉગ્ઝ અને ગીતોના બોલ જે બધાને કંઈને કંઈ શીખવી જાય છે.

સાચા દોસ્તની ઓળખ

સાચા દોસ્તની ઓળખ

સાચા દોસ્ત એ જ હોય છે જે સારા સમયમાં તમારી બજાવે છે અને જ્યારે સૌથી ખરાબ સમય આવે છે તો એ જ છિછોરે તમારા દરવાજાની બહાર ઉભેલા જોવા મળે છે.

કોશિશ કરનાર હારતા નથી

કોશિશ કરનાર હારતા નથી

તમારુ રિઝલ્ટ ડિસાઈડ નથી કરતુ કે તમે લુઝર છો કે નહિ, તમારી કોશિશ એ નક્કી કરે છે.

લૂઝરનો મતલબ

લૂઝરનો મતલબ

બીજાથી હારીને લૂઝર ગણાવાથી અનેક ગણુ ખરાબ છે ખુદથી હારીને લુઝર ગણાવુ.

અસલી પ્લાન

અસલી પ્લાન

સક્સેસ બાદના પ્લાન બધાની પાસે છે પરંતુ જો ભૂલથી ફેલ થઈ ગયા તો તેનાથી કેવી રીતે ડીલ કરવાનુ છે તેની કોઈ વાત જ નથી કરવા માંગતુ.

સૌથી જરૂરી શું છે

સૌથી જરૂરી શું છે

આપણે હાર જીત, સક્સેસ ફેલિયરમાં એટલા ગૂંચવાઈ ગયા છે કે જિંદગી જીવવાનુ જ ભૂલી ગયા છે. જિંદગીમાં જો કંઈ સૌથી વધુ મહત્વનુ છે તો તે છે ખુદ જિંદગી.

દોસ્તીનો જાદૂ

દોસ્તીનો જાદૂ

ખબર નહિ શું છે કૉલેજ લાઈફમાં જ્યાં અજાણ્યા મળે છે અને દોસ્ત બની જાય છે. જિંદગીભર માટે. અને જેવા તેવા દોસ્ત નહિ કૂત્તે દોસ્ત.

ફેમિલી ટાઈમ પણ જરૂરી

ફેમિલી ટાઈમ પણ જરૂરી

આ કામ પણ કેટલી ચાલુ ચીજ છે ને. જ્યારે કામને ટાઈમ જોઈએ ત્યારે ફેમિલી એડજસ્ટ કરે છે ને. અને જ્યારે ફેમિલીને ટાઈમ જોઈએ તો કામે એડજસ્ટ કરવુ જ પડશે.

દોસ્તીના દિવસ

દોસ્તીના દિવસ

યાદોના જૂના આલ્બમમાં, છૂપાવીને રાખ્યા છે અમે એ દિવસ. ગુલ્લકમાં પડેલી પાયલીની જેમ બચાવીને રાખ્યા છે અમે એ દિવસ. દોસ્તી અને દોસ્તો પાસેથી ઉધારના દિવસ હતા, એ પણ શું દિવસ હતા.

ફિકર નૉટ

ફિકર નૉટ

કાલની ખુશીઓના મોંઘા મ્યુચ્યુઅલ ફંડ લઈને, હપ્તા કેમ ભરી રહ્યો છે આજને દંડ આપીને. ચિંતા કરીને શું મેળવીશ, મરતા પહેલા જ મરી જઈશ. સાંભળ આ ગીત કામમાં આવશે. બસ ખાઈ લે, પી લે, જીવી લે, જિંદગી છે શૉર્ટ. અરે પગલે ફિકર નૉટ.

હલ્લા બોલ

હલ્લા બોલ

જીવનના સંઘર્ષમાં થશે કેવો બેડો પાર, અંતર્મનની બારી ખોલ, જિગર જુટાવીને કર હલ્લા બોલ.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ - ચીન બૉર્ડર પર સ્થિતિ ગંભીર

English summary
Chhichhore team has released some pics of Sushant Singh Rajput that will break your heart on 1 year complition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X