For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંદી સિનેમાના જાણીતા સિનેમેટોગ્રાફર જૉની લાલનુ નિધન, માધવન, તુષાર કપૂર સહિત ઘણા સ્ટાર્સે વ્યક્ત કર્યુ દુઃખ

હિંદી સિનેમાના જાણીતા સિનેમેટોગ્રાફર જૉની લાલનુ નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ હિંદી સિનેમાના જાણીતા સિનેમેટોગ્રાફર જૉની લાલનુ નિધન થઈ ગયુ છે. આ સમાચારથી બૉલિવુડમાં શોકની લહેર છે. બૉલિવુડ અભિનેતા આર માધવને પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ સમાચારની માહિતી આપી છે. અભિનેતા આર માધવને ટ્વિટ કરીને જૉની લાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જૉની લાલે રહેના હે તેરે દિલમે, પાર્ટનર, ઓમ જય જગદીશ, મુઝે કુછ કહેના હે, શાદી નંબર 1, જીના સિર્ફ મેરે લિએ, ફૂલ એન્ડ ફાઈનલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે તેમનુ નિધન કયા કારણોસર થયુ છે તે હાલમાં જાણી શકાયુ નથી. માધવન ઉપરાંત તુષાર કપૂર અને સતીશ કૌશિક જેવા કલાકારોએ પણ ગુરુવારે(22 એપ્રિલ) ટ્વિટ કરીને જૉની લાલના નિધન પર શોક વ્યક્ત કર્યો.

'આપણે એક અદભૂત વ્યક્તિને ગુમાવી દીધા'

'આપણે એક અદભૂત વ્યક્તિને ગુમાવી દીધા'

આર માધવને ટ્વિટ કરીને લખ્યુ, 'મહામારીની ગાથા હાલમાં ચાલુ છે, આપણે એક અદભૂત વ્યક્તિને ગુમાવી દીધા છે. જે રહેના હે તેરે દિલમેમાં DOP હતા. તમારા આત્માને શાંતિ મળે જૉની સર. તમારી વિનમ્રતા, દયાળુતા અને પ્રતિભા અમને ખૂબ જ યાદ આવશે. તમે એટલી સરસ રીતે રહેના હે તેરે દિલમે માં કામ કર્યુ, જે અમારા મનમાં વસી ગયુ છે. તમને સ્વર્ગમાં જગ્યા મળે. મન ઉદાસ અને દુઃખી છે.'

તુષાર કપૂરે વ્યક્ત કર્યુ દુઃખ

અભિનેતા તુષાર કપૂરે લખ્યુ, 'RIP જૉની સર, મુઝે કુછ કહેના હે બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જે રીતે તમે તેને બનાવ્યુ તે આજે પણ મારી યાદોમાં તાજુ છે. આભાર મારી ફિલ્મમાં ઈમ્પરફેક્ટનેસને છૂપાવવા માટે, મારી પહેલી ફિલ્મ દરમિયાન તેઓ એક યુવાની જેમ દેખાતા હતા.' તુષાર કપૂરે 2001માં સતીશ કૌશિક દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મુઝે કુછ કહેના હે'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

'તમારી યાદ આવશે જૉની મા'

વળી, સતીશ કૌશિકે કહ્યુ છે, 'હે ભગવાન! હું એક મહાન સિનેમેટોગ્રાફર જૉની લાલના નિધન વિશે સાંભળીને દુઃખી છુ. તે એક બહુ જ સરળ વ્યક્તિ હતા. તમારી યાદ આવશે જૉની મા. પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ.' આર માધવન માર્ચમાં કોરોના સંક્રમિત મળ્યા હતા. જો કે હવે તે કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. વળી, સતીષ કૌશિક પણ કોવિડ-19 પૉઝિટીવ મળ્યા હતા.

ગુજરાતમાં જપ્ત કરવામાં આવ્યા 50 લાખના નકલી સેનિટાઈઝરગુજરાતમાં જપ્ત કરવામાં આવ્યા 50 લાખના નકલી સેનિટાઈઝર

English summary
Cinematographer Johny lal passed away, R Madhavan, Tushar Kapoor and others pay tributes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X