For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે પઠાણને લઈને મહારાષ્ટ્રમાં બબાલ, ભગવા બિકિનીને લઈને ફિલ્મ રિલિઝ નહીં થવા દેે બીજેપી

શાહરૂખ ખાન અને દીપિકાની ફિલ્મ પઠાણ વિવાદોમાં ઘેરાઈ છે. પહેલા સોંગથી જ દેશમાં હવે ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં બીજેપીએ ફિલ્મ રિલિઝ ન થવા દેવા ધમકી આપી છે

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ : લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ પઠાણ હવે રિલિઝ થવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર પઠાણની રિલિઝની તૈયારીઓ વચ્ચે હવે દેશભરમાં મોટો વિવાદ થઈ રહ્યો છે. બેશરમ રંગ સોંગને લઈને હવે આ વિવાદ સતત વધી રહ્યો છે. કેટલાક લોકોને દીપિકાએ પહેરેલી ભગવા બીકિનીથી મોટો વાંધો પડ્યો છે અને હવે મહારાષ્ટ્ર બીજેપી પર મેદાનમાં ઉતરી છે.

Pathan

શાહરૂખ ખાનની લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ પઠાણના પહેલા સોંગથી જ મોટો વિવાદ થઈ ગયો છે. સૌથી પહેલા મધ્યપ્રદેશમાં તેને લઈને વિરોધ અને વિવાદ થયો હતો. હવે આ વિવાદમાં મહારાષ્ટ્ર બીજેપી પણ કુદી છે અને ફિલ્મને રિલિઝ ન થવા દેવાની ધમકી ઉચ્ચારી છે.

સોંગમાં જોવા મળેલી દીપિકાની ભગવા રંગની બિકિનીને લઈને સૌથી પહેલા મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ વાંધો લીધો હતો. ત્યારબાદ ઘણા લોકો વિરોધ કરતા જોવા મળ્યા હતા. હવે મહારાષ્ટ્ર બીજેપીના ધારાસભ્ય રામ કદમે મોટુ નિવેદ આપ્યુ છે. રામ કદમે કહ્યું કે, પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણે ભગવા બિકીની પહેરીને હિન્દુત્વનું અપમાન કર્યું છે. તેમણે આ વિવાદને જેએનયુ સાથે પણ જોડ્યો હતો.

રામ કદમે ફિલ્મ નિર્માતાઓ પર આરોપ લગાવતા કહ્યું કે, જેએનયુ ધારીનો ઉદ્દેશ્ય જનેયુ ધારીનું અપમાન કરવાનો છે. રામ કદમે ધમકી આપતા કહ્યું કે, રાજ્યમાં કોઈ પણ હિંદુ વિરોધી ફિલ્મને રિલીઝ થવા દેવાશે નહીં. રામ કદમે ટ્વિટ કરીને જણાવ્યુ કે, દેશના ઘણા સંતો અને મહાત્માઓ સહિત અનેક હિન્દુ સંગઠનો અને કરોડો લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મ પઠાણનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં હાલમાં હિન્દુત્વની વિચારધારાવાળી સરકાર છે. વધુ સારું રહેશે જો ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો આગળ આવે અને સંતો અને દ્રષ્ટાઓ જે કહે છે તેના પર પોતાનું વલણ સ્પષ્ટ કરે.

રામ કદમે કહ્યું કે, અમારો પ્રશ્ન એ છે કે નિર્માતાઓ આગળ આવીને ઉઠાવવામાં આવેલા વાંધા પર સ્પષ્ટતા કેમ નથી કરી રહ્યા. તેનો અર્થ એ છે કે તેઓ જાણી જોઈને સસ્તી પ્રસિદ્ધિ ઈચ્છે છે. અમે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડતી અથવા હિંદુઓ વિરુદ્ધ કોઈ અપમાનજનક ટિપ્પણી અથવા ગીતો હોય તેવી કોઈ પણ ફિલ્મ કે સિરિયલને અમારા રાજ્યમાં સહન નહીં કરીએ.

અહીં રામ કદમે કહ્યું કે, અમારા સાધુ-સંતોએ એક ખાસ રંગ સામે વાંધો ઉઠાવ્યો છે. નિર્માતા-દિગ્દર્શક આગળ આવીને આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે. સ્ટેન્ડ સ્પષ્ટ છે કે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડનારી કોઈપણ ફિલ્મ કે સિરિયલને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. આ પહેલા મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, જો ફિલ્મમાં દીપિકાના કપડા અને કટ સીન બદલવામાં નહીં આવે તો તેઓ ફિલ્મને રાજ્યમાં રિલીઝ કરવા દેશે નહીં.

English summary
Controversy in Maharashtra over saffron bikini in Pathan movie song
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X