• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘PariYanka War’ ટળી : મૅરી કોમની અસરથી બચવા દાવત એ ઇશ્કની રિલીઝ Postponed

|

મુંબઈ, 12 ઑગસ્ટ : બરાબર એક વર્ષ બાદ બૉક્સ ઑફિસે ફરી એક વાર પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા વચ્ચે ટકરાવની શક્યતાઓ ઊભી થઈ હતી. અહીં, આગળ આપણે પ્રિયંકા અને પરિણીતીને તેમના મિશ્ર નામ પરિયંકા તરીકે જાણીશું. હા, તો પરિયંકા વૉર ફરી એક વાર બૉક્સ ઑફિસે થવાની હતી, પણ આ વખતે આ વૉર નહીં થાય.

ગત વર્ષે 6ઠી સપ્ટેમ્બરના રોજ પહેલી વખત પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા બૉક્સ ઑફિસે સામ-સામે ટકરાયા હતાં. એ બતાવવાની જરૂર નથી કે પ્રિયંકા અને પરિણીતી પિતરાઈ બહેનો છે. બૉલીવુડમાં પ્રિયંકા ચોપરા એક સ્થાપિત અને પોતાની જાતને સાબિત કરી ચુકેલા અભિનેત્રી છે, તો ઇશકઝાદે ફિલ્મ દ્વારા પદાર્પણ કરનાર પરિણીતી ચોપરાએ પણ બૉલીવુડમાં મહત્વનો મુકામ હાસલ કર્યો છે. ગયા વર્ષે 6ઠી સપ્ટેમ્બર, 2013ના રોજ પ્રિયંકા ચોપરાની ઝંજીર અને પરિણીતી ચોપરાની શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ હતી.

બરાબર એક વરસ બાદ આગામી 5 સપ્ટેમ્બરના રોજ ફરી એક વાર પરિયંકા વૉર બૉક્સ ઑફિસે થવાની પૂરી શક્યતાઓ હતી, કારણ કે પ્રિયંકા ચોપરાની મૅરી કોમ અને પરિણીતી ચોપરાની દાવત એ ઇશ્ક ફિલ્મ એક સાથે 5મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી. પ્રિયંકા ચોપરાની ફિલ્મ એથલીટ મૅરી કોમના જીવન પર આધારિત છે અને ફિલ્મના ટ્રેલર બાદ પ્રિયંકા અને ફિલ્મ બંનેના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે, તો બીજી બાજુ દાવત એ ઇશ્ક રોમ-કૉમ ફિલ્મ છે કે જેમાં પરિણીતી સાથે આદિત્ય રૉય કપૂર છે. દાવત એ ઇશ્કનું સંગીત લોકપ્રિય થઈ રહ્યુ છે, પણ ફિલ્મને મૅરી કોમ જેટલા વખાણ કે પ્રચાર નથી મળી રહ્યા.

તેથી જ યશ રાજ ફિલ્મ્સે દાવત એ ઇશ્કની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી 19મી સપ્ટેમ્બર કરી નાંખી છે. કહે છે કે મૅરી કોમ મોસ્ટ અવેટેડ ફિલ્મ છે અને તેની સામે કદાચ દાવત એ ઇશ્ક ફિલ્મના બિઝનેસ પર અસર થવાની શક્યતા હતી. એટલે જ દાવત એ ઇશ્કની રિલીઝ ડેટ 19મી સપ્ટેમ્બર કરી દેવાઈ છે. આ સાથે જ બૉક્સ ઑફિસે ઊભી થયેલી પરિયંકા વૉરની પરિસ્થિતિ હાલ પુરતી ટળી ગઈ છે.

જોકે પરિણીતી ચોપરા માટે 19મી સપ્ટેમ્બરની રિલીઝ ડેટ પણ ખાસ રાહતજનક નહીં રહે, કારણ કે આ દિવસે એક નહીં, પણ 7-7 ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ચાલો સ્લાઇડરમાં બતાવીએ કે દાવત એ ઇશ્ક સામે કઈ 6 ફિલ્મો પડકાર બની શકે?

ટળી પરિયંકા વૉર

ટળી પરિયંકા વૉર

બૉક્સ ઑફિસે 5મી સપ્ટેમ્બરના રોજ ઊભી થનાર પરિયંકા વૉર ટળી ગઈ છે. પરિણીતી ચોપરાની ફિલ્મ દાવત એ ઇશ્ક હવે પ્રિયંકા ચોપરાની ફિલ્મ મૅરી કોમ સામે બાથ નહીં ભીડે, કારણ કે મૅરી કોમ મોસ્ટ અવેટેડ ફિલ્મ છે અને તેથી પરિણીતીની ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દેવાઈ છે. જોકે આમ કરવા જતાં પરિણી સામે સોનમ કપૂર નવો પડકાર બની ઉપસ્યાં છે.

19મીએ થશે રિલીઝ

19મીએ થશે રિલીઝ

દાવત એ ઇશ્ક યશ રાજ ફિલ્મ્સની ફિલ્મ છે કે જેના દિગ્દર્શક હબીબ ફૈઝલ તથા નિર્માતા આદિત્ય ચોપરા છે. ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર અને પરિણીતી ચોપરા છે. સાજિદ-વાજિદ સંગીતકાર છે. ફિલ્મ 5મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટ 19મી સપ્ટેમ્બર, 2014 કરી દેવાઈ છે. જોકે પ્રિયંકાની ફિલ્મની અસરથી બચવાનો પ્રયત્ન કરવા જતા પરિણીતીએ હવે સોનમ કપૂરનો સામનો કરવો પડશે. કઈ રીતે? જાણવા માટે સ્લાઇડર આગળ ફેરવો.

ખૂબસૂરત

ખૂબસૂરત

રોમાંટિક કૉમેડી ફિલ્મ ખૂબસૂરતનું દિગ્દર્શન શશાંક ઘોષ અને નિર્માણ રિહા કપૂર, અનિલ કપૂર તથા સિદ્ધાર્થ રૉય કપૂરે કર્યુ છે. ફિલ્મમાં સોનમ કપૂર, ફવાદ અફઝલ ખાન, કિરણ ખેર, પ્રસનજીત ચૅટર્જી, રત્ના પાઠક તથા આમિર રઝા હુસૈન લીડ રોલમાં છે. તે 1980માં આવેલી ખૂબસૂરતની રીમેક છે.

અગ્લી

અગ્લી

અગ્લી સાઇકોલૉજિકલ થ્રિલર તથા ઇમોશનલ ડ્રામા ફિલ્મ છે કે જેનું લેખન-દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યુ છે. ફિલ્મ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013માં દર્શાવાઈ ચુકી છે.

તમંચે

તમંચે

રીચા ચડ્ઢા અને નિખિલ દ્વિવેદી અભિનીત તમંચે ફિલ્મ લવસ્ટોરી વિથ ગૅંગસ્ટર્સ, વાયલંસ અને ક્રાઇમ છે.

ઇક્કીસ તોપોં કી સલામી

ઇક્કીસ તોપોં કી સલામી

અનુપમ ખેર અને નેહા ધુપિયા અભિનીત ઇક્કીસ તોપોં કી સલામીના નિર્માતા અનુરાધા પ્રસાદ તથા અભિનવ શુક્લા છે. નૌટંકી ફિલ્મ્સના બૅનરની આ ફિલ્મનું દિગ્દર્શન રવિન્દ્ર ગૌતમે કર્યુ છે.

રોર

રોર

કમલ સદાના દિગ્દર્શિત રોર ફિલ્મ બંગાલી વાઘણોની વાર્તા છે કે જેઓ પોતાના સાવજોને અપહરણકારોના ચંગુલમાંથી મુક્ત કરાવે છે.

બલવિંદર સિંહ ફૅમસ હો ગયા

બલવિંદર સિંહ ફૅમસ હો ગયા

આ ફિલ્મની વાર્તા બે નાયકો મીકા અને શાનની આજુબાજુ ફરે છે કે જેઓ પોતાના સપનાની રાજકુમારીનું દિલ જીતવા સરખા નામ બલવિંદર સિંહ રાખે છે. આ રાજકુમારી પાસે અઢળક દોલત છે.

Oops Deepika

Oops Deepika

દીપિકા પાદુકોણેની Latest Oops Moment જોવા ક્લિક કરો.

English summary
Priyanka Chopra starer Mary Kom is getting so much praise by Bollywood celebrities and fans. Parineeti Chopra and Aditya Roy Kapoor starer Daawat-e-Ishq is not creating any buzz and so the team postponed the release of Daawat-e-Ishq as they did not want their movie to suffer because of Mary Kom. Daawat-E-Ishq, Khoobsurat and five other Bollywood movies are now releasing on 19th of September 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more