દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને મળશે દાદા સાહેબ ફાળકે અવૉર્ડ, લોકોએ કહ્યુ - અસલી હકદાર

દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને મળશે દાદા સાહેબ ફાળકે અવૉર્ડ.

મુંબઈઃ આશા પારેખ તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક રહી છે. અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે પોતાની ક્ષમતા સાબિત કરી છે. આશા પારેખનુ નામ બૉલિવુડની પ્રખ્યાત અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયુ છે. આશા પારેખનો જાદૂ ચાહકોમાં હજુ પણ જીવંત છે. તેના ચાહકો માટે એક સારા સમાચાર છે. આશા પારેખનું નામ દાદા સાહેબ ફાળકે નેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યુ છે. આ સમાચાર સામે આવતા જ અભિનેત્રીના ચાહકોમાં ખુશીનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે તે આ સન્માનની હકદાર છે.

Asha Parekh

અભિનેત્રી આશા પારેખને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી છે. આશા પારેખને ભૂતકાળમાં પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. આશા પારેખ તેમના સમયની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તેમણે રાજેશ ખન્ના, મનોજ કુમાર, સુનીલ દત્ત અને ધર્મેન્દ્ર જેવા તે સમયના મોટા સ્ટાર્સ સાથે કામ કર્યુ છે. અભિનેત્રીની જોડી દરેક સ્ટાર સાથે હિટ રહી છે.

એવુ માનવામાં આવે છે કે આશા પારેખ તેના સમયની સૌથી મોંઘી અભિનેત્રી હતી. આશા એક ફિલ્મ માટે પણ તગડી રકમ લેતી હતી. અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત મા ફિલ્મથી કરી હતી. આમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતુ. આશા પારેખ સેન્સર બોર્ડ ઑફ ઈન્ડિયાના ચેરપર્સન પણ રહી ચૂક્યા છે. અભિનેત્રીએ 80ના દાયકામાં પોતાનો જાદૂ ચલાવ્યો હતો. આશા પારેખે 'જબ પ્યાર કિસીસે હોતા હે', 'ઘરાના', 'ભરોસા', 'મેરે સનમ', 'તિસરી મંઝિલ', 'દો બદન', 'ઉપકાર', 'શિકાર', 'સાજન', 'આન મિલો સજના' જેવી મહાન ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X