
CID ફેન્સ માટે ગુડ ન્યૂજ, દયા-અભિજીતની વાપસી થશે
સીઆઈડી ફેન્સ માટે ગુડ ન્યૂજ સામે આવી રહ્યા છે. ફરી એકવાર સીઆઈડીની ટીમ પરત ફરી રહી છે. તે પણ પોતાના એક નવા અંદાજમાં. જેની પહેલી તસવીર સામે આવી છે. સીઆઈડી બંધ થયા બાદ ફેન્સ ભારે નિરાશ થઈ ગયા હતા. પરંતુ હવે સીઆઈડીના દયા અને અભિજીતની જોડી પરત ફરી રહી છે. તે પણ પોલીસના કેરેક્ટરમાં. આ નવું સીરિયલ જાસૂસીથી ભરપૂર હશે.

દયા-અભિજીતની
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ નવો શો પોલીસ પર આધારિત હશે. દરેક કેરેક્ટરના અંગત જીવનની કહાની પણ આ શોમાં જોવા મળી શકે છે. શોમાં સીઆઈડીના કેટલાય ચેહરા એટલે કે દયાનો રોલ નિભાવનાર દયાનંદ શેટ્ટી અને આદિત્ય શ્રીવાસ્તવન (અભિજીત), અને અંશા સૈયદ (ઈન્સપેક્ટર પૂર્વી) પણ શોમાં જોવા મળશે.
|
જુઓ તસવીર
જણાવી દઈએ કે સીઆઈડીની શરૂઆત સોની ટીવી પર 1998માં થઈ. ટીવીના એવા કેટલાય શો છે જે યૂટ્યૂબ પર લાખો વખત જોવાઈ ચૂક્યા છે. ચલો પછી સમય ગુમાવ્યા વિના એવા શોની યાદી જોઈએ જેને લાખો હિટ્સ મળી ચૂકી છે.

વિક્રમ વેતાલ
આ ટીવીનો એવો પહેલો શો હતો જેમાં ભૂતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 1985માં પ્સારિત થયેલ આ શોના કુલ 26 એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા. હવે આ શોને યૂટ્યૂબ પર 45 લાખ વખત જોવાઈ ચૂક્યો છે.

બ્યોમકેશ બક્શી
1993થી 1997 સુધી દૂરદર્શન પર આ શોનુ પ્રસરાણ થયું. આ સોની 2 સીઝનના 36 એપિસોડને અત્યાર સુધી યૂટ્યૂબ પર 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ જાસૂસી પર બનેલ લોકપ્રિય શો રહ્યો.

અલીફ લૈલા
આ બાળકોનો સૌથી પસંદીત શો હતો. એક અનોખી દુનિયાની કહાની. ગ્રાફિક્સના મુકાબલે આ સો આજના નાગ નાગિનથી ઘણો પાછળ છે પરંતુ યૂ ટ્યૂબ પર આ શો આજે પણ લોકપ્રિય છે. આ શોને અત્યાર સુધી 40 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે.

મોગલી
1993માં આ શો ટેલિકાસ્ટ થોય હતો. યૂટ્યૂબ પર આ શોને અત્યાર સુધીમાં 63 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે.

શક્તિમાન
1997માં આ પહેલો સુપરહીરો શો ટોલીકાસ્ટ થયો હતો. 10 વર્ષ સુધી સતત આ શો દુરદર્શન પર ટેલીકાસ્ટ કરવામાં આવ્યો. 400 એપિસોડના આ શોને યૂટ્યૂબ પર 40 લાખ વખત જોવામાં આવ્યો છે.
તો શું પહેલેથી જ પરિણીત છે સુનૈના રોશનને પ્રેમ કરવાનો દાવો કરનાર રુહેલ અમીન?