આલિયા-દીપિકા વચ્ચે ઇમ્તિયાઝ જ થઈ ગયાં કૉકટેલ!
મુંબઈ, 11 જૂન : કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરથી ફિલ્મોમાં પ્રવેશ કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં કામ કરવા માંગે છે, તો બીજી બાજુ રણબીર કપૂરનો લીડ રોલ ધરાવતી ફિલ્મ હોવાથી ઇમ્તિયાઝ અલી દીપિકા પાદુકોણે સાથે ફિલ્મ કરવાનો વિચારી રહ્યાં છે.

નોંધનીય છે કે દીપિકા પાદુકોણે તથા રણબીર કપૂરની જોડી બૉક્સ ઑફિસે હિટ રહી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાની ફિલ્મે પણ એક સપ્તાહમાં જ સો કરોડનો બિઝનેસ કર્યો છે અને હવે આ એક સફળ જોડી તરીકે ગણાય છે.
આલિયા ભટ્ટ હાલ ઇમ્તિયાઝની હાઈવે ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. તેમનું કામ જોઈ ઇમ્તિયાઝ બહુ પ્રભાવિત છે. કહે છે કે દીપિકા અને આલિયા ભટ્ટ બંનેએ જ ઇમ્તિયાઝ અલી સાથે વાયદો કર્યો છે કે તેઓ તેમની ફિલ્મ માટે પોતાની ડેટ્સ ફ્રી રાખશે. હવે જોવાની વાત એ હશે કે દીપિકા અને આલિયામાંથી ઇમ્તિયાઝ અલી કોની પસંદગી કરે છે.
ઇમ્તિયાઝ અલી યુવા વર્ગ માટે ફિલ્મો બનાવવા અંગે જાણીતા છે. તેમણે જબ વી મેટ, રૉકસ્ટાર તથા કૉકટેલ જેવી ફિલ્મો બનાવી છે.












Click it and Unblock the Notifications
