ન્યુયૉર્કમાં એન્જૉય કરી પરત ફર્યાં ‘રંજારી રામ-લીલા’!
મુંબઈ, 7 જાન્યુઆરી : રંજાર ગામના રામ અને લીલા અમેરિકા ખાતેના ન્યુયૉર્કમાં એન્જૉય કરી મુંબઈ પરત ફર્યાં છે. સમજ્યાં કે નહીં? અમે વાત કરીએ છીએ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણેની. રણવીર અને દીપિકા ગઈકાલે રાત્રે મુંબઈ ઍરપોર્ટે કૅમેરે કેદ થયાં.

દીપિકા પાદુકોણેનો ગત 5મી જાન્યુઆરીએ જન્મ દિવસ હતો અને એટલે જ તેઓ રણવીર સિંહ સાથે ન્યુયૉર્ક ઉપડી ગયા હતાં. કહે છે કે રણવીર અને દીપિકા ન્યુયૉર્કમાં કેટલાંક સ્થળે સાથે દેખાયાં. મીડિયાથી બચવાના પ્રયાસ છતાં બંને કૅમેરે કેદ થઈ ગયાં. દીપિકાએ પોતાનો જન્મ દિવસ રણવીર સાથે ઉજવ્યો.












Click it and Unblock the Notifications
