રણવીર છે દીપિકાનો 8મો લવર : જુઓ અફૅર્સની લાંબી યાદી!

મુંબઈ, 28 મે : દીપિકા પાદુકોણેએ અવારનવાર ફકહેતા રહે છે કે તેઓ અત્યાર સુધી સિંગલ છે અને કોઈની સાથે રિલેશનશિપમાં નથી. તેથી મીડિયામાં તેમના અને રણવીર સિંહ અંગે જે પણ વાતો થાય છે, તે બધી તથ્યહીન છે. થોડાક માસ અગાઉ જ રણવીર સિંહ સાથે ન્યુયૉર્ક ખાતેથી પરત ફર્યા બાદ દીપિકાએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ હાલ કોઈની સાથે ડેટિંગ નથી કરતાં, પણ જે દિવસે કરશે, દુનિયાને જરૂરથી જણાવશે.

નોંધનીય છે કે રામલીલા ફિલ્મ બાદ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ વચ્ચે અફૅર્સની ચર્ચાઓ જાગી છે. અહીં સુધી કહેવાય છે કે આ રિલેશન અંગે રણવીર સિંહ સીરિયસ પણ છે, પરંતુ મહત્વાકાંક્ષી દીપિકા પાદુકોણે હાલ પોતાનું ધ્યાન માત્ર કૅરિયર ઉપર કેન્દ્રિત કરવા માંગે છે. સાત વર્ષના બૉલીવુડ કૅરિયરમાં દીપિકાનું નામ અનેક લોકો સાથે જોડાઈ ચુક્યું છે. વર્ષ 2013ની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણે હાલ સમ્પૂર્ણપણે ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ ઉપર કેન્દ્રિત છે કે જેમાં તેમના હીરો શાહરુખ ખાન છે. ફિલ્મ દીવાળીએ રિલીઝ થવાની છે.

ચાલો આજે બતાવીએ દીપિકા પાદુકોણેના લવ અફૅર્સ - નિહારથી રણવીર સુધી :

નિહાર-દીપિકા

નિહાર-દીપિકા

દીપિકા પાદુકોણેના મુંબઈમાં પ્રથમ બૉયફ્રેન્ડ નિહાર પંડ્યા હતાં. બંને 2005માં મુંબઈની એક એક્ટિંગ સ્કૂલમાં મળ્યા હતાં અને પછી મૈત્રી અને પછી પ્રેમ ફુટ્યો હતો. બંને વચ્ચેની રિલેશનશિપ 3 વર્ષ સુધી રહી હતી. જોકે પછી બંને છુટા પડી ગયા હતાં.

ઉપેન-દીપિકા

ઉપેન-દીપિકા

દીપિકા પાદુકોણે અને ઉપેન પટેલ વચ્ચે પણ ખાસો સમય સુધી પ્રેમ-પ્રકરણ ચાલ્યુ હતું.

મુઝામિલ-દીપિકા

મુઝામિલ-દીપિકા

દીપિકા પાદુકોણે અને મુઝામિલ ઇબ્રાહીમ વચ્ચે પણ ખાસો સમય સુધી રિલેશનશિપ રહી હતી.

ધોની-દીપિકા

ધોની-દીપિકા

પ્રકાશ પાદુકોણેના શહઝાદી દીપિકા પાદુકોણે 2007માં ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો, પરંતુ તેઓ ચર્ચામાં આવ્યાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના કારણે કે જેમની સાથે તેઓ ડેટિંગ કરતા જણાયા હતાં, પરંતુ ધોનીના કારણે જ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું.

યુવરાજ-દીપિકા

યુવરાજ-દીપિકા

કહે છે કે ધોની તરફથી ઇનકાર બાદ દીપિકાનું દિલ ક્રિકેટર યુવરાજ સિંહ ઉપર આવ્યુ હતું, પરંતુ આ સંબંધ પણ લાંબો ચાલ્યો નહીં.

રણબીર-દીપિકા

રણબીર-દીપિકા

હીરો રણબીર કપૂર સાથે સારો એવો સમય પસાર કર્યા બાદ દીપિકા-રણબીર વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. બંને પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. બ્રેક-અપનું કારણ સોનમ કપૂરને જણાવવાઈ, પરંતુ આજ સુધી સાચા કારણની ખબર નથી પડી.

સિદ્ધાર્થ-દીપિકા

સિદ્ધાર્થ-દીપિકા

રણબીર કપૂર સામે ચોટ પામેલ દીપિકાને વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાનો સાથ મળ્યો. ક્રિકેટ ગ્રાઉન્ડ હોય કે પછી પાર્ટી ઇવેંટ, દરેક સ્થળે દીપિકા-સિદ્ધાર્થ સાથે દેખાતા હતાં, પરંતુ પછી બંને જુદા થઈ ગયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X