For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા પાદુકોણ લૉન્ચ કરશે 'મેડ ઈન ઈન્ડિયા' ગ્લોબલ લાઈફસ્ટાઈલ બ્રાંડ, 2022થી થશે ઉપલબ્ધ!

લોબલ આઈકન દીપિકા પાદુકોણે આજે ઘોષણા કરી છે કે તેણે એક લાઈફસ્ટાઈલ બ્રાંડની સ્થાપના કરી છે અને લૉન્ચ કરવા માટે તૈયાર છે

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ગ્લોબલ આઈકન દીપિકા પાદુકોણે આજે ઘોષણા કરી છે કે તેણે એક લાઈફસ્ટાઈલ બ્રાંડની સ્થાપના કરી છે અને લૉન્ચ કરવા માટે તૈયાર છે જેની જડો ભારતમાં છે પરંતુ આની અનિવાર્ય વૈશ્વિક પહોંચ અને અપીલ હશે. ઘણુ બધુ તેની પ્રોફેશનલ અને પર્સનલ જર્નીની જેમ. લૉન્ચની પહેલી શ્રેણી સૌદર્ય અને ત્વચાની દેખરેખ પર કેન્દ્રિત હશે. દીપિકા પાદુકોણ હવે માત્ર ભારતમાં નહિ પરંતુ ગ્લોબલ સ્તરે સૌથી પ્રશંસિત કલાકારોમાંની એક છે અને તેની ઉપલબ્ધિઓએ તેને હાલમાં દિવસોમાં વૈશ્વિક દર્શકો અને ગ્રાહકો વચ્ચે સૌથી પ્રભાવશાળી અવાજોમાંની એક બનાવી દીધી છે.

100 સૌથી પ્રભાવશાળી લોકોમાંની એક

100 સૌથી પ્રભાવશાળી લોકોમાંની એક

ટાઈમ મેગેઝીને દીપિકા પાદુકોણને 2018માં દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાંની એકનુ નામ આપ્યુ છે. એક વર્ષ પછી તેને માનસિક જાગૃકતા વધારવામાં તેના નેતૃત્વ માટે પ્રતિષ્ઠિત વર્લ્ડ ઈકોનૉમિક ફૉરમ ક્રિસ્ટલ અવૉર્ડ મળ્યો હતો. 2018 અને 2021માં તેણે વેરાઈટીની ઈન્ટરનેશનલ વીમેન ઈમ્પેક્ટ રિપોર્ટમાં ફીચર કર્યુ હતુ, જે દુનિયાભરમાં મનોરંજન ક્ષેત્રે મહિલાઓની ઉપલબ્ધિઓની ઉજવણી કરે છે.

દુનિયામાં આપણી જબરદસ્ત પહોંચ છે

દુનિયામાં આપણી જબરદસ્ત પહોંચ છે

સોશિયલ મીડિયા પર સૌથી મોટી બ્રાંડ્ઝમાંની એક દીપિકા પાદુકોણ પાસે 100 મિલિયનથી વધુ ઉપયોગકર્તાની વિશાળ ડિજિટલ ફૂટપ્રિન્ટ છે. અભિનેત્રી કહે છે કે, 'મારુ માનવુ છે કે ભારતની સ્થિતિ હંમેશા વિશિષ્ટ રહી છે. જ્યારે બાકી દુનિયામાં આપણી જબરદસ્ત પહોંચ છે. આપણે એક એવો દેશ છે જે મૂલ્યો, સંસ્કૃતિ અને વારસામાં સમૃદ્ધ છે. જેના પણ અમને ખૂબ ગર્વ છે. માટે અમારો પ્રયાસ એક એવી બ્રાંડનુ નિર્માણ કરવાનો છે જેની જડો ભારતમાં છે, તેમછતાં તેની પહોંચ અને અપીલ ગ્લોબલ છે.'

દીપિકાનુ વર્કફ્રંટ

દીપિકાનુ વર્કફ્રંટ

આ બ્રાંડ 2022થી ઉપલબ્ધ થવાની આશા છે. ફિલ્મોની વાત કરીએ તો દીપિકા પાદુકોણ પાસે ધ ઈન્ટર્ન રીમેક, મહાભારત, ફાઈટર અને 83 સાથે-સાથે પઠાન અને શકુન બત્રાની ફિલ્મ સાથે પ્રભાસ સાથે નાગ અશ્વિનની પેન ઈન્ડયા ફિલ્મ જેવી શાનદાર લાઈન અપ છે. આ ઉપરાંત તે એક હૉલિવુડ ફિલ્મ પણ કરી રહી છે.

English summary
Deepika Padukone announced to be ready to launch a lifestyle brand that is rooted in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X