
Happy Birthday Deepika: 'રણવીર સિંહ પહેલા હું પ્રેમમાં ઘણી વાર છેતરાઈ', દીપિકાએ લવ લાઈફ પર કરી વાત
Deepika Padukone Birthday: બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. બૉલિવુડમાં દીપિકા પાદુકોણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. દીપિકા પાદુકોણ જેટલી પોતાની ફિલ્મો માટે ચર્ચામાં રહે છે એટલી જ તે પોતાની લવ લાઈફ અને રિલેશનશિપ માટે પણ વિવાદોમાં રહી છે. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે રણબીર કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી. પરંતુ રણવીર સિંહસાથે તેણે પોતાના સંબંધને નામ આપવા અને સાર્વજનિક કરવામાં બહુ સમય લગાવ્યો હતો. જેના વિશે ખુદ દીપિકાએ ઘણા ઈન્ટરવ્યુમાં ખુલીને વાત કરી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે હાલમાં જ પોતાની ફિલ્મ 'રાસલીલાઃ રામલીલા'ની પાંચમી વર્ષગાંઠ મનાવી કારણકે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેમાં પ્રેમ થયો હતો. દીપિકાના જન્મદિવસ પર આવો જાણીએ તેણે પોતાની લવ લાઈફ વિશે શું કહ્યુ હતુ?

રણવીર સિંહને પસંદ તો કરતી હતી પરંતુ..
હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણે ફિલ્મફેર સાથે વાત કરીને કહ્યુ હતુ, 'જ્યારે હું પહેલી વાર રણવીર સિંહને મળી તો મને તેના પર કોઈ ગંભીર ભરોસો નહોતો. હું રણવીર સિંહને પસંદ તો કરતી હતી પરંતુ સંપૂર્ણપણે કોઈ કમિટ નહોતી કરવા માંગતી. પરંતુ આ માત્ર રણવીર વિશે નહોતુ... આ એ વિશે હતુ કે હું એક સંબંધમાં બંધાવા માટે તૈયાર નહોતી...કારણકે રણવીર સિંહ પહેલા હું ઘણા સંબંધોમાં હતી અને ઘણી વાર હું છેતરાઈ હતી અને મારો ભરોસો તૂટ્યો હતો. જ્યારે હું રણવીર સિંહને મળી ત્યારે હું થાકી ગઈ હતી.'

હું ખરેખર તેને લાઈક કરતી હતી
રણવીર સિંહ પહેલા રણબીર કપૂર સાથે થયેલા બ્રેકઅપ પર દીપિકાએ કહ્યુ, 'જ્યારે મે 2021માં પોતાનો સંબંધ ખતમ કર્યો તો મે વિચાર્યુ કે હવે બહુ થઈ ગયુ, હવે હું પણ કેઝ્યુઅલ ડેટિંગના કૉન્સેપ્ટને એક્સપ્લોર કરીને જોઈશ. હું કોઈના પ્રત્યે જવાબદેહ નહોતી લેવા માંગતી. જ્યારે હું રણવીર સિંહને 2012માં મળી તો મે એને જણા્યુ કે મને લાગે છે કે આપણામાં કોઈ તો કનેક્શન છે, હું ખરેખર તેને લાઈક કરતી હતી. પરંતુ મે તેને ખુલીને જણાવ્યુ કે હું કોઈ પણ કમિટેડ રિલેશનશિપ નથી કરવા માંગતી. જો હું કોઈના પ્રત્યે આકર્ષિત થઈશ તો હું એ કરીશ જે મને યોગ્ય લાગશે.'

બૉલિવુડની ફેમસ જોડી
ફિલ્મફેરને જ આપેલા ઈન્ટરવ્યુમાં રણવીર સિંહે પણ કંઈક આવુ જ કહ્યુ હતુ, 'મારા જીવનમાં એક એવો દોર પણ હતો, જ્યારે હું માત્ર એક સંબંધ સાથે જોડાયેલો હતો, જેમાં કોઈ સ્ટ્રિંગ નહોતી. મે પણ અનુભવ્યુ કે એ વખતે હું એ સંબંધને તોડી નહોતો શકતો. પરંતુ હા, તમે એક વ્યક્તિ તરીકે બદલાવ છો અને વિકસિત થાવ છો. તમે વસ્તુઓ માટે કંઈક વધુ ઈચ્છુક થઈ જાવ છો. પરંતુ અત્યારે હું એવા રિલેશનશિપ વિશે વિચારી પણ નથી શકતો. મારા જીવનની ઘડી હવે ટકી રહી છે. હું ફેમિલી મેન બનવા માંગુ છુ. મને બાળકોથી પ્રેમ છે.' તો કંઈક આવી રીતે થઈ હતી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના પ્રેમ અને સંબંધની શરૂઆત. પરંતુ લગ્ન બાદ આ કપલ બૉલિવુડની એક ફેમસ જોડી છે. દીપિકા અને રણવીર સિંહના લગ્ન 14 નવેમ્બર 2018માં થયા હતા.
કિયારા અડવાણીના લેટેસ્ટ બિકિની ફોટોથી ફેન્સ બન્યા દિવાના, જુઓ Pics