Shoking! દીપિકા પાદુકોણે નવા વર્ષે ઈન્સ્ટા, FB, ટ્વિટરથી ડિલીટ કરી બધી પોસ્ટ, જાણો કેમ?

બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે નવા વર્ષના પહેલા દિવસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી સૌને ચોંકાવી દીધા છે.

Deepika Padukone Instagram, Facebook, Twitter Account: બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે નવા વર્ષના પહેલા દિવસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી સૌને ચોંકાવી દીધા છે. નવા વર્ષ 2021ની શરૂઆતથી પહેલા દીપિકા પાદુકોણના સોશિયલ મીડિયા અકાઉન્ટ ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામની બધી પોસ્ટ ડિલીટ થઈ ગઈ છે. જો કે આ વિશે દીપિકા પાદુકોણ તરફથી અધિકૃત માહિતી આવી નથી કે તેણે આવુ કેમ કર્યુ છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે એવુ પણ હોઈ શકે છે કે દીપિકાનુ સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ ગયુ હોય. એક કારણ એ પણ હોઈ શકે છે કે દીપિકા નવા વર્ષમાં નવી સ્લેટ સાથે 2021માં પ્રવેશ કરવા ઈચ્છતી હોય. જો કે આ વાતમાં સચ્ચાઈ શું છે એ તો માત્ર દીપિકા પાદુકોણ જ સ્પષ્ટ કરી શકે છે.

ઘણી બૉલિવુડ હસ્તીઓના અકાઉન્ટ થયા છે હેક

ઘણી બૉલિવુડ હસ્તીઓના અકાઉન્ટ થયા છે હેક

દીપિકા પાદુકોણના સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ ઘણી વધુ છે. એવામાં તેના ફેન્સ માટે આ એક શોકિંગ સમાચાર છે. હવે આ સવાલ સૌના દિમાગમાં છે કે તેણે આ પોસ્ટ ખુદ ડિલીટ કરી છે કે તે તેનુ અકાઉન્ટ હેક થઈ ગયુ છે. હાલમાં જ ઘણી બૉલિવુડ હસ્તીઓ જેવી કે ફરાહ ખાન અને વિક્રાંત મેસીના સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ ગયા હતા.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

દીપિકાના અકાઉન્ટમાં માત્ર એક ડીપી

દીપિકાના અકાઉન્ટમાં માત્ર એક ડીપી

દીપિકા પાદુકોણના ઈન્સ્ટા અને ટ્વિટર પર બસ એક ડીપી છે જેમાં અંગ્રેજી મેગેઝીન ઈન્ડિયા ટુડેનો કવર ફોટો લાગેલો છે. દીપિકા પાદુકોણના ઈન્સ્ટાગ્રામ પર 52 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. વળી, ટ્વિટર પર 27 મિલિયન અને ફેસબુક પર પણ તેના મિલિયન્સ ફોલોઅર્સ છે.

રણથંભોરમાં પોતાના પતિ રણવીર સિંહ સાથે રજાઓ માણી

રણથંભોરમાં પોતાના પતિ રણવીર સિંહ સાથે રજાઓ માણી

હાલમાં જ દીપિકા પાદુકોણ રણથંભોરમાં પોતાના પતિ રણવીર સિંહ સાથે રજાઓ મનાવવા ગઈ છે. દીપિકા પાદુકોણના વર્કફ્રંટની વાત કરીએ તો તે શકુન બત્રાની ફિલ્મ 'મહાભારત' અને 'પઠાન'માં જોવા મળવાની છે. વળી, પ્રભાસ સ્ટારર ફિલ્મ જેનુ હજુ ટાઈટલ સામે આવ્યુ નથી તેમાં પણ તે કામ કરવાની છે. આ ઉપરાંત તે એક ફિલ્મ સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સાથે કરવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X