દીપિકાના આ હોટ ફોટોશૂટ પર ફિદા થયો રણવીર!

Posted By:
Subscribe to Oneindia News

સોશિયલ મીડિયામાં હાલ છેલ્લા થોડા દિવસોથી દીપિકા પાદુકોણ છવાયેલી છે અને કારણ છે તેનું લેટેસ્ટ મેક્ઝિમ ફોટોશૂટ. દીપિકાના ફેન્સ અને બોલિવૂડ તેના આ હોટ ફોટોશૂટ પર ઓવારી ગયા છે. જો કે, કેટલાક લોકો એવા પણ છે જેમને દીપિકાનો આ એકદમ બોલ્ડ અંદાજ ખાસ પસંદ નથી આવ્યો અને તેઓ દીપિકાના ફોટોઝ પર નેગેટિવ કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

રણવીરને પસંદ છે દીપિકાનો આ અંદાજ!

રણવીરને પસંદ છે દીપિકાનો આ અંદાજ!

સોશિયલ મીડિયા પર હેટર્સ ભલે ગમે તે કહે, પરંતુ દીપિકાના કથિત બોયફ્રેન્ડ રણવીરને તો દીપિકાનો આ અંદાજ અત્યંત પસંદ પડ્યો છે. આ ફોટોશૂટના કેટલાક ફોટોઝ દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે અને રણવીરે આ તમામ ફોટોઝ લાઇક કર્યા છે!

અલગ છે દીપિકા!

અલગ છે દીપિકા!

દીપિકા ફિલ્મોમાં ઘણીવાર ગ્લેમરસ અંદાજમાં અને બિકિનીમાં જોવા મળી છે, પરંતુ તેનો આ અંદાજ ફેન્સે કદાચ જ જોયો હોય. 2 પીસ વ્હાઇટ બિકિનીમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. આ પહેલા દીપિકા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી, જ્યાં પોતાના ડ્રેસિંગથી તેણે સૌને ચોંકાવી દીધા હતા.

પસંદ છે એક્સપરિમેન્ટ!

પસંદ છે એક્સપરિમેન્ટ!

આ ફોટોશૂટ માટે દીપિકાને તૈયાર કરનાર શલીના નથાનીએ કહ્યું કે, દીપિકાને લૂક્સ સાથે એક્સપરિમેન્ટ કરવા પસંદ છે. દીપિકા આ ફોટોશૂટ અને લૂક અંગે અત્યંત સહજ હતી. જેને કારણે સ્કિન-શો છતાં આ ફોટોશૂટ વલ્ગર કે ચીલા-ચાલુ નથી લાગતું.

પદ્માવતી

પદ્માવતી

દીપિકાની આગામી ફિલ્મ છે સંજય લીલા ભણસાલીના પદ્માવતી, જેમાં ફરી એકવાર તે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળશે. એ પહેલાં પોતાના આ બોલ્ડ અને ગ્લેમરસ લૂક થકી દીપિકાએ પોતાના ફેન્સને જાણે સરપ્રાઇઝ આપ્યું છે.

વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ

વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ

આ સિવાય દીપિકા વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મનું નામ હજુ નક્કી નથી થયું, પરંતુ ફિલ્મમાં તેના હીરો હશે ઇરફાન ખાન. દીપિકા અને ઇરફાનની આ બીજી ફિલ્મ હશે, આ પહેલાં તેઓ પિકુમાં સાથે જોવા મળ્યા હતા.

સુપરસ્ટાર અને એક્ટરનું રેરે કોમ્બિનેશન

સુપરસ્ટાર અને એક્ટરનું રેરે કોમ્બિનેશન

વિશાલ ભારદ્વાજે દીપિકાના વખાણ કરતાં કહ્યું કે, 'દીપિકા બોલિવૂડની ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંની એક છે, તે સુપરસ્ટાર અને સારા એક્ટરનું રેર કોમ્બિનેશન છે.' વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ હની ત્રેહાન ડાયરેક્ટ કરશે, હની ત્રેહાન ઓમકારા, ઉડતા પંજાબ અને કમીને જેવી ફિલ્મોમાં કાસ્ટિંગ ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.

માફિયાના રોલમાં જોવા મળશે દીપિકા

માફિયાના રોલમાં જોવા મળશે દીપિકા

આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુંબઇની માફિયા ડોન રહિમા ખાનના રોલમાં જોવા મળશે, જે સપના દીદી તરીકે પણ પ્રખ્યાત હતી. ઇરફાન ખાન લોકલ ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે. એ.હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઇના એક ચેપ્ટર પર આ ફિલ્મ આધારિત છે. વિશાલ સાથે દીપિકાની આ પ્રથમ ફિલ્મ છે.

શું સાથે રહેવા લાગ્યા છે રણવીર-દીપિકા?

શું સાથે રહેવા લાગ્યા છે રણવીર-દીપિકા?

એક લીડિંગ વેબ પોર્ટલ અનુસાર દીપિકા પાદુકોણ રણવીર સાથે તેના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ ગઇ છે. રણવીર સિંહનું ઘર પદ્માવતીના સેટથી પ્રમાણમાં નજીક હોવાને કારણે દીપિકા ત્યાં શિફ્ટ થઇ હોવાનું કહેવાય છે. જો કે, એ પહેલાં એવા સમાચાર હતા કે, પદ્માવતીનું શૂટિંગ પૂર્ણ થાય ત્યાં સુધી બંન્ને મુંબઇની કોઇ હોટલમાં રહેશે. હવે બેમાંથી કઇ ખબર સાચી એ તો દીપિકા અને રણવીર જ જાણે!

English summary
Deepika Padukone flaunts her assets in her new Maxim photoshoot pictures and guess what? Ranveer Singh likes it!
Please Wait while comments are loading...