રાણી પદ્માવતી તરીકે દીપિકાની આ તસવીરો પણ વાયરલ

Written By:
Subscribe to Oneindia News

નવરાત્રીના પ્રથમ દિવસે 'પદ્માવતી' ફિલ્મનો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક જાહેર થયો હતો અને એ તસવીરોએ ધૂમ મચાવી હતી. દીપિકાનો રાણી પદ્માવતીનો અવતાર સૌને અત્યંત પસંદ પડ્યો હતો. હાલ સોશિયલ મીડિયા પર દીપિકાની બીજી પણ કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. રોયલ ગેટઅપમાં જોવા મળતી દીપિકા આ તસવીરોમાં પણ અત્યંત સુંદર લાગી રહી છે.

દીપિકા અને રાણી પદ્માવતી

દીપિકા અને રાણી પદ્માવતી

અહીં રાણી પદ્માવતીની સાથે દીપિકાની તસવીર જોવા મળે છે. કેટલાક કહી રહ્યાં છે કે, આ ફિલ્મ 'પદ્માવતી'ની નહીં, પરંતુ કોઇ એડ કેમ્પેનની તસવીરો છે. આ એડ કેમ્પેનની તસવીરો હોય તો પણ દીપિકાનો આ લૂક 'પદ્માવતી'ના તેના લૂક સાથે ખૂબ મળતો આવે છે અને આથી જ આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

દીપિકા પાદુકોણના થઇ રહ્યાં છે વખાણ

દીપિકા પાદુકોણના થઇ રહ્યાં છે વખાણ

રોયલ ગેટઅપમાં જોવા મળતી દીપિકાની સુંદરતાના પણ ખૂબ વખાણ થઇ રહ્યાં છે. સાથે જ કેટલાક લોકો રાણી પદ્માવતીની તસવીર સાથે તેની સરખામણી પણ કરી રહ્યાં છે. દીપિકાની આ ફિલ્મ મેકિંગ દરમિયાન સતત ચર્ચામાં રહી છે અને હવે તેના ફર્સ્ટ લૂકે પણ લોકોમાં ફિલ્મ અંગેની ઉત્સુકતા વધારી દીધી છે.

રણવીર સિંહ અને શાહિદ કપૂર

રણવીર સિંહ અને શાહિદ કપૂર

દીપિકા પાદુકોણની આ ફિલ્મ હાલ બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ કહેવાઇ રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અલાઉદ્દીન ખીલજીના પાત્રમાં જોવા મળનાર છે. આ પહેલાં રણવીર સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં પોઝિટિવ પાત્રમાં જ જોવા મળ્યા છે, જ્યારે આ ફિલ્મમાં તેઓ નેગેટિવ પાત્રમાં જોવા મળશે. રોયલ અંદાજમાં રણવીર અને શાહિદને જોવા માટે પણ લોતો આતુર છે.

કોને કેટલી ફી?

કોને કેટલી ફી?

મેકિંગ દરમિયાન આ ફિલ્મને લઇને ઘણો વિવાદ થયો હતો, એ તો સૌને ખબર છે. પરંતુ બોલિવૂડમાં પણ એક્ટર્સની ફી મામલે આ ફિલ્મે વિવાદ સર્જ્યો હતો. આ ફિલ્મ માટે શાહિદ અને દીપિકાને એકસરખી ફી મળી રહી છે, જ્યારે રણવીર સિંહને બંને કરતા વધારે ફી મળી છે. આ વાતને કારણે વિવાદ થયો હતો.

English summary
Padmavati: Deepika Padukone's unseen pictures from her latest film.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.