'છપાક'ની સફળતા માટે સિદ્ધિવિનાયક પહોંચી દીપિકા પાદુકોણ, પંજાબમાં થશે વિશેષ સ્ક્રીનિંગ

અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક' આજે રિલીઝ થઈ રહી છે. આ ખાસ પ્રસંગે દીપિકા મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિર પહોંચી.

અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક' આજે રિલીઝ થઈ રહી છે. આ ખાસ પ્રસંગે દીપિકા મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિર પહોંચી. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. લક્ષ્મીની ભૂમિકા ફિલ્મમાં દીપિકાએ નિભાવી છે. રિલીઝ થવાના બરાબર એક દિવસ પહેલા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પુડુચેરીમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. આની ઘોષણા ખુદ સીએમ કમલનાથ અને ભૂપેશ બઘેલે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર કરી છે.

પંજાબમાં વિશેષ સ્ક્રીનિંગ

પંજાબમાં વિશેષ સ્ક્રીનિંગ

પંજાબ સરકારના સામાજિક કલ્યાણ, મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ દ્વારા પણ કાલે એટલે કે શનિવારે જિરકપુરમાં એસિડ એટેક પીડિત લોકો માટે છપાક ફિલ્મની સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે.

અખિલેશ યાદવે આખો હૉલ બુક કરાવ્યો

છપાકને રિલીઝના પહેલા જ દિવસે સારી પ્રતિક્રિયા મળી રહી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરીને કહ્યુ છે કે તે આ ફિલ્મ જરૂર જુએ. તેમણે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને છપાક ફિલ્મ બતાવવા માટે ગોમતીનગરના મલ્ટીપ્લેક્સમાં એક આખો હૉલ બુક કરાવ્યો છે.

2005માં લક્ષ્મી પર થયો હતો એસિડ એટેક

આ ફિલ્મમાં વિક્રાંત મેસી દીપિકા સાથે જોવા મળશે. વિક્રાંતે લક્ષ્મીના રિયલ લાઈફ પાર્ટનર આલોક દીક્ષિતની ભૂમિકા નિભાવી છે. વર્ષ 2005માં લક્ષ્મી અગ્રવાલ પર દિલ્લીના ખાન માર્કેટમાં નદીમ ખાન અને ત્રણ અન્યએ એસિડ એટેક કર્યો હતો. છપાક ફિલ્મ આવી ઘટના પર આધારિત છે. લક્ષ્મી પર એસિડ એટેક કરનારનુ નામ ફિલ્મમાં બાબુ ઉર્ફે બશીર ખાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X