
દીપવીરના લગ્ન ઈટલીમાં, Seaplaneથી થશે રણવીરની એન્ટ્રી, જાણો આખો પ્રોગ્રામ
બોલિવુડની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ 14 અને 15 નવેમ્બરે ઈટલીમાં લગ્ન કરવાના છે. જેના માટે બંને સ્ટાર્સ પોતાના પરિવાર અને નજીકના દોસ્તો સાથે ઈટલી માટે શનિવારે સવારે રવાના પણ થઈ ગયા છે. બોલિવુડથી લઈને સામાન્ય જનતા સુધી બધા લોકોને પતિ-પત્ની બનતા જોવા માટે બેતાબ છે. હાલમાં ઈટલીમાં થઈ રહેલા આ લગ્નમાં આ બંનેનો પરિવાર અને ખૂબ જ નજીકના લોકો શામેલ થશે. ત્યારબાદ ભારત પાછા આવ્યા બાદ બંને બે ગ્રાંડ રિસેપ્શન આપશે.
આ છે દીપવીરના લગ્નનો સમગ્ર પ્રોગ્રામ અને મેનુ
આ પણ વાંચોઃ મહિલા પહેલવાને રાખી સાવંતને ઉંચકીને પછાડી, કમરમાં થઈ ઈજા

ઈટલીના લોક કોમોમાં લગ્ન
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં લગ્ન કરશે જેમાં બંનેના માત્ર નજીકના લોકો શામેલ હશે. બે રિવાજોથી થશે લગ્ન. 14 નવેમ્બરે કોંકણી પરંપરામાં અને 15 નવેમ્બરે સિંધી રીતિ રિવાજથી લગ્ન થશે કારણકે દીપિકા કોંકણી મૂળની છે અને રણવીર સિંધી મૂળનો છે.

સાડી અને લહેંગો
કોંકણી રિવાજથી થઈ રહેલા લગ્નમાં પહેલા દીપિકા સાડી પહેરશે અને બાદમાં સિંધી રિવાજથી થતા લગ્નમાં તે લહેંગામાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યુ છે કે દીપિકાએ લગ્ન માટે ડિઝાઈનર સવ્યસાચીને પસંદ કર્યા છે.

મેનુમાં શું હશે?
દીપવીરના લગ્નના મેનુમાં ઈન્ડિયન અને કોન્ટિનેન્ટલ બંને હશે. 14 નવેમ્બરે પારંપરિક મેનુ હશે જેમાં ડોસા અને ચાવલ સર્વ કરવામાં આવશે અને 15 નવેમ્બરે પંજાબી આઈટમ સર્વ કરવામાં આવશે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર રણવીર સિંહ પોતાના લગ્નમાં Seaplane થી એન્ટ્રી કરશે.

ક્યારે અને ક્યાં થશે રિસેપ્શન પાર્ટીઓ
દીપવીરનું મુંબઈ રિસેપ્શન 28 નવેમ્બર (બુધવાર) ના રોજ હોટલ ગ્રાંડ હયાતમાં હશે. જેને રણવીરના માતાપિતા આપશે. વળી, 21 નવેમ્બરે દીપિકાના હોમટાઉન બેંગલુરુમાં રિસેપ્શન પાર્ટી થશે જેને દીપિકાના માતાપિતા હોસ્ટ કરશે.
આ પણ વાંચોઃ #MeToo ના આરોપો પર કુક્કુએ કર્યો નવાઝુદ્દીનનો બચાવ, 'સંબંધ બગડવા #MeToo નથી'