For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં NCBની ઑફિસ પહોંચી દીપિકા પાદુકોણ, થઈ શકે છે લાંબી પૂછપરછ

આજે અભિનેત્રી દીપિકા પાદુકોણ પૂછપરછ માટે એનસીબીના મુંબઈ સ્થિત કાર્યાલય પહોંચી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુશાંત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ તપાસ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર સહિત બૉલિવુડની ઘણી મોટી હસ્તીઓના નામ ડ્રગ્ઝ કેસમાં સામે આવ્યા હતા. હવે આ કેસ સાથે જોડાયેલા લોકોને એનસીબીએ સમન મોકલીને પૂછપરછ માટે બોલાવી રહી છે. આજે અભિનેત્રી દીપિકા પાદુકોણ પૂછપરછ માટે એનસીબીના મુંબઈ સ્થિત કાર્યાલય પહોંચી છે. આ કેસમાં રિયા, તેના ભાઈ શોવિક સહિત ઘણા લોકોની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે.

કલાકો સુધી ચાલશે પૂછપરછ

કલાકો સુધી ચાલશે પૂછપરછ

શનિવારે સવારે 10 વાગ્યા આસપાસ દીપિકા એકલી જ એનસીબી એસઆઈટીની ઑફિસ પહોંચી છે. અહીં તેની બે-ત્રણ કલાક પૂછપરછ થઈ શકે છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે રણવીર સિંહએ એનસીબીને અનુરોધ કર્યો છે કે તેને પણ પૂછપરછ દરમિયાન દીપિકા સાથે રહેવા દેવામાં આવે. જો કે બાદમાં ખુદ એનસીબીએ આ સમાચારને ફગાવી દીધા.

કેવી રીતે આવ્યુ દીપિકાનુ નામ

કેવી રીતે આવ્યુ દીપિકાનુ નામ

દીપિકા પાદુકોણનુ નામ જયા સાહાની મેનેજર કરિશ્માની વૉટ્સએપ ચેટ દ્વારા સામે આવ્યુ જેમાં તે ડ્રગ્ઝની માંગ કરી રહી હતી. દીપિકાનુ નામ ડ્રગ્ઝ કેસમાં આવવાથી ફેન્સ શૉક થઈ ગયા. વળી, એનસીબીના સમન મળ્યા બાદ દીપિકા પાદુકોણ ઘણી ટેન્શનમાં આવી ગઈ હતી. તે સતત પોતાના વકીલો અને લીગલ એક્સપર્ટ્સ સાથે વાત કરતી રહી. આ કેસમાં દીપિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

મોટા રેકેટની શંકા

મોટા રેકેટની શંકા

સૂત્રો મુજબ એનસીબીને બૉલિવુડમાં મોટા ડ્રગ્ઝ રેકેટ હોવાની શંકા છે જેમાં લગભગ 50 એક્ટર-એક્ટ્રેસ શામેલ છે. આ ઉપરાંત બી ગ્રેડ ફિલ્મોમા પણ અમુક લોકોના નામ સામે આવ્યા છે. પહેલા એનસીબી બૉલિવુડની મોટી હસ્તીઓને પૂછપરછ માટે બોલાવવા માંગે છે. ત્યારબાદ નાના સ્ટાર્સનો નંબર આવશે. અત્યાર સુધી થયેલી તપાસમાં દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરની 2017ની વૉટ્સએપ ચેટના આધારે પૂછપરછ કરવામાં આવશે જે જયા સાહાના ફોનમાંથી મળી હતી.

કરણ જોહરની સફાઈ - મારા ઘરની પાર્ટીમાં નહોતી આવી ડ્રગ્ઝકરણ જોહરની સફાઈ - મારા ઘરની પાર્ટીમાં નહોતી આવી ડ્રગ્ઝ

English summary
Deepika Padukone reached NCB SIT office in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X