For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા પાદુકોણને મળ્યો ક્રિસ્ટલ અવૉર્ડ, પોતે પણ બની હતી ડિપ્રેશનનો શિકાર

બોલિવુડની મસ્તાની ગર્લ દીપિકા પાદુકોણને વર્લ્ડ ઈકોનૉમિક ફોરમ તરફથી ક્રિસ્ટલ અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવી છે

|
Google Oneindia Gujarati News

બોલિવુડની મસ્તાની ગર્લ દીપિકા પાદુકોણને વર્લ્ડ ઈકોનૉમિક ફોરમ તરફથી ક્રિસ્ટલ અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવી છે, દીપિકાને આ સમ્માન મેન્ટલ હેલ્થ માટે કરાયેલ પ્રશંસનીય કામ માટે આપવામાં આવ્યુ છે. પોતે પણ ડિપ્રેશન સામે જંગ લડી ચૂકેલ દીપિકાને દાવોસમાં આ સમ્માન આપવામાં આવ્યુ ત્યારબાદ દીપિકા પાદુકોણએ એક સ્પીચ પણ આપી જેમાં મેન્ટલ હેલ્થ વિશે વાત કરી.

દીપિકા પાદુકોણને મળ્યો ક્રિસ્ટલ અવૉર્ડ

પોતાના સંબોધનમાં અવૉર્ડ માટે લોકોનો આભાર માન્યા બાદ દીપિકાએ પોતાના અનુભવ પણ લોકો સાથે શેર કર્યા અને જણાવ્યુ કે પોતાના અનુભવે જ તેને આ તરફ કામ કરવા માટે પ્રેરિત કરી, પોતાની ડિપ્રેશન સાથેની જંગને યાદ કરીને દીપિકા પાદુકોણે કહ્યુ, મારી લવ અને હેટ રિલેશનશિપે મને ઘણુ બધુ શીખવ્યુ છે અને હું આનાથી પીડિત દરેકને જણાવવા ઈચ્છુ છુ કે તમે એકલા નથી.' તેણે એ પણ કહ્યુ કે જેટલો સમય મને અવૉર્ડ લેવામાં લાગ્યો છે, એટલી જ વારમાં દુનિયામાં કોઈ એક વ્યક્તિએ ડિપ્રેશનના કારણે સુસાઈડ કરી લીધી હશે.

દીપિકા બની ચૂકી છે ડિપ્રેશનનો શિકાર

ઉલ્લેખનીય છે કે દીપિકાએ એક ઈવેન્ટમાં જણાવ્યુ હતુ કે વર્ષ 2014માં તે પણ ડિપ્રેશનનો શિકાર હતી. જો તેની માનો સપોર્ટ ન હોત તો કદાચ તે પણ આજે કોઈ માનસિક હોસ્પિટલમાં પોતાનો ઈલાજ કરાવી રહી હોત.

પર્સનલ લાઈફમાં મુશ્કેલીમાં હતી દીપિકા

આ એ સમય હતો જ્યારે દીપિકા ફિલ્મી દુનિયામાં ધીમે ધીમે ઉંચાઈ પર પહોંચી રહી હતી પરંતુ પર્સનલ લાઈફમાં તે એકલવાયુ અને બ્રેકઅપનો શિકાર બની હતી. જો કે તે બ્રેકઅપ કોની સાથે હતુ એ વાતનો ખુલાસો આજ સુધી નથી થયો પરંતુ એવુ કહેવાય છે કે એ વખતે દીપિકા ફિલ્મ અભિનેતા રણબીર કપૂરના પ્રેમમાં પડેલી હતી. જો કે દીપિકાએ આ વિશે ક્યારેય ખુલીને નથી કહ્યુ. જો કે તેણે પોતાની બિમારી કોઈનાથી છૂપાવી નહિ. હાલમાં દીપિકા પાદુકોણે માત્ર પોતાની પીડા પર જ વિજય નથી મેળવ્યો પરંતુ લોકોને પણ આનાથી મુક્તિ અપાવવાની કોશિશ કરી અને એટલા માટે તેણે એનજીઓ ‘લિવ લવ લાઈફ ફાઉન્ડેશન'ની શરૂઆત કરી હતી જે લોકોને ડિપ્રેશનથી બહાર નીકળવામાં મદદ કરે છે.

ઘણી વાર લોકો આ બિમારીને સીરિયસલી નથી લેતા...

દીપિકાએ કહ્યુ કે ઘણીવાર લોકો આ બિમારીને સીરિયસલી નથી લેતા અને જ્યારે આ બિમારી ભયાનક સ્થિતિમાં પહોંચી જાય છે ત્યારે આના માટે હેરાન થાય છે. આજકાલ આ રોગની ચપેટમાં સૌથી વધુ આપણા યુવાનો છે જેની પાછળના કારણો હદથી વધુ લોકોનુ પ્રતિસ્પર્ધી હોવુ છે. આજે લોકો એકબીજાની આગળ નીકળવા ચક્કરમાં સંવેદનાઓ અને ભાવનાઓની કતલ બહુ સરળતાથી કરી દે છે, બસ જ્યાં આ કતલ થાય છે ત્યાંથી જ ડિપ્રેશનના અંકૂર ફૂટે છે. હું લોકોને કહેવા ઈચ્છુ છુ કે લોકો ઘરમાં એવો માહોલ પોતાના બાળકો માટે પેદા કરે જ્યાં તેમને કોઈ પ્રકારની અસુરક્ષા ન હોય અને બાળક ખુશી અનુભવી શકે, તે પોતાની ભાવનાઓ સાથે જોડાયેલી દરેક વાત, ભલે તે બિમારી હોય કે પછી ડર, આરામથી શેર કરી શકે.

આ પણ વાંચોઃ Video: ઋતુ નંદાની શોક સભામાં ગવાયુ રાજ કપૂરનુ ગીત, દરેક જણ થયા ભાવુકઆ પણ વાંચોઃ Video: ઋતુ નંદાની શોક સભામાં ગવાયુ રાજ કપૂરનુ ગીત, દરેક જણ થયા ભાવુક

English summary
Deepika Padukone receives a Crystal Award from Hilde Schwab, Chairwoman and Co-Founder of the World Economic Forum's World Arts Forum.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X