દીપિકા પાદુકોણે લંડનમાં મેડમ તુસાદમાં કર્યુ પૂતળાનું અનાવરણ, રણવીર જોતા રહી ગયા
લંડનના મેડમ તુસાદમાં દીપિકા પાદુકોણે પોતાના વેક્સના પૂતળાનું અનાવરણ કર્યુ અને આ પ્રસંગે તેમની સાથે પતિદેવ અને અભિનેતા રણવીર સિંહ હાજર હતા.
દીપિકા પાદુકોણ આજે સફળતાના શિખરો સર કરી રહી છે અને એ મુકામ પર છે જ્યાં પહોંચવાના સપના લગભગ બધી અભિનેત્રીઓ જુએ છે. હાલમાં જ લંડનના મેડમ તુસાદમાં દીપિકા પાદુકોણે પોતાના વેક્સના પૂતળાનું અનાવરણ કર્યુ અને આ પ્રસંગે તેમની સાથે પતિદેવ અને અભિનેતા રણવીર સિંહ હાજર હતા. તમને જણાવી દઈએ કે આ પૂતળાના અનાવરણ સમયે દીપિકા પાદુકોણ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ગઈ અને દુનિયાભરના ફેન્સને આ વિશે જાણકારી આપી.

તેમનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધમાકેદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીપિકા પાદુકોણે મેડમ તુસાદ મ્યુઝિયમમાં એન્ટ્રી કરીને પોતાના ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા.
View this post on InstagramA post shared by Deepika Padukone’s Fanpage (@deepika.padukone.fanpage) on
આ પ્રસંગે સૌથી વધુ સરપ્રાઈઝ રણવીરસિંહ જોવા મળ્યા. રણવીર સિંહે જ્યારે દીપિકાના સ્ટેચ્યુને જોયુ તો તે ઘણી વાર સુધી જોતા રહ્યા. લગભગ એક વર્ષ પહેલા આ વિશે સમાચાર આવ્યા હતા કે મેડમ તુસાદમાં દીપિકા પાદુકોણનું પૂતળુ લાગવાનું છે. આ ઉપરાંત લંડનમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન, સલમાન ખાન, ઋતિક રોશન, માધુરી દીક્ષિતના પૂતળા લાગેલા છે.












Click it and Unblock the Notifications
