For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકાની ફિલ્મ 'The White Tiger' પર રોક લગાવવાનો દિલ્લી HCનો ઈનકાર, નેટફ્લિક્સ પર રિલીઝ

દિલ્લી હાઈકોર્ટે અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને રાજકુમાર રાવની ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર'ને નેટફ્લિક્સ પર રિલીઝ કરવાથી રોકવાની અરજીને ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Delhi HC Refuses to stay release of film 'The White Tiger': દિલ્લી હાઈકોર્ટે અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)અને અભિેનેતા રાજકુમાર રાવ(Rajkummar Rao) ની ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર'ને નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ કરવાથી રોકવાની અરજીને ફગાવી દીધી છે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ Netflix પર શુક્રવાર(22 જાન્યુઆરી)એ રિલીઝ થઈ ગઈ છે. હૉલિવુડ ફિલ્મમેકર જૉન હાર્ટ જૂનિયરે કૉપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવીને ફિલ્મને ઑનલાઈન રિલીઝથી રોકવા માટે દિલ્લી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ફિલ્મ પર સ્ટેવાળી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી. આ ફિલ્મ બુકર પ્રાઈઝ જીતનાર અરવિંદ અડિંગાના ઉપન્યાસ ધ વ્હાઈટ ટાઈગર પર આધારિત છે. ફિલ્મમાં પ્રિયંકા અને રાજકુમાર રાવ ઉપરાંત આદર્શ ગૌરવ (Adarsh Gourav) પણ લીડ રોલમાં છે.

the white tiger

દિલ્લી હાઈકોર્ટમાં અરજી હૉલીવુડ ફિલ્મમેકર જૉન હાર્ટ જૂનિયરે દાખલ કરીને દાવો કર્યો હતો કે અડિગાથી ફિલ્મ નિર્માણનો કૉપીરાઈટ માર્ચ 2009માં લેવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટીસ સી. હરિશંકરે કહ્યુ, જૉન હાર્ટ આ ફિલ્મના નિર્માણ માટે એવુ નહોતુ કે બિલકુલ અજાણ હતા. ફિલ્મનુ નિર્માણ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યુ હતુ. પરંતુ અરજીકર્તાએ ફિલ્મની રિલીઝના 24 કલાક પહેલા કોર્ટમાં અરજી કરી છે. અદાલતે બે કલાક સુધી આ કેસની સુનાવણી કરી. ફિલ્મના નિર્માતા મુકુલ દેવડા અને નેટફ્લિક્સને સમન જારી કરીને સૂચના આપી કે ફિલ્મને રિલીઝ કરી શકાય છે.

આ ઉપરાંત કોર્ટે અરજીકર્તાને પ્રોડ્યુસર અને મેકર્સ સાથે સાઈન કરેલા દસ્તાવેજો છૂપાવવા માટે ઝાટકણી પણ કાઢી છે. કોર્ટે કહ્યુ કે રેકૉર્ડ પર હાજર સામગ્રીના આધારે આ અદાલતે શોધવુ સંભવ નથી કે ફિલ્મને બનાવવા અને જારી કરવાથી, અરજીકર્તાઓએ કૉપીરાઈટનુ ઉલ્લંઘન કર્યુ છે કે નહિ. માટે આ રીતે છેલ્લી ઘડીએ ફિલ્મની રિલીઝને ટાળવી યોગ્ય નહિ ગણાય. વળી, હાર્ટ જૂનિયરનુ પ્રતિનિધિત્વ કરનાર એડવોકેટ કપિલ સાંખલાએ કહ્યુ કે માર્ચ 2009માં તેમના અને અરવિંદા અડિગાના પુસ્તકના લેખક વચ્ચે એક સાહિત્યિક હરાજીની સમજૂતી થઈ હતી. તેમણે કહ્યુ કે તેમણે ઓક્ટોબર 2019માં જ જાણવા મળ્યુ હતુ કે નેટફ્લિક્સ પર આ ફિલ્મ આવવાની છે. ધ વ્હાઈટ ટાઈગર ફિલ્મમાં પ્રિયંકા ચોપડાની ભૂમિકાનુ નામ પિંકી છે. વળી, રાજકુમાર રાવના કેરેક્ટરનુ નામ અશોક છે. ફિલ્મની કહાની એનઆરઆઈ કપલ (પ્રિયંકા અને રાજકુમાર) ના ગરીબ ડ્રાઈવર (આદર્શ) પર આધારિત છે.

મુંબઈમાં 92 રૂપિયે લિટરને પાર થયુ પેટ્રોલ, ડીઝલના ભાવ વધ્યામુંબઈમાં 92 રૂપિયે લિટરને પાર થયુ પેટ્રોલ, ડીઝલના ભાવ વધ્યા

English summary
Delhi HC refuses to stay release of film 'The White Tiger' on Netflix.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X