ઝાડુ ન પકડી શકવાથી હેમા માલિની થઈ ટ્રોલ તો ધર્મેન્દ્રએ આપ્યો આ જવાબ
એક યુઝરે લખ્યુ કે, સર, મેડમે એક્ચ્યુલી ક્યારેય જીવનમાં ઝાડુ પકડ્યુ છે? આ વાત પર ધર્મેન્દ્રનો રિપ્લાય આવ્યો
ગયા જમાનાના સુપરસ્ટાર અને હી-મેન નામથી જાણીતા ધર્મેન્દ્ર પોતાના બેબાક અંદાજ અને નીડર સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. હાલમાં પણ તેમણે કંઈક એવુ કરી દીધુ જેનાથી તેમની ઘણી પ્રશંસા થઈ રહી છે. વાસ્તવમાં હાલમાં જ તેમની ધર્મપત્ની અને ભાજપના સાંસદ હેમા માલિનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઝાડુ લગાવતી જોવા મળી રહી હતી.

આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ હતુ તે ડ્રીમ ગર્લને ઝાડુ પકડતા આવડતુ નથી. પછી શું આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો. એક યુઝરે લખ્યુ કે, સર, મેડમે એક્ચ્યુલી ક્યારેય જીવનમાં ઝાડુ પકડ્યુ છે?
सर, मैडम ने ऐक्चूअली कभी ज़िंदगी में झाड़ू उठायी क्या? 🧐
— Sidd (@sidd_sharma01) 14 July 2019
પછી શું હતુ. આ વાત પર ધર્મેન્દ્રનો રિપ્લાય આવ્યો અને તેમણે લખ્યુ કે... 'હા, ફિલ્મમાં મને પણ અનાડી લાગી રહી હતી, પરંતુ મે બાળપણમાં મારી માની હંમેશા મદદ કરી છે. હું ઝાડુમાં માહિર હતો. I love cleanliness'. ધર્મેન્દ્રનું આ ટ્વીટ ઘણુ વધુ વાયરલ થઈ રહ્યુ છે અને ઈમાનદારીભર્યો જવાબ આપવા માટે તેમના ફેન્સ પણ ઘણી પ્રશંસા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર ના કોઈને કોઈ વાત માટે સોશિયલ મીડિયા પર આવતા જ રહે છે.












Click it and Unblock the Notifications
