ધૂમ 3ની 500 કરોડની કમાણી, આમિરમાં સમાણી!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 7 જાન્યુઆરી : આમિર ખાનની ફિલ્મ ધૂમ 3નું ફીવર માથે ચડી પોકારી રહ્યું છે. આમિરે ધૂમ 3 બ્રાન્ડનું લેવલ વધુ હાઈ કરી નાંખ્યું છે. ફિલ્મે અત્યાર સુધી ઑફિસિયલી 500 કરોડ કરતા વધુ કમાણી કરી લીધી છે. માત્ર ભારત જ નહીં, ઓવરસીઝમાં પણ ધૂમ 3એ સફળતાના ઝંડા ગાડ્યાં છે. સરવાળે 20 ડિસેમ્બરે રિલીઝ થયા બાદ 18 દિવસનું અધિકૃત કલેક્શન 500 કરોડ કરતા વધુ છે, પણ ધૂમ 3ની આ સફળતાનો સમગ્ર શ્રેય આમિર ખાનને જ અપાઈ રહ્યો છે અને આ બાબતથી ક્યાંકને ક્યાંક અભિષેક બચ્ચન તેમજ ઉદય ચોપરાને માઠુ લાગી રહ્યું છે. આમ છતાં અભિષેકના કામને હળવાશથી લેવાને કોઈ કારણ નથી.

dhoom-3
આમિર ખાને ધૂમ 3 ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાના તરફથી ઘણા ઇનપુટ્સ આપ્યા હતાં. જોકે પછીથી આદિત્ય ચોપરા અને ઉદય ચોપરા તરફથી એ જ વાત સામે આવી કે ધૂમ 3ની વાર્તા એટલી પરફેક્ટ હતી કે કોઈને પણ પોતાના ઇનપુટ્સ આપવાની જરૂર જ ન પડી, પણ આમ છતાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરફથી પરફેક્શન લાવવાની કોશિશ ધૂમ 3 દરમિયાન સ્પષ્ટપણે દેખાઈ અને એવુ કરાતાં કેટલાંક સીન્સ શૂટ થયા બાદ રિવ્યૂ કરાયા અને તેમને ફરીથી શૂટ કરાયાં. તેનાથી લાખોનો નુકસાન થયો, પણ ફિલ્મની સફળતાએ આ નુકસાનને ઢાંકી દીધી.

ધૂમ 3 ફિલ્મમાં અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા ઉપરાંત કૅટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં હતાં, પરંતુ અભિષેક અને ઉદયનું પાત્ર કંઈ ખાસ નજરે ન ચડ્યું. એમ લાગ્યું કે જાણે આખી ફિલ્મ આમિર ખાન ઉપર જ કેન્દ્રિત થઈ ગઈ છે. જોકે અભિષેકે એક ઇંટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે ધૂમ 3 તેમની ફિલ્મ છે અને તેઓ જ ધૂમ 3ના હિરો છે, પરંતુ ફિલ્મ જોયા બાદ લોકોને લાગ્યું કે ધૂમ 3નો મતલબ આમિર ખાન સિવાય કંઈ જ નથી.

English summary
Dhoom 3 collects more than 500 crore including overseas collection and becomes highest Box Office collection movies of Bollywood till now.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.