ટૅબ્રેટ બેથેલ છે ધૂમ 3નું સરપ્રાઇઝ પૅકેજ

Tabrett
મુંબઈ, 28 સપ્ટેમ્બર : ધૂમ સિરીઝની ત્રીજી સિક્વલ એટલે કે ધૂમ 3 ફિલ્મમાં એક સરપ્રાઇઝ પૅકેજ તરીકે ઑસ્ટ્રેલિયાની એક સુંદર મૉડેલ ટૅબ્રેટ બેથેલ નજરે પડશે. યશ રાજ બૅનર દ્વારા બનાર આ ફિલ્મ ટૅબ્રેટની પ્રથમ બૉલીવુડ ફિલ્મ હશે. ધૂમ 3માં આમિર ખાન, અભિષેક બચ્ચન, ઉદય ચોપરા અને કૅટરીના કૈફ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

ધૂમ 3 સિરીઝના સ્ટાર ઉદય ચોપરા કે જે શિકાગો ખાતે હાલ ફિલ્મના શુટિંગ સાથે ટ્વિટર પર પણ સતત વ્યસ્ત રહે છે, તેમણે તાજેતરમાં જ ટ્વિટ કરી આ રહસ્ય ઉપરથી પડદો ઉંચક્યો છે. તેમણે લખ્યું છે, ‘પ્લીઝ વેલકમ કરો ટૅબ્રેટ બેથેલને કે જે આજે ધૂમ 3ની કાસ્ટ સાથે જોડાશે.'

ટૅબ્રેટ બેથેલ ચાડવિડ મૉડેલ એજંસી સાથે એસોસિએટેડ છે. તે અગાઉ ઑસ્ટ્રેલિયાની રગબી ટીમની ચીયર લીડર પણ રહી ચુકી છે. પછી તે 2008માં એક ટીવી શ્રેણી લીજેન્ડ ઑફ ધ સીકરમાં અને પછી એક નાના બજેટની ફિલ્મ ધ ક્લિનિકમાં પણ દેખાઈ હતી. સ્ટ્રેંજર્સ લવર્સ કિલર્સ અને એનીવન યુ વૉન્ટમાં પણ ટૅબ્રેટે નાનકડી ભૂમિકાઓ ભજવી હતી.

ધૂમ 3 વર્ષ 2013માં રિલીઝ થશે અને આવતા વરસની આ સૌથી મોટી ફિલ્મ હશે. તેની પ્રથમ બે સિરીઝમાં જ્હૉન અબ્રાહમ અને હૃતિક રોશન નેગેટિવ રોલમાં હતાં, પરંતુ આ વખતે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આ ફિલ્મમાં નેગેટિવ કૅરેક્ટર ભજવતાં દેખાશે. પ્રથમ બેસિરીઝની જેમ અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા આ સિરીઝમાં પણ પોલીસના પાત્રમાં હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X