આલિયાએ કેટને માર્યો ટોંટ? કહ્યું, મને સુપરસ્ટાર્સની જરૂર નથી

Written By:
Subscribe to Oneindia News

ઓફ બીટ ફિલ્મો અને કોમર્શિયલ મસાલેદાર ફિલ્મો વચ્ચે જો કોઇ એક્ટ્રેસે સુંદર રીતે બેલેન્સ સાચવ્યું હોય, તો એ છે આલિયા ભટ્ટ. કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલિવૂડમાં પદાર્પણ કરનાર આલિયાની લગભગ દરેક ફિલ્મ બોક્સઓફિસ પર હિટ રહી છે અને સાથે જ ક્રિટિક્સ દ્વારા પણ વખણાઇ છે. 'શાનદાર' સિવાય આલિયાની દરેક ફિલ્મે સારી કમાણી કરી છે.

હવે 'બદ્રીનાથ કી દુલ્હનિયા' બાદ આલિયાએ મેઘના ગુલઝારની એક ફિલ્મ સાઇન કરી છે. એક રિસન્ટ ઇન્ટરવ્યુમાં આલિયાએ આ ફિલ્મ અને બોલિવૂડના સુપરસ્ટાર્સ અંગે ઘણી વાતો કરી હતી.

ફિલ્મનું નામ છે 'રાઝી'

ફિલ્મનું નામ છે 'રાઝી'

મેઘના ગુલઝારની થ્રિલર ફિલ્મ 'રાઝી'માં આલિયા જોવા મળનાર છે. આ ફિલ્મ રાઇટર હરિન્દર સિક્કાના પુસ્તક 'કોલિંગ સેહમત' પર આધારિત છે. આ ફિલ્મમાં આલિયા એક એવી કાશ્મીરી જાસૂસના રોલમાં જોવા મળશે, જેના લગ્ન પાકિસ્તાની ઓફિસર સાથે થાય છે.

સત્યઘટનાથી પ્રેરિત

સત્યઘટનાથી પ્રેરિત

જી હા, આલિયાની આ સુપર-ડ્રામેટિક સ્ટોરીલાઇનવાળી ફિલ્મ સત્યઘટનાથી પ્રેરિત છે. મિડ-ડે સાથે આ અંગે વાત કરતાં આલિયાએ કહ્યું કે, આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે અને આમાં કેરેક્ટરના વિવિધ લેયરને સમજવા ખૂબ જરૂરી છે. હું છેલ્લા એક મહિનાથી સતત ફિલ્મની સ્ક્રિપ્ટ વારંવાર વાંચી રહી છું. હું અને મેઘના ઘણીવાર સાથે બેસી કેરેક્ટરની વિચારસરણી સમજવાનો પ્રયાસ કરીએ છીએ.

વિકી કૌશલ મારાથી સારો એક્ટર છે

વિકી કૌશલ મારાથી સારો એક્ટર છે

આ ફિલ્મમાં આલિયા સામે 'મસાન' ફેમ એક્ટર વિકી કૌશલ જોવા મળશે. આ અંગે વાત કરતાં આલિયાએ કહ્યું કે, વિકી ફેન્ટાસ્ટિક એક્ટર છે. તેણે ભલે ઝાઝી ફિલ્મો ન કરી હોય. પરંતું જ્યારે મેં એને 'મસાન'માં જોયો ત્યારે હું આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.. એ મારા કરતા પણ સારો એક્ટર છે.

મને સુપરસ્ટાર્સની જરૂર નથી

મને સુપરસ્ટાર્સની જરૂર નથી

આલિયાએ આગળ કહ્યું કે, મને સપોર્ટ માટે સુપરસ્ટાર્સની જરૂર નથી. મને માત્ર સારી સ્ક્રિપ્ટ અને સારા કો-સ્ટારની જરૂર છે, જે મારી અંદરની શ્રેષ્ઠ પ્રતિભાને બહાર લાવી શકે. સિનેમા ઓફ બીટ અને મેઇનસ્ટ્રીમ એમ 2 ભાગમાં વહેંચાઇ જ ન શકે. મસાલા ફિલ્મ હોય કે ઓફ બીટ, અંતે દર્શકોને કન્ટેન્ટ પસંદ પડે છે.

શું આ કેટરિનાને ટોન્ટ હતો?

શું આ કેટરિનાને ટોન્ટ હતો?

થોડા દિવસો પહેલાં જ કેટ, આલિયા અને સલમાન આઇફા એવોર્ડ 2017ની પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યા હતા. અહીં આલિયાને પૂછવામાં આવ્યું કે, તે સલમાન સાથે ક્યારે કામ કરશે, ત્યારે આલિયા અને સલમાનના જવાબ બાદ કેટરિનાએ પણ વાતમાં ઝંપલાવતાં કહ્યું હતું કે, આલિયાને વરુણ માટે છોડી દો અને સલમાનને મારા માટે. કદાચ કેટનો આ જવાબ આલિયાને પસંદ નહોતો પડ્યો.

નોંધનીય છે કે, 'જગ્ગા જાસૂસ' બાદ કેટની તમામ ત્રણ ફિલ્મો બોલિવૂડના ત્રણ સૌથી મોટા સુપરસ્ટાર્સ સાથે આવી રહી છે. સલમાન સાથે 'ટાઇગર ઝિંદા હે', આમિર ખાન સાથે 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' અને શાહરૂખ ખાન સાથે આનંદ એલ.રાયની ફિલ્મ.

English summary
While talking to a leading daily, Alia said that she needs good scripts and co-stars who bring the best out of her, instead of superstars in her films.
Please Wait while comments are loading...