For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલીપ કુમારે ઘર છોડ્યુ, સેન્ડવીચ સ્ટૉલ ચલાવ્યો, જાણો ટ્રેજેડી કિંગના સ્ટ્રગલની કહાની

દિલીપ કુમારે ઘર છોડી દીધુ અને સેન્ડવીચ સ્ટૉલ ચલાવ્યો. જાણો ટ્રેજેડી કિંગના સ્ટ્રગલની કહાની.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ભારતીય સિનેમાના સ્તંભ પુરુષ અને દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનુ આજે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી. દિલીપ કુમારના નિધનથી ભારતીય સિનેમાના એક યુગનો અંત આવી ગયો છે. તેમને ભારતીય સિનેમાના પહેલા ખાન પણ કહેવામાં આવતા હતા. ભારતીય સિનેમામાં તેમને મેથડ એક્ટર તરીકે પણ ઓળખવામાં આવતા. દિલીપ કુમારે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર અવૉર્ડ સૌથી વધુ વાર જીત્યો છે. દેશમાં પહેલો ફિલ્મફેર અવૉર્ડ મેળવનાર પણ દિલીપી કુમાર જ હતા. તેમને અભિનયની સંસ્થા કહેવામાં આવતા હતા. જ્યારે તેઓ મોટા પડદે સંવાદ બોલતા ત્યારે તેમના હાવભાવથી લોકો હતપ્રભ રહી જતા.

ભારતીય સિનેમાની બે નવી ઓળખ

ભારતીય સિનેમાની બે નવી ઓળખ

દિલીપ કુમારનુ અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતુ અને તેમનો જન્મ 1 ડિસેમ્બર, 1922ના રોજ બ્રિટિશ ઈન્ડિયાના પેશાવરમાં થયો હતો કે જે આઝાદી પથી પાકિસ્તાનમાં જતુ રહ્યુ. 1944માં આવેલી ફિલ્મ 'જ્વાર ભાટા'થી દિલીપકુમારે પોતાના અભિનયની શરૂઆત કરી. આ ફિલ્મ બૉમ્બે ટૉકીઝે પ્રોડ્યુસ કરી હતી. પાંચ દશકના પોતાના ફિલ્મી કરિયરમાં દિલીપ કુમારે 65 યાદગાર ફિલ્મોમાં કામ કર્યુ જેમાં અંદાજ, આન, દાગ, દેવદાસ, આઝાદ, મુગલ-એ-આઝમ, ડકૈત, ગંગા જમુના, રામ ઔર શ્યામ, નયા દૌર જેવી શ્રેષ્ઠ ફિલ્મો શામેલ છે.

બ્રેક પછી આપી ઘણી સુપરહિટ ફિલ્મો

બ્રેક પછી આપી ઘણી સુપરહિટ ફિલ્મો

વર્ષ 1976માં દિલીપ કુમારે સિનેમાથી પાંચ વર્ષનો બ્રેક લીધો હતો અને આ બ્રેક પછી તેમણે ચરિત્ર અભિનેતા તરીકે ફિલ્મ ક્રાંતિથી મોટા પડદે વાપસી કરી હતી. ત્યારબાદ તેમણે શક્તિ, મશાલ, કર્મા, સૌદાગર જેવી સુપરહિટ ફિલ્મો આપી. દિલીપ કુમારની છેલ્લા ફિલ્મ 'કિલા' હતી કે જે 1998માં આવી હતી. દિલીપ કુરમાર અને રાજ કપૂર ઘણા સારા દોસ્ત હતા અને બંને એકબીજાને બાળપણથી જાણતા હતા. દિલીપ સાહેબનો અભ્યાસ મુંબઈના નાસિકમાં થયો હતો અને ત્યારથી તે રાજકપૂરના દોસ્ત બની ગયા હતા. માત્ર 22 વર્ષની ઉંમરે દિલીપ કુમારે પોતાની પહેલી ફિલ્મ જ્વાર ભાટા કરી હતી. જો કે આ ફિલ્મમાં તેમને સફળતા નહોતી મળી પરંતુ તેમના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી.

મધુબાલા સાથે લાંબા સમય સુધી રહ્યો સંબંધ

મધુબાલા સાથે લાંબા સમય સુધી રહ્યો સંબંધ

દિલીપ કુમાર અને મધુબાલા વચ્ચે પ્રેમ સંબંધ ઘણા લાંબા સમય સુધી હતો પરંતુ બંને એકબીજા સાથે લગ્ન ન કરી શક્યા. વર્ષ 1966માં દિલીપ કુમારે સાયરા બાનો સાથે નિકાહ કર્યા હતા. ભારતીય સિનેમાના સુવર્ણકાળના એક માત્ર અભિનેતા દિલીપ કુમાર હતા કે જે 2012 સુધી લોકો વચ્ચે હતા અને હવે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં લાંબી બિમારી બાદ દિલીપ કુમારનુ નિધન થઈ ગયુ.

કહ્યા વિના ઘર છોડી દીધુ હતુ દિલીપ કુમારે

કહ્યા વિના ઘર છોડી દીધુ હતુ દિલીપ કુમારે

દિલીપ કુમારના માતાનુ નામ આયશા બેગમ અને પિતાનુ નામ લાલા ગુલામ સરવર ખાન હતુ. તેમને 12 બાળકો હતા. દિલીપ કુમારનો જન્મ પાકિસ્તાનના પેશાવર સ્થિત કિસ્સા ખ્વાજા બજારમાં થયો હતો. તેમના પિતા ફળોના વેપારી હતા અને નાસિકમાં તેમનો વ્યવસાય હતો. પરંતુ પોતાના પિતા સાથે ઝઘડો થયા પછી દિલીપ કુમારે ઘર છોડી દીધુ અને પૂણે જતા રહ્યા. તેમણે પરિવારને કહ્યા વિના ઘર છોડી દીધુ હતુ. પોતાની અંગ્રેજીના દમ પર તેમણે નોકરી મેળવી. ત્યારબાદ આર્મી ક્લબમાં એક સેન્ડવિચ સ્ટૉલ શરૂ કર્યો.

બૉમ્બે ટૉકીઝે બદલ્યુ નસીબ

બૉમ્બે ટૉકીઝે બદલ્યુ નસીબ

જ્યારે આ સ્ટૉલનો કૉન્ટ્રાક્ટ ખતમ થયો ત્યારે તે 5000 રૂપિયા સાથે પોતાના ઘરે મુંબઈ પહોંચ્યા. જ્યાં મુંબઈ ટૉકીઝમાં 1250 રૂપિયાની માસિક સેલેરી પર દિલીપ કુમારે કામ કરવાનુ શરૂ કર્યુ. અહીં તેમની મુલાકાત અશોક કુમાર સાથે થઈ જેમના અભિનયથી દિલીપ કુમાર ઘણા પ્રભાવિત હતા. ઉર્દૂ લેખનની સારી જાણકારીના કારણે શરૂઆતમાં દિલીપ કુમારે સ્ટોરી લેખનમાં પટકથા લેખનનુ કામ કર્યુ. આ દરમિયાન બૉમ્બે ટૉકીઝની માલિક દેવિકા રાનીએ યુસુફને પોતાનુ નામ બદલીને દિલીપ કુમાર રાખવા કહ્યુ અને જ્વાર ભાટા ફિલ્મમાં તેમને અભિનયની તક આપી.

English summary
Dilip Kumar won maximum Film Fare award, run sandwich stall, Know his story of struggle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X