20મી ઑક્ટોબર, 1995ના રોજ રિલીઝ થયેલી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ આગામી 12મી ડિસેમ્બર, 2014ના રોજ 1000 સપ્તાહ પૂર્ણ કરી રહી છે. આ શાનદાર ઉજવણી માટે યશ રાજ ફિલ્મ્સે પોતાના દર્શકોને ઉપહાર તરીકે આપ્યું છે ફિલ્મનું ટ્રેલર.
ડીડીએલજે આજે પણ દર્શકોની ફૅવરિટ છે, પણ આ ફિલ્મ માટે કોઈ પણ દીવાનગી મરાઠા મંદિર કરતા ઓછી હશે, કારણ કે રિલીઝ ડેટથી લઈ આજ સુધી આ ફિલ્મ મરાઠા મંદિર થિયેટરમાંથી ઉતરી નથી. એટલુ જ નહીં, આ શો હાઉસફુલ હોય છે અને લોકોએ ટિકિટ્સ માટે ઑનલાઇન બુકિંગ પણ કરાવવી પડે છે.
યશ રાજ ફિલ્મ્સના બૅનર નિર્મિત આદિત્ય ચોપરાની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેએ બૉક્સ ઑફિસે ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ 20મી ઑક્ટોબર, 1995ના રોજ રિલીઝ થઈ હતી અને આવતા વર્ષે તેને 20 વર્ષ થઈ જશે.
ડીડીએલજે મરાઠા મંદિર થિયેટરમાં તેની રિલીઝના દિવસથી ચાલી રહી છે. 2007માં ડીડીએલજેએ પ્રદર્શનના 7 વર્ષ પૂરા કરી શોલે ફિલ્મનો રેકૉર્ડ તોડ્યો હતો.
ટેલીવિઝન પર અનેક વખત પ્રસારિત થવા, ડીવીડીમાં ઉપલબ્ધ હોવા તથા ઑનલાઇન જોઈ શકાતી હોવા છતાં ડીડીએલજે તથા રાજ-સિમરનના ફૅન્સ આજે પણ આ ફિલ્મ જોવા મરાઠા મંદિર આવે છે.