"મારી ફિલ્મની કમાણી 5000 કરોડ, એની સામે બાહુબલી 2 કંઇ નથી.."

Posted By:
Subscribe to Oneindia News

બાહુબલી 2 એવી ફિલ્મ છે, જેનું નામ ભારતીય સિનેમાના ઇતિહાસમાં લખાઇ ગયું છે. બે વર્ષ પહેલાં આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થયો ત્યારથી લોકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોતા હતા. બાહુબલી 2એ રીલિઝ પહેલાં અને પછી અનેક રેકોર્ડ્સ તોડ્યાં, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી અને હજુ પણ આ ફિલ્મને લગતી કોઇ ને કોઇ ખબર સામે આવતી જ રહે છે.

બાહુબલીના બોક્સ ઓફિસ કલેક્શન અંગે અનેક વાતો ઉડતી રહે છે. ઘણાએ બાહુબલીના બોક્સ ઓફિસ કલેક્શનને ફેક પણ ગણાવી દીધું હતું. બોલિવૂડ ડાયરેક્ટર અનિલ શર્માએ હાલમાં જ બાહુબલીની બોક્સ ઓફિસ કમાણીને લગતું નિવેદન આપ્યું હતું.

"બાહુબલી 2નું બોક્સ ઓફિસ કલેક્શન મોટી વાત નથી"

ડાયરેક્ટર અનિલ શર્માનું કહેવું છે કે, વર્ષ 2001માં એક ફિલ્મ આવી હતી, ગદર-એક પ્રેમ કથા. તે સમયે આ ફિલ્મે 265 કરોડની કમાણી કરી હતી, આજના હિસાબે જોવા જઇએ તો 5000 કરોડ. જેની સામે બાહુબલી 2ની કમાણી કંઇ નથી, બાહુબલી 2 ફિલ્મે કોઇ રેકોર્ડ નતી તોડ્યો.

"મને આ બધામાં ફ્રેમ ન કરશો"

તેમણે આગળ કહ્યું કે, પ્લીઝ, મને આ બધામાં ફ્રેમ ન કરશો, સારી ફિલ્મો આવશે તો રેકોર્ડ તૂટશે. પરંતુ બાહુબલી 2એ એવું કંઇ નથી કર્યું. ગદરે 2001માં 265 કરોડનો બિઝનેસ કર્યો હતો, ત્યારે ટિકિટની કિંમત રૂ.25થી શરૂ થતી હતી. એની સામે બાહુબલી 2નો 1500 કરોડનો બિઝનેસ કંઇ નથી.

દંગલ સાથે તુલના

દંગલ સાથે તુલના

બાહુબલી સિવાય જો કોઇ ફિલ્મ સમાચારમાં છવાયેલી હોય તો તે છે દંગલ. બંન્ને ફિલ્મોના વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાની સતત તુલના થતી રહે છે. બાહુબલી 2ની માફક જ દગંલ પણ 1000 કરોડ ક્લબમાં એન્ટર થઇ ચૂકી છે. બાહુબલી 2ની ભારતની કમાણી છે 475 કરોડ અને વર્લ્ડવાઇડ કલેક્શન છે 1565 કરોડ. તો સામે દંગલનું વર્લ્ડવાઇડ કલેક્શન છે 1470 કરોડ.

કોણ કોને હરાવશે?

કોણ કોને હરાવશે?

ચીનમાં દંગલે ભરપૂર કમાણી કરી છે, લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે શું ચીન બાહુબલી 2 કરતાં વધુ કમાણી કરી શકશે? પરંતુ આ વાતની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે બાહુબલી ફિલ્મ ચાર ભાષામાં અને ખૂબ મોટા પાયે રીલિઝ કરવામાં આવી છે, વળી માયથોલોજિકલ ફિલ્મ પ્રત્યે હંમેશા જ લોકોનો વધુ ઝુકાવ રહે છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ ચીન, કોરિયા, તાઇવાન અને દક્ષિણ અમેરિકામાં પણ રીલિઝ કરવામાં આવશે, જેથી બાહુબલી 2નો કલેક્શનનો આંકડો હજુ વધશે.

બાહુબલી 2નો પ્રોફિટ

બાહુબલી 2નો પ્રોફિટ

આ તો થઇ બોક્સ ઓફિસ કલેક્શનની વાત, હવે આ ફિલ્મથી કેટલો પ્રોફિટ થયો એ જોઇએ. બાહુબલી ફિલ્મ ખૂબ મોટા પાયે બનાવવામાં આવી હતી. બાહુબલી 2 હિંદીએ અત્યાર સુધીમાં 431.44 ટકા પ્રોફિટની કમાણી કરી છે. આમ છતાં, સૌથી વધુ પ્રોફિટ કમાવાના મામલે આ ફિલ્મ હજુ ઘણી પાછળ છે.

સૌથી વધુ પ્રોફિટ કમાનાર હિંદી ફિલ્મો

સૌથી વધુ પ્રોફિટ કમાનાર હિંદી ફિલ્મો

છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ પ્રોફિટ કમાનાર ટોપ 5 હિંદી ફિલ્મો નીચે મુજબ છે, 6ઠ્ઠા નંબરે બાહુબલી 2(હિંદી) આવે છે.

  • ભેજા ફ્રાય - 739%
  • આશિકી 2 - 629%
  • મુન્નાભાઇ એમબીબીએસ - 548%
  • વિવાહ - 518%
  • વિકી ડોનર - 513%
English summary
Director Anil Sharma says film Baahubali 2: The Conclusion has not set any record yet.
Please Wait while comments are loading...