ગર્લફ્રેન્ડ દિશા પટાણીને શરમજનક પરિસ્થિતિમાંથી ઉગારી ટાઇગરે!

Written By:
Subscribe to Oneindia News

ટાઇગર શ્રોફ અને દિશા પટાણી માત્ર સારા ફ્રેન્ડઝ હોય કે કપલ, પરંતુ આ બંને એકબીજાનું જે રીતે ધ્યાન રાખે છે એ ખરેખર વખાણવા યોગ્ય છે. રિસન્ટલી લેકમે ફેશન વિકમાં બંને સાથે જોવા મળ્યા હતા. ટાઇગર અને દિશા બંને અત્યંત હોટ લાગી રહ્યા હતા. એવામાં દિશાને રેમ્પ વોક કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ ટાઇગરે દિશાને આમ કરવાની ના પાડી હતી.

દિશા પટાણીનો ડ્રેસ

દિશા પટાણીનો ડ્રેસ

લેકમે ફેશન વિક 2017માં દિશા સિલ્વર-ગોલ્ડન કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસ સાથે જો તેણે રેમ્પ વોક કર્યું હોત, તો તે શરમજનક પરિસ્થિતિમાં મુકાઇ ગઇ હોત. જે વાત ટાઇગર શ્રોફને ધ્યાનમાં આવતા તેણે દિશાને રેમ્પ વોક કરવાની ના પાડી હતી.

શા માટે ના પાડી ટાઇગરે?

શા માટે ના પાડી ટાઇગરે?

જે રેમ્પ પર દિશાને વોક કરવા માટે કહેવામાં આવ્યું હતું, તે મિરરર્સ વડે શણગારવામાં આવ્યો હતો. ફ્લોર પર મિરર હોવાને કારણે રેમ્પ વોક કરવા જતાં દિશાની પરિસ્થિતિ કફોડી બને એમ હતું, આથી ટાઇગરે તેને આમ કરવાની ના પાડી હતી.

દિશાને રોકવા શું કર્યું ટાઇગરે?

દિશાને રોકવા શું કર્યું ટાઇગરે?

દિશાને મનિષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ વાત ટાઇગરના ધ્યાનમાં આવતા જ તે રેમ્પ પાસે ઊભેલી દિશા પાસે પહોંચ્યો અને તેના કાનમાં કશુંક કહેતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ દિશા તુરંત રેમ્પ પરથી નીચે ઉતરી ગઇ હતી અને રેમ્પની બાજુમાં કાર્પેટ પર ચાલતી વખતે તથા મીડિયા સામે ફોટો માટે પોઝ કરતી વખતે પણ તે થોડી નર્વસ જોવા મળી હતી.

ટાઇગર શ્રોફ અને દિશા પટાણી

ટાઇગર શ્રોફ અને દિશા પટાણી

ટાગર અને દિશાએ ક્યારેય એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી નથી, પરંતુ બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં જ ઇન્ટરનેટ પર ટાઇગર, દિશા અને ટાઇગરની બહેન ક્રિષ્ના શ્રોફની એક સેલ્ફી ખૂબ વાયરલ થઇ હતી. દિશાને કરિયર સેટ કરવામાં ટાઇગર મદદ કરી રહ્યો હોવાની અફવાઓએ પણ વચ્ચે ખૂબ જોર પકડ્યું હતું. આ બંને 'બાગી 2' ફિલ્મમાં સાથે જોવા મળશે.

English summary
Disha Patani had an embarrassing moment at Lakme Fashion Week 2017 but what Tiger Shroff did for her will win you over.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.