ટાઇગરની ગર્લફ્રેન્ડનો આ HOT અંદાજ જોતા જ રહી જશો!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની યંગ, બ્યૂટિફૂલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસિસમાં દિશા પટાણીનું નામ આવે છે. 'એમ.એસ.ધોની' ફિલ્મમાં નાનકડો રોલ કરી લોકોનું મન જીતનાર દિશા પટાણીએ હજુ સુધી કોઇ નોંધપાત્ર હિટ ફિલ્મો આપી નથી, પરંતુ તે પોતાની તસવીરો અને ટાઇગર શ્રોફ સાથેના અફેરને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં જ તેણે ફરી એકવાર એક હોટ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે.

દિશા પટાણી

દિશા પટાણી

દિશાએ આ ફોટો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તેણે મેક્ઝિમ મેગેઝિનના કવર માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. દિશા આ પહેલા પણ પોતાના અનેક હોટ ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂકી છે અને એને માટે ક્યારેક તેને ટ્રોલ પણ કરવામાં આવે છે.

હોટ બ્લેક ગાઉન

હોટ બ્લેક ગાઉન

દિશા પટાણીએ થોડા સમય પહેલાં જ એક એવોર્ડ ફંક્શનમાં આ હોટ બ્લેક ગાઉન પહેર્યું હતું અને આ માટે તેને ઇન્ટરનેટ પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. તેણે આ ગાઉનની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને આમાં વધુ પડતા સ્કિન શો માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી.

ચૂપ રહે એમાંની નથી દિશા

ચૂપ રહે એમાંની નથી દિશા

દિશા પટાણીએ પણ તેને ટ્રોલ કરનારને એપિક રિપ્યાલ આપ્યો હતો. તેણે લખ્યું હતું કે, થોડા સમયથી હું રેપ અને મોલેસ્ટેશન અંગેના અનેક સમાચાર વાંચુ છું. આપણા દેશમાં જ્યાં લોકો એક તરફ દેવીની પૂજા કરે છે, ત્યાં બીજી બાજુ પોતાની માણસાઇ ભૂલી મહિલાઓ સાથે જાનવર જેવું વર્તન કરવું, તેમની રિસ્પેક્ટ ન જાળવવી એ ખૂબ શરમજનક વાત કહેવાય.

મહિલાઓને જજ કરવી સહેલી છે

મહિલાઓને જજ કરવી સહેલી છે

તેણે આગળ લખ્યું છે કે, મહિલાઓને તેણે પહેરેલા કપડા બદલ, તેના સ્કિન શો બદલ જજ કરવી સહેલી છે. પરંતુ તમારી હલકી વિચારસરણીને સ્વીકારવી અઘરી છે, જેમાં તમે યુવતીને અણછાજતી નજરોએ જોયા કરો છો અને પછી તેને શરીર ઢાંકવાનું કહો છો.

જાગો

જાગો

દિશા પટાણીએ આગળ લખ્યું છે કે, જાગો અને એ વાત સ્વીકારો કે અમે કોઇની કહેવાતી 'ઇન્ડિયન ગર્લ'ની વ્યાખ્યાને નહીં અનુસરીએ. તમારા ફ્રસ્ટ્રેશનને કારણે કોઇ અન્યનું જીવન બરબાદ ન થાય એનું ધ્યાન રાખો. કારણ કે, જો આવી કોઇ ઘટના તમારા પરિવારમાં બની તો તમે ખુશ નહીં રહી શકો. આ હિપોક્રસી બંધ કરો અને તમારા મગજને થોડા ખોલો.

આગામી ફિલ્મો

આગામી ફિલ્મો

દિશા પટાણી ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'બાગી'ની સિક્વલ 'બાગી 2'માં જોવા મળનાર છે. કહેવાઇ રહ્યું છે કે, તેને આ ફિલ્મ બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફને કારણે જ મળી છે. આ ફિલ્મ 27 એપ્રિલ, 2018ના રોજ રિલીઝ થનાર છે.

English summary
Disha Patani posed for the cover of Maxim magazine and boy she looks unbearably hot in her unbuttoned shirt.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.