OMG : ‘મમ્મી’ નહીં, પરિણીતી છે સારાની ફૅવરિટ હીરોઇન!!
મુંબઈ, 21 જૂન : બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા ખાન ફિલ્મોમાં આવવા અંગેની ચર્ચાઓ સતત ચાલતી રહે છે, પરંતુ સૈફે આવા સમાચારો ઉપર પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું કે તેમની દીકરી હાલ તો અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. ચાર વરસ બાદ તે પાછી ફરશે, ત્યારે શું કરશે તે તો તેની ઉપર જ અવલમ્બે છે.
તાજેતરમાં હમશકલ્સ ફિલ્મમાં કામ કરનાર સૈફે જણાવ્યું કે સારા ફિલ્મ ઇન્ડસ્ટ્રી જૉઇન કરશે કે વકીલ બનશે? તેની તો ખબર નથી, પણ જો તે એક્ટિંગ કરવા માંગશે, તો એક પિતા તરીકે મારી પ્રથમ ટિપ તેને એ જ હશે કે તે પોતાનું વજન ઓછુ કરે. સૈફ અલી ખાન થોડાક સમય અગાઉ પણ આવુ જ જણાવ્યું હતું - સારા હાલ તો ચાર વરસ અમેરિકા જ રહેવાની છે, પરંતુ જો તે એક્ટિંગનો ક્ષેત્ર પસંગ કરે, તો હું પહેલી ટિપ એ જ આપીશ કે તે પોતાનું વજન ઓછુ કરે.
જ્યારે સૈફને પૂછવામાં આવ્યું કે કરીના છે ને. તે સારાની મદદ કરશે, તો સૈફનો જવાબ હતો - સારાની મદદ કોઈ ન કરી શકે. તેણે પોતે જ પોતાના વજન ઉપર કંટ્રોલ કરવો પડશે. સરવાળે સૈફ અલી ખાનનું એટલુ જ કહેવુ હતું કે જો સારા ફિલ્મોમાં આવવા માંગશે, તો તેઓ તેને ઇનકાર નહીં કરે. તેના દરેક નિર્ણયમાં તેઓ તેની સાથે જ છે.
ચાલો તસવીરો સાથે જાણીએ સારા વિશે શું કહે છે પિતા સૈફ :

સારાના પ્લાન વિશે અજાણ
સૈફ અલી ખાન કહે છે - હું મારા બંને બાળકોને પૂરતી આઝાદી આપુ છું અને મને નથી ખબર કે ફિલ્મોમાં આવવા અંગે મારી દીકરી સારાનું શું આયોજન છે. હું તેમને સમ્પૂર્ણ આઝાદી આપુ છું અને તેમની ઉપર નિયંત્રણ નથી રાખતો.

અમૃતાના સંતાનો
દીકરી સારા અલી ખાન અને દીકરો ઇબ્રાહીમ ખાન સૈફ તથા અમૃતા સિંહના સંતાનો છે.

સારાને ઇંટરેસ્ટ ખરું
સૈફે કહ્યું - મને લાગે છે કે સારાને ફિલ્મોમાં કામ કરવામાં થોડુક ઇંટરેસ્ટ ખરું, પણ હાલ તે અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. કોલંબિયાથી ડિગ્રી લીધા બાદતે પોતાની પસંદગીનો વ્યવસાય નક્કી કરી શકે છે.

સરકારી નોકરી કરવા માંગે છે સારા
સૈફે આગળ જણાવ્યું - મને લાગે છે કે સારા સરકારી નોકરી કરવા માંગે છે. તેથી હું નથી જાણતો કે તે ફિલ્મોમાં આવશે કે કેમ?

સારાને વખાણે છે લોકો
સૈફે જણાવ્યું - લોકો તેના (સારાના) વખાણ કરે છે અને તે ફિલ્મોમાં આવવાના વિચારથી ઉત્સાહિત પણ છે, પરંતુ તેના શિક્ષણનો ફિલ્મો સાથે કોઈ સંબંધ નથી.

પરિણીતી ઘેલી સારા
સારા અલી ખાનની એક નહીં, પણ બે-બે મમ્મીઓ છે અને બંને અભિનેત્રીઓ છે. તેમાં જન્મદાતા અમૃતા સિંહ અને ઓરમાન માતા કરીના કપૂરનો સમાવેશ થાય છે, પરંતુ સારાની ફૅવરિટ અભિનેત્રી અમૃતા કે કરીના નથી. સૈફ કહે છે - મારી દીકરી સારા પરિણીતી ચોપરાની બહુ મોટી ફૅન છે. તે કહે છે કે પરિણીતી સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી છે.

સૈફ-પરિણીતી
સૈફ અલી ખાન પણ પરિણીતી ચોપરા સાથે દિગ્દર્શક વિજયનની ફિલ્મમાં નજરે પડવાનાં છે.

કરીના પણ ફિદા
પરિણીતી ચોપરા ઉપર તો સૈફના પત્ની કરીના કપૂર પણ ફિદા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
