'હું હોત તેમની પત્ની...', એકતા કપૂરે આ અભિનેતા સાથે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ
તેની ખાસ મિત્ર અને નિર્માતા એકતા કપૂરે ચંકી પાંડેને આવી જબરદસ્ત રીતે અભિનંદન પાઠવ્યા હતા.
મુંબઈઃ બૉલિવુડ એક્ટર સલમાન ખાન, શાહરૂખ ખાન, રિતિક રોશન સહિત અનેક એક્ટર્સની હજારો છોકરીઓ ક્રેઝી છે. પરંતુ એક એવો એક્ટર છે જે બૉલિવુડની ઘણી અભિનેત્રીઓ અને સેલિબ્રિટીઓનો ક્રશ અને પહેલો પ્રેમ રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ચંકી પાંડેની. અભિનેતા ચંકી પાંડેએ 26 સપ્ટેમ્બરે પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેતાએ જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટી પણ રાખી હતી. જેમાં બી ટાઉનની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર તમામ સેલેબ્સે ચંકી પાંડેને પોતાની શૈલીમાં શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેની ખાસ મિત્ર અને નિર્માતા એકતા કપૂરે ચંકી પાંડેને આવી જબરદસ્ત રીતે અભિનંદન પાઠવ્યા હતા.

એકતા કપૂર પણ દઈ બેઠી હતી દિલ
એકતા કપૂરે ચંકી પાંડે સાથે જૂના દિવસોની એક તસવીર શેર કરી છે. બંને એકબીજાને ગળે લગાવીને પોઝ આપી રહ્યા છે. આ સાથે એકતા કપૂરે કહ્યુ કે જો ચંકી પાંડેએ જવાબ આપ્યો હોત તો તે પણ બી-ટાઉનની પત્નીઓમાંથી એક હોત. એકતા કપૂરે લખ્યુ, 'ઘણા વર્ષો પહેલા હું ચંકી પાંડે માટે બ્લશ કરતી હતી. જો તેમણે જવાબ આપ્યો હોત તો આજે હું બૉલિવુડ વાઈફ હોત. જન્મદિવસની શુભકામના.

'હેપ્પી બર્થડે મારા પહેલા ક્રશ ચંકી'
ચંકી વિશે બૉલિવુડ સેલેબ્સમાં ક્રેઝ અહીં અટક્યો ન હતો. ચંકી સાથે જૂની તસવીર શેર કરતાં મલાઈકા અરોરાએ લખ્યુ- 'હેપ્પી બર્થડે માય ફર્સ્ટ ક્રશ ચંકી'. આ તસવીર જોઈને અનુમાન લગાવી શકાય છે કે મલાઈકા આટલા વર્ષો પછી પણ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે ચંકી પાંડેએ 1998માં ભાવના પાંડે સાથે લગ્ન કર્યા હતા. તેમની બે દીકરીઓ અનન્યા પાંડે અને રાયસા પાંડે છે. અનન્યા આજે બૉલિવુડની જાણીતી અભિનેત્રી છે.

ફરાહે લખ્યુ - હું તારી મા બની શકી હોત
ચંકી પાંડે કોરિયોગ્રાફર ફરાહ ખાનનો પણ ક્રશ હતો. ફરાહ ખાને ચંકી પ્રત્યેની તેની લાગણીઓ જાહેર કરી અને અનન્યા પાંડેને કહ્યુ કે તે એની માતા બની શકી હોત. અનન્યાએ તેના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો પર કોમેન્ટ કરતાં ફરાહ ખાને લખ્યુ- મને ચંકી પાંડે પર ક્રશ હતો. હું તારી માતા બની શકી હોત.

ચંકીની સુંદરતાની દીવાની હતી છોકરીઓ
ગૌરી ખાન, સુઝેન ખાન, સલમાન ખાન, ફરદીન ખાન અને અન્ય હસ્તીઓએ સોમવારે ચંકીની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. રેખા, કિમી કાટકર, આરડી બર્મન અને પ્રેમ ચોપરા જેવા સેલેબ્સ આવ્યા હતા. ચંકી પાંડેનુ સાચુ નામ સુયશ શરદ પાંડે છે. એક સમય હતો જ્યારે ચંકીની સુંદરતાની છોકરીઓ દીવાની હતી. ચંકી પાંડેએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે.

ચંકીએ ઘણી સફળ ફિલ્મો આપી
80ના દાયકામાં ફિલ્મોમાં અભિનય શરૂ કરનાર ચંકીએ અત્યાર સુધી ગંભીરથી લઈને કૉમેડી પાત્રો ભજવ્યા છે. તેણે વર્ષ 1987માં બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનુ નામ 'આગ હી આગ' હતુ. ફિલ્મના નિર્માતા પહલાજ નિહલાની હતા. તે 'ખતરો કે ખિલાડી', 'ઝહરીલે', 'આંખે' અને 'તેઝાબ' જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેઝાબમાં તેમના અભિનય માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
