આ હોરર થ્રીલર ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને રિશી કપૂર એકસાથે

Posted By:
Subscribe to Oneindia News

ઇમરાન હાશ્મીએ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં તેમને કેટલીક હોરર ફિલ્મમાં પણ કામ કર્યું છે. ઇમરાન હાશ્મીની હોરર ફિલ્મોમાં મડર 2, રાઝ 3 અને એક થી ડાયન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઇમરાન હાશ્મી ઘ્વારા ઘણી સુપરહિટ ફિલ્મો અને ગીતો આપવામાં આવ્યા છે.

હાલમાં ઇમરાન હાશ્મી તેની આવનારી ફિલ્મ ચિટ ઇન્ડિયા માં વ્યસ્ત છે. ઇમરાન હાશ્મી વિશે વાત કરવામાં આવે તો તેઓ હાલમાં બીજી એક ફિલ્મની પણ તૈયારી કરી રહ્યા છે, જે હોરર થ્રીલર ફિલ્મ હશે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે રિશી કપૂર પણ જોવા મળશે.

emraan hashmi

આ ફિલ્મનું નિર્દેશન મલયાલમ ડાયરેક્ટર જીતુ જોસેફ કરી રહ્યા છે. ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે સાથે તેને પ્રોડ્યૂસ પણ કરી રહ્યા છે. ફિલ્મ પુરી રીતે ક્રાઇમ, હોરર અને થ્રીલર થી ભરપૂર છે.

આ પહેલા જીતુ ની મલયાલમ ફિલ્મ દ્રશ્યમ હતી, જેમાં મોહનલાલ હતા. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સારી થ્રીલર ફિલ્મ હતી. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે રિશી કપૂર પણ હોવાથી ફિલ્મ ચોક્કસ એક અલગ લેવલ પર જશે. આ ફિલ્મનું નામ હજુ સુધી ફાઇનલ થયું નથી.

ઇમરાન હાશ્મીએ આ પહેલા પણ હોરર ફિલ્મ ઘ્વારા પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીત્યું છે. પરંતુ હવે ડબલ મજા આવશે કારણકે તેની જોડી રિશી કપૂર સાથે બનવા જઈ રહી છે. આ ખબર આવ્યા પછી લોકો ચોક્કસ ફિલ્મના નામ અને ટ્રેલર વિશે આતુર બન્યા છે.

ઇમરાન હાશ્મી હાલમાં ચિટ ઇન્ડિયાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એક ક્રાઇમ ફિલ્મ હશે. જયારે રિશી કપૂર હાલમાં અમિતાભ બચ્ચન સાથે 102 નોટઆઉટ ફિલ્મમાં જોવા મળશે. જેમાં તેમને 75 વર્ષના ઘરડા વ્યક્તિનો રોલ કર્યો છે જયારે અમિતાભ બચ્ચને 102 વર્ષના ઘરડા વ્યક્તિનો રોલ કર્યો છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન રિશી કપૂર ના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ 4 મેં 2018 દરમિયાન રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ઉમેશ શુક્લ ઘ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી તમને ચોક્કસ હસાવશે અને રડાવશે.

English summary
Emraan Hashmi and Rishi Kapoor to star together in Malayalam director Jeethu Joseph's crime-horror thriller.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.