PICS : એશા ગુપ્તા હાર્પર બઝાર કવર ગર્લ, કરાવ્યું મદહોશ કરી દેતું ફોટોશૂટ

મુંબઈ, 16 ડિસેમ્બર : મહેશ ભટ્ટની શોધ અને બૉલીવુડમાં જન્નત ગર્લ તરીકે જાણીતા એશા ગુપ્તા હાર્પર'સ બઝાર મૅગેઝીનના નવા કવર ગર્લ બન્યા છે. મૅગેઝીને પોતાના ડિસેમ્બર અંકના કવર પેજ પર એશા ગુપ્તાને સ્થાન આપ્યું છે.

તાજેતરમાં જ હમશકલ્સ ફિલ્મમાં દેખા દેનાર એશા ગુપ્તાએ આ મૅગેઝીન માટે એક હૉટ અને મદહોશ ફોટોશૂટ પણ કરાવ્યુ છે. આ ફોટોશૂટમાં એશા ગુપ્તા પાર્ટી સ્ટાઇલ સાથે રજૂ થયાં છે. એશા ગુપ્તા એમ પણ બૉલીવુડના હૉટેસ્ટ અભિનેત્રીઓમાંના એક ગણાય છે.

એશાએ અગાઉ પણ અનેક મૅગેઝીનોના કવર પેજ પર સ્થાન પામ્યુ હતું અને વિવિધ મૅગેઝીનો માટે હૉટેસ્ટ ફોટોશૂટ્સ કરાવ્યા હતાં.

ચાલો આપને પણ બતાવીએ તસવીરી ઝલક :

લગ્નની વાત દસ વરસ બાદ

લગ્નની વાત દસ વરસ બાદ

આ એ જ એશા ગુપ્તા છે કે જેઓ થોડાક દિવસ અગાઉ લગ્નના પ્રશ્ને ખિજાઈ ગયા હતાં. એશાએ કહ્યું હતું, ‘હે ભગવાન! મને દસ વરસ પછી પૂછજો. પહેલા મારા કરતા મોટી બહેનના લગ્ન થવા દો.'

એક્શન ફિલ્મની ઇચ્છા

એક્શન ફિલ્મની ઇચ્છા

ઝન્નત, રાઝ 3ડી અને ચક્રવ્યૂહ જેવી ફિલ્મોમાં પોતાની સેક્સી અદાઓ વડે સૌના હોશ ઉડાવી દેનાર એશા ગુપ્તા હવે બૉલીવુડના એક્શન ક્વીન બનવા માંગે છે, પણ તેમને સેક્સ કૉમેડી સામે વાંધો નથી.

સેક્સ કૉમેડી સામે વાંધો

સેક્સ કૉમેડી સામે વાંધો

ગ્રાન્ડ મસ્તી જેવી સેક્સ કૉમેડી ફિલ્મની સફળતાથી આશ્ચર્ય પામતાં એશા ગુપ્તા કહે છે - હું ઇમોશનલ, રોમાંટિક, હૅલ્થી કૉમેડી ફિલ્મો પસંદ કરુ છું અને આવી જ ફિલ્મો કરવા પણ માંગીશ.

ભટ્ટ કૅમ્પ સાથે જવાની ઇચ્છા

ભટ્ટ કૅમ્પ સાથે જવાની ઇચ્છા

એશા ગુપ્તાએ મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની ફિલ્મ ઝન્નત 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. એશા ગુપ્તાનું અગાઉ માનવુ હતું કે તેઓ સેક્સી અને હૉટ ફિલ્મો માટે જ બન્યાં છે. એશાએ એમ પણ કહ્યુ હતું - હું હંમેશા ભટ્ટ કૅમ્પ સાથે કામ કરવા માંગુ છું. જો તેઓ મને સારી ઑફર આપતા રહે તો.

એશાની સુફિયાણી વાતો

એશાની સુફિયાણી વાતો

ઝન્નત 2 અને રાઝ 3માં એશા ગુપ્તાએ બેશરમીની તમામ હદો ઓળંગી દીધી હતી અને ઘણા હૉટ ઇંટીમેટ સીન્સ આપ્યા હતાં, પરંતુ એશા ગુપ્તા હવે સુફિયાણી વાતો કરતા કહે છે - હું સેક્સ કૉમેડી ધરાવતી ફિલ્મો ન કરી શકું. એશાની આ વાત હજમ નથી થવી મુશ્કેલ છે.

મૅગેઝીન કવર ગર્લ

મૅગેઝીન કવર ગર્લ

એશા ગુપ્તા ગત મહીને એક્ઝીબિટ મૅગેઝીનના નવા કવર ગર્લ બન્યા હતાં. મૅગેઝીને પોતાના નવેમ્બર અંકના કવર પેજ પર એશા ગુપ્તાને સ્થાન આપ્યું હતું.

હૉટેસ્ટ અભિનેત્રી

હૉટેસ્ટ અભિનેત્રી

તાજેતરમાં જ હમશકલ્સ ફિલ્મમાં દેખા દેનાર એશા ગુપ્તાએ એક્ઝીબિટ મૅગેઝીન માટે એક હૉટ ફોટોશૂટ પણ કરાવ્યુ છે. એશા ગુપ્તા એમ પણ બૉલીવુડના હૉટેસ્ટ અભિનેત્રીઓમાંના એક ગણાય છે.

એફએચએમના કવર ગર્લ

એફએચએમના કવર ગર્લ

એશા નવેમ્બરમાં જ એફએચએમ મૅગેઝીનના નવા કવર ગર્લ બન્યા હતાં. મૅગેઝીને પોતાના નવેમ્બર અંકના કવર પેજ પર એશા ગુપ્તાને સ્થાન આપ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X