For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Excl : ‘મિલાપ’ ન થયો, પણ ‘આપ જૈસા કોઈ નહીં’

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 નવેમ્બર : સિત્તેર-એંસીના દશકામાં બૉલીવુડની હિટ જોડીમાં ગણના પામનાર શત્રુઘ્ન સિન્હા અને રીના રૉય આજકાલ ફરી એક વાર ચર્ચામાં છે. તે વખતે પોતાના તથાકથિત અફૅર અંગે ચર્ચામાં રહેનાર શત્રુઘ્ન-રીનાની જોડી હાલ શત્રુઘ્ન સિન્હાના પુત્રી સોનાક્ષી સિન્હાના કારણે ચર્ચામાં છે.

કહે છે કે સોનાક્ષી સિન્હા રીના રૉય જેવાં લાગે છે જ્યારે સોનાક્ષી સિન્હા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ પાન્ડેના પુત્રી છે. સોનાક્ષીના માતા પૂનમ અનેક વાર કહી ચુક્યાં છે કે સોનાક્ષી તેમના અને શત્રુઘ્નના પુત્રી છે. શત્રુઘ્ન અને રીના રૉયની જોડી સિત્તેર-એંસીના દશકામાં ખૂબ વિખ્યાત હતી. બંનેની વિશ્વનાથ, કાલીચરણ જેવી ફિલ્મો હિટ રહી હતી. જોકે પછી ઊભી થયેલ પરિસ્થિતિઓ પ્રમાણે શત્રુઘ્ન સિન્હાએ અભિનેત્રી પૂનમ સાથે તથા રીના રૉયે પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કરી લીધા હતાં.

શત્રુઘ્ન-રીનાના સંબંધો ચર્ચાની એરણે ફરી ત્યારે ચડ્યાં જ્યારે સોનાક્ષીએ ફિલ્મ દબંગ વડે બૉલીવુડમાં પ્રવેશ કર્યો. સોનાક્ષીનો લુક જોઈ તમામ લોકો આશ્ચર્યચકિત રહી ગયાં, કારણ કે સોનાક્ષી આબેહૂબ રીના રૉય જેવા દેખાય છે.

આવો આજે આપને બતાવીએ શત્રુઘ્ન સિન્હા અને રીના રૉયની એક-બીજા સાથેની ફિલ્મી સફરની તસવીરો. બંનેએ પહેલી વાર 1972માં મિલાપ ફિલ્મમાં કામ કર્યુ હતું અને છેલ્લે 1988માં બંને કાલી બસ્તી ફિલ્મમાં દેખાયા હતાં. જોકે આ સફર પૂરી થઈ નથી અને બંને આપ જૈસા કોઈ નહીં ફિલ્મ દ્વારા 24 વરસ બાદ ફરી એક વાર સાથે કામ કરી રહ્યાં છે.

મિલાપથી આપ જૈસા કોઈ નહીં

મિલાપથી આપ જૈસા કોઈ નહીં

શત્રુઘ્ન સિન્હા અને રીના રૉયની પ્રથમ ફિલ્મ હતી મિલાપ. શત્રુઘ્ન સિન્હા અને રીના રૉય હવે અઢી દશકા બાદ ફરી એક વાર રૂપેરી પડદે દેખા દેશે. સલીમ અલી ખાન દિગ્દર્શિત આપ જૈસા કોઈ નહીં ફિલ્મ જોકે હાલ તો હોલ્ડ પર છે, પરંતુ તેની સ્ટારકાસ્ટમાં શત્રુઘ્ન અને રીનાનો સમાવેશ થાય છે. ફિલ્મમાં મુખ્ય રોલમાં પુરુ રાજ કુમાર, શરબની મુખર્જી, રાજ બબ્બર, શક્તિ કપૂર, પ્રેમ ચોપરા, કાદર ખાન, જૉની લીવર, સુરેશ ઓબેરૉય જેવા કલાકારો છે. જોકે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે, તેના અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

મિલાપ-સંગ્રામ

મિલાપ-સંગ્રામ

શત્રુઘ્ન સિન્હા અને રીના રૉયની પ્રથમ ફિલ્મ હતી મિલાપ. આઈ. એમ. કન્નુ નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક હતાં બી. આર. ઇશારા. ફિલ્મ 1972માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં મનમોહન કૃષ્ણા, અમોલ સેન અને ડૅની પણ હતાં. આ બંને કલાકારોની બીજી ફિલ્મ હતી સંગ્રામ કે જે 1976માં રિલીઝ થઈ હતી. રતન મોહન નિર્મિત તેમજ હર્મેશ મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મમાં શત્રુઘ્ન અને રીના લીડ રોલમાં હતાં.

કાલીચરણ-ચોર હો તો ઐસા-ભૂખ

કાલીચરણ-ચોર હો તો ઐસા-ભૂખ

કાલીચરણ ફિલ્મ શત્રુઘ્ન અને રીના રૉયની પ્રથમ હિટ ફિલ્મ હતી. આ ફિલ્મે જ બંનેને શોહરતના ઉંચા મુકામે પહોંચાડી. એન. એન. શિપ્પી દિગ્દર્શિત અને સુભાષ ઘાઈ નિર્મિત ફિલ્મમાં અજિત, પ્રેમનાથ, હેલેન, ડૅની, મન પુરી, ડેવિડ, લીલા મિશ્રા જેવા કલાકારો પણ હતાં. એન. પી. સિંહ નિર્મિત અને રવિ ટંડન દિગ્દર્શિત ફિલ્મ ચોર હો તો ઐસા 1978માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શત્રુઘ્ન-રીના ઉપરાંત પ્રાણ, અનવર હુસૈન, બિંદુ અને મૅકમોહન જેવા કલાકારો હતાં. શત્રુઘ્ન-રીનાની ફિલ્મ ભૂખ 1978માં રિલીઝ થઈ હતી. તેમાં અમજદ ખાન, નજીર હુસૈન, ઓમ શિવ પુરી, અચલા સચદેવ, અરુણા ઇરાની, ઇંદ્રાણી મુખર્જી, દીના પાઠક જેવા કલાકારો હતાં. એસ. આઈ. શિવદાસાણી નિર્મિત ફિલ્મના દિગ્દર્શક હતાં દિનેશ રમેશ.

વિશ્વનાથ-મુકાબલા

વિશ્વનાથ-મુકાબલા

શત્રુઘ્ન સિન્હા અને રીના રૉયની આ બીજી સુપર હિટ ફિલ્મ હતી. સુભાષ ઘાઈ નિર્માતા-દિગ્દર્શક હતાં. આ ફિલ્મનું સંગીત પણ દમદાર હતું કે જે રાજેશ રોશને આપ્યુ હતું. ફિલ્મમાં શત્રુ-રીના ઉપરાંત પ્રેમનાથ, રાજન હક્સર, પ્રાણ, ઇફ્તેખાર, મનપુરી, ડી. કે. સપ્રુ, લલિતા પવાર, સત્યેન કપ્પુ અને રણજીત જેવા કલાકારો હતાં. રાજ કુમાર કોહલી-રાજા દેસાઈ નિર્મિત અને રાજ કુમાર કોહલી દિગ્દર્શિત ફિલ્મ મુકાબલા 1979માં રિલીઝ થઈ. તેમાં બલરાજ સાહની, સુનીલ દત્ત, રેખા, ભગવાન, મદન પુરી, ઓમ શિવ પુરી, પ્રેમનાથ, રાજન હક્સર, બિંદિયા ગોસ્વામી, રણજીત જેવા કલાકારો પણ શત્રુ-રીના સાથે હતાં.

હીરા મોતી-જાની દુશ્મન

હીરા મોતી-જાની દુશ્મન

1979માં ત્રતન મોહન નિર્મિત અને ચાંદ દિગ્દર્શિત ફિલ્મ હીરા મોતી રિલીઝ થઈ. તેમાં શત્રુઘ્ન અને રીના મુખ્ય પાત્રોમાં હતાં. જાની દુશ્મન પણ 1979માં રિલીઝ થઈ હતી. જોકે આ મલ્ટીસ્ટાર ફિલ્મ હતી. ફિલ્મમાં શત્રુઘ્ન અને રીના રૉય એક-બીજાની ઑપોઝિટ નહોતાં. છતાં ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી. રાજ કુમાર કોહલી નિર્મિત-દિગ્દર્શિત ફિલ્મ જાની દુશ્મનમાં શત્રુ-રીના ઉપરાંત સુનીલ દત્ત, સંજીવ કુમાર, પ્રેમનાથ, રેખા, નીતૂ સિંહ, બિંદિયા ગોસ્વામી, મૅક મોહન, સારિકા, નીતા મહેતા, જીતેન્દ્ર, મદન પુરી, અમરીશ પુરી, શક્તિ કપૂર, ઇંદ્રાણી મુખર્જી અને જયશ્રી ટી જેવા કલાકારો હતાં.

બેરહમ-જ્વાલામુખી-નસીબ

બેરહમ-જ્વાલામુખી-નસીબ

કે. ડી. શૌરી નિર્મિત અને રઘુનાથ ઝાલાણી દિગ્દર્શિત ફિલ્મ બે-રહમ 1980માં રિલીઝ થઈ. તેમાં શત્રુઘ્ન અને રીના રૉય સાથે સંજીવ કુમાર, માલા સન્હા, મૌસમી ચૅટર્જી, આઈ. એસ. જૌહર, જૉની વૉકર, વિજુ ખોટે, ઉર્મિલા ભટ્ટ, કેસ્ટો મુખર્જી, હેલેન જેવા કલાકારો હતાં. બાબુ મહેરા નિર્મિત-પ્રકાશ મહેરા દિગ્દર્શિત ફિલ્મ જ્વાલામુખી પણ 1980માં રિલીઝ થઈ હતી. તેમાં શત્રુઘ્ન-રીના ઉપરાંત વિનોદ મહેરા, શબાના આઝમી જેવા કલાકારો હતાં. મનમોહન દેસાઈ નિર્મિત-દિગ્દર્શિત અને 1981માં રિલીઝ થયેલ નસીબ ફિલ્મ એમ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ કહેવાતી હતી, પરંતુ ફિલ્મમાં રીનાની શત્રુઘ્ન માટેની ચાહત અસલ રીયલ લાઇફ જેવી દેખાતી હતી. આ ફિલ્મ હિટ રહી હતી. તેમાં ઋષિ કપૂર, કિમ, હેમા માલિની, અમજદ ખાન, કાદર ખાન, પ્રેમ ચોપરા, શક્તિ કપૂર, પ્રાણ, અમરીશ પુરી જેવા કલાકારો હતાં.

હથકડી-માટી માંગે ખૂન-દો ઉસ્તાદ

હથકડી-માટી માંગે ખૂન-દો ઉસ્તાદ

નસીબ પછી શત્રુ-રીનાની ફિલ્મ હથકડી 1982માં આવી. પહેલાજ નિહલાની નિર્મિત અને સુરેન્દ્ર મોહન દિગ્દર્શિત ફિલ્મમાં સંજીવ કુમાર, રાકેશ રોશન, રંજીતા, મદન પુરી, મજહર ખાન, પ્રેમ ચોપરા, ટુનટુન, જીવન, કેસ્ટો મુખર્જી, મૅક મોહન જેવા કલાકારો હતાં. એસ. ડી. કશ્યપ નિર્મિત-દિગ્દર્શિત ફિલ્મ દો ઉસ્તાદ 1982માં રિલીઝ થઈ હતી. તેમાં શત્રુઘ્ન-રીના ઉપરાંત ડૅની અને નાઝનીન જેવા કલાકારો હતાં. લખન સિન્હા-પવન કુમાર નિર્મિત અને રાજ ખોસલા દિગ્દર્શિત ફિલ્મ માટી માંગે ખૂન 1984માં આવી. તેમાં શત્રુઘ્ન-રીના ઉપરાંત રેખા અને રાજ બબ્બર પણ હતાં.

કાલી બસ્તી-ધરમ શત્રુ

કાલી બસ્તી-ધરમ શત્રુ

સતીશ ખન્ના નિર્મિત અને સુદેશ ઇસ્સાર દિગ્દર્શિત ફિલ્મ કાલી બસ્તી 1985માં રિલીઝ થઈ હતી. તેમાં શત્રુ-રીના ઉપરાંત વિજયેન્દ્ર ઘાટગે મુખ્ય પાત્રો તરીકે હતાં. શત્રુઘ્ન સિન્હા અને રીના રૉયની હિટ જોડી છેલ્લે 1988માં રૂપેરી પડદે જોવામાં આવી હતી. એ. વી. મોહન દિગ્દર્શિત અને હર્મેશ મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મ ધરમ શત્રુમાં શત્રુઘ્ન સિન્હા અને રીના રૉય ઉપરાંત પ્રાણ, અમજદ ખાન, નિરૂપા રૉય અને ઇફ્તેખાર જેવા કલાકારો પણ હતાં.

English summary
Hera are Pictures of Shatrughna Sinha and Reena Roy's Films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X