For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Box Office: બીજા દિવસે પણ 'વૉર'નું ધમાકેદાર કલેક્શન

Box Office: બીજા દિવસે પણ 'વૉર'નું ધમાકેદાર કલેક્શન

By Staff
|
Google Oneindia Gujarati News

ઋતિક રોશન અને ટાઈગર શ્રૉફની ફિલ્મ વૉરે 53.35 કરોડ રૂપિયાની ધમાકેદાર ઓપનિંગ સાથે બૉક્સ ઑફિસ શરૂઆત કરી છે. ફિલ્મને દર્શકોની પૉજિટિવ પ્રતિક્રિયા મળી રહી છે. ખાસ કરીને પોતાના જબરદસ્ત એક્શન સીન્સ માટે ફિલ્મના ભારે વખાણ કરવામાં આવી રહ્યાં છે. ઓપનિંગની સાથે જ ફિલ્મ કેટલાય રેકોર્ડ રચી મૂક્યા છે. જ્યારે બીજા દિવસે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ છતાં પણ ફિલ્મે બે દિવસમાં 77.70 કરોડનું કલેક્શન કરી લીધું છે.

ધમાકેદાર ઓપનિંગ

ધમાકેદાર ઓપનિંગ

ફિલ્મે ગુરુવારે 23 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આની સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 77 કરોડ રૂપિયા થઈ ગયું છે. ટ્રેડ પંડિતો મુજબ પહેલા વીકેન્ડ પર જ ફિલ્મ 150 કરોડ સુધીનો આંકડો પાર કરી જશે. જો કે ફિલ્મનું બજેટ ઘણું છે, જે હિસાબે હિટ થવામાં સમય છે. ઋતિક-ટાઈગરની વૉર 200 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.

કલેક્શન

કલેક્શન

ભારતમાં જ્યાં ફિલ્મે 70 કરોડની કમાણી કરી લીધી છે, ત્યારે ઓવરસીઝમાં પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. ઓસ્ટ્રેલિયામાં આ બૉલીવુડની 2019ની સૌથી બિગ ઓપનિંગ સાબિત થઈ છે.

સૌથી મોટી ઓપનિંગ

સૌથી મોટી ઓપનિંગ

વૉર હિન્દી સિનેમામાં સૌથી મોટી ઓપનિંગ આપનાર ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મે ઠગ્સ ઑફ હિન્દુસ્તાન અને એવેન્જર્સ એન્ડગેમના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.

ઋતિકની સૌથી મોટી ફિલ્મ

ઋતિકની સૌથી મોટી ફિલ્મ

ક્રિષ 3 પછી ઋતિક રોશનની આ સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે. ફિલ્મ 200 કરોડ સુધી આરામથી પહોંચી શકે છે.

ટાઈગરનો રેકોર્ડ

ટાઈગરનો રેકોર્ડ

જ્યારે બાગી 2ને પાછળ છોડી ટાઈગર શ્રોફની આ સૌથી મોટી ફિલ્મ બનશે. બાગી 2એ બૉક્સ ઑફિસ પર 160 કરોડ રૂપિયા સુધીનું કલેક્શન કર્યું હતું.

હૉલીડે ઓપનિંગ

હૉલીડે ઓપનિંગ

વૉર સૌથી મોટી ફેસ્ટિવલ ઓપનર બની છે. જે રજાના દિવસે રિલીઝ થયેલ ફિલ્મોમાંથી સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે.

ત્રણ ભાષાઓમાં રિલીઝ

ત્રણ ભાષાઓમાં રિલીઝ

આ ફિલ્મ ભારતમાં 4000 સ્ક્રીન પર રિલીઝ થઈ છે, જ્યારે ઓવરસીઝમાં 1350 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. ભારતમા ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ થઈ છે.

40ની ઉંમરે પણ અપ્રતીમ સુંદર દેખાતી કાજોલના 4 બ્યુટી સિક્રેટ40ની ઉંમરે પણ અપ્રતીમ સુંદર દેખાતી કાજોલના 4 બ્યુટી સિક્રેટ

English summary
fabulous box office collection of war, collected 70 crore in 2 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X